<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

અડધો ડઝન નવી શાળાઓ : ધો ૯-૧૦ શરૂ કરવા વિચારણા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાંકીય વર્ષ ર૦રપ-ર૬નું ર૦ર.૧૬ કરોડનું બજેટ મંજૂર :ર૦૦ કરોડ પગાર ખર્ચઃ મુંજાકા, માધાપર વગેરે નવા વિસ્‍તારની શાળાઓમાં ભૌતિક સુવિધાઓનો વધારો, કોમ્‍પ્‍યુટર તાલીમ સહિતની દરખાસ્‍તોને લીલીઝંડીઃ વિક્રમ પૂજારા અને પ્રવિણ નિમાવતની ઉપસ્‍થિતીમાં બોર્ડ બેઠક યોજાઇ

રાજકોટ તા.૨૪: મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની આજરોજ બોર્ડ બેઠકમાં સને ૨૦૨૫-૨૬ નું ૨૦૨ કરોડ, ૧૬ લાખનું બજેટ રજુ કરવામાં કરવામાં આવ્‍યુ હતુ. બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું. બજેટ રજુ કરતા ચેરમેન વિક્રમ પુજારા અને વાઈસ ચેરમેન ડો. પ્રવિણભાઈ નિમાવત. વધુમાં જણાવેલ છે કે જરૂરીયાત મુજબના વિસ્‍તારમાં નવી શાળા નિર્માણ કરાશે અને જે શાળાઓમાં જરૂરિયાત હશે તે મુજબના નવા વર્ગખંડો બાંધકામ કરવામાં આવશે જેનાથી આસપાસ રહેતા લોકોને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા મળી રહેશે. તેમજ નવા વિસ્‍તારની મુંજકા-માધાપરની શાળાઓ શિક્ષણ સમિતિમાં ભળતા તેમને આધુનિક ભૌતીક સુવિઘાઓથી સજજ કરવી અને ધો-૮ સુધીનુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ધો. ૯ અને ૧૦ ના વર્ગોની શિક્ષણ સમિતિમાં જ શરૂઆત કરવા અંગેની ચર્ચા-વિચારણા કરવામાં આવેલ છે.

આજરોજ રજુ કરાયેલ બજેટમાં શૈક્ષણિક સેમિનાર, રાજયકક્ષા-રાષ્‍ટ્રીયકક્ષાના કાર્યક્રમની ઉજવણી, ગણીત-વિજ્ઞાન પ્રદર્શન, વાર્ષિક રમોત્‍સવ, સાંસ્‍કળત કાર્યક્રમ, વાલી સંમેલનો, શાળામાં સ્‍માર્ટ કલાસની સુવિધા, સોફટવેર ખરીદી, તથા ગુરુ વંદના એવોર્ડ, તેજસ્‍વી વિધાર્થી સન્‍માન, નિવળત શિક્ષક સન્‍માન કાર્યક્રમો સાથે શાળા વિકાસ માટેની જોગવાઈ રાખવામાં આવેલ છે. ધોરણ ૧ થી ૮ની તમામ પ્રાથમિક શાળામાં કોમ્‍પ્‍યુટર સુવિધા સાથે તેના અપગ્રેડ, મેન્‍ટેનન્‍સ અને કોમ્‍પ્‍યુટર તાલીમાર્થીઓ મારફત શિક્ષણ, અંગ્રેજી માધ્‍યમની શાળાઓના જાળવણી ખર્ચની જોગવાઈ કરવામાં આવેલ. ઉપરાંત વર્ષ-૨૦૨૫માં આવતી શાળાની જાહેર-સ્‍થાનિક રજા મંજુર કરવામાં આવેલ. આ દરખાસ્‍તો ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે મંજુર કરવામા આવેલ હતી.

આજરોજ શિક્ષણ સમિતિની બજેટ મિટીંગમાં શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, વાઈસ ચેરમેનશ્રી ડો. પ્રવિણભાઈ નિમાવત, શાસનાધિકારી કિરિટસિંહ પરમાર, સદસ્‍ય સંગીતાબેન છાયા, અજયભાઈ પરમાર, જાગળતીબેન ભાણવડીયા, મનસુખભાઈ વેકરીયા, રસીકભાઈ બદ્રકિયા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઈ સાંબડ, હિતેશભાઈ રાવલ, જયદિપભાઈ જલુ, ઈશ્વરભાઈ જીતિયા, જગદીશભાઈ ભોજાણી, સુરેશભાઈ રાધવાણી, રાજેશભાઈ માંડલીયા હાજર રહી બજેટ ચર્ચામાં ભાગ લીધેલ હતો.(૨.૨૧)

(4:11 PM IST)