<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

રશિયન ડેલીગેશન સાથેના સેમીનાર માટે યુનિ. દ્વારા ડો. યશવંત ગોસ્‍વામી-જયદિપ સખીયાની નિયુકિત

રાજકોટઃ ઇન્‍ટરનેશનલ વર્લ્‍ડ ગ્રુથ ફેસ્‍ટીવલનું ઓટોનોમસ નોન પ્રોફીટ ઓર્ગેનાઇઝેશન મોસ્‍કો(રસિયા) દ્વારા આગામી મે જૂનમાં વિવિધ સગર કેમ્‍પનું આયોજન થનાર છે.ત્‍યારે રસિયાનું એક ડેલીગેશન ભારતની મુલાકાતે આવી રહ્યું છે.આ ડેલીગેશનના સાત સભ્‍યો આગામી તા.૩ ફેબ્રુના રોજ રાજકોટ આવી રાજકોટની વિવિધ કાોલેજોના એનએસએસના સીલેકટેડ વોલંટીયર્સ સાથે ‘‘યુથ પ્રતિભા અને ગ્રુથ ઇન્‍ટીગ્રેશન'' વિષય પર કણસાગરા મહિલા કોલેજ ખાતે ૩ ફેબ્રુ. સવારે ૯ થી ૧૨ માર્ગદર્શન આપશે. આ બાબતે સૌરાષ્‍ટ્ર યુનિ. દ્વારા ડો. એનએસએસ પ્રોગ્રામ ઓફીસર પ્રો.ડો. યશવંત ગોસ્‍વામી અને વર્ષ ૨૦૨a માં બે વખત રસિયા નિમંત્રિત થયેલ જયદિપ સખીયાની કો-ઓર્ડીનેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.એમના માર્ગદર્શન હેઠળ રાજકોટની કોલેજના વિશેષ પ્રતિભાવન એનએસએસ વોલંટીયર્સ અને સ્‍ટૂડન્‍ટસને તાલીમ મળતાં  વિદ્યાર્થી અવસ્‍થામાંજ વર્લ્‍ડ યુથ ફેસ્‍ટીવલ માં જવાની અમૂલ્‍ય તક પ્રાપ્ત થશે. ડો. ગોસ્‍વામી અને જયદિ પ સખીયા જણાવે છે કે અત્‍યાર સુધી દર વર્ષે ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર ના યુવા વિદ્યાર્થીઓને જ આ અમૂલ્‍ય તક મળી છે. પરંતુ આ વર્ષે સૌરાષ્‍ટ્રનું પણ પ્રતિનિધિત્‍વ ઇન્‍ટરનેશનલ સ્‍તરે થાય એ માટે વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપવામાં આવશે.તેમ યાદીમાં જણાવાયુૃં છે.

(2:16 PM IST)