News of Saturday, 25th January 2025
સજાના વોરન્ટમા ભાગતા ફરતાં કાનો ઉર્ફ રોહિત અને ઇમ્તિયાઝખાન ઝડપાયા
યુનિવર્સિટી પોલીસના પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ અને વનરાજભાઇ લાવડીયાની બાતમી પરથી પીઆઇ પટેલ, એએસઆઇ જગમાલભાઇ ખટાણા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: સજાના વોરન્ટ નીકળ્યા બાદ અમુક આરોપીઓ ભાગતા ફરતાં હોઇ તેને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત યુનિવર્સિટી પોલીસની ટીમે બે શખ્સોને પકડી લીધા હતાં.
રૈયાધાર મફતીયાપરામાં દશામાના મંદિર પાસે રહેતા કાનો ઉર્ફ રોહિત રમેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) નામના રિક્ષાચાલકને ફોજદારી કેસમાં સજા પડી હતી. પરંતુ તે ભાગતો ફરતો હોઇ તેને પકડી લેવાયો હતો. આ ઉપરાંત જામનગર રોડ શેઠનગર બ્લોક નં. ૫૨૦માં રહેતા ઇમ્તીયાઝખાન મહમદસુલેમાન સૈયદ (ઉ.વ.૪૩)ને પણ ફોદારી કેસમાં સજા પડયા બાદ તે ફરાર હતો. આ બંનેને હેડકોન્સ. પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. વનરાજભાઇ લાવડીયાની બાતમી પરથી પકડી લેવાયા હતાં.
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એચ. એન. પટેલ અને ટીમના જગમાલભાઇ ખટાણા, વીરદેવસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, વિજુભા જાડેજા, કોન્સ. દિવ્યજરાસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(4:02 PM IST)










