News of Saturday, 25th January 2025
લોનની રકમ ચુકવવા આપેલ ચેક રિટર્ન કેસમાં: બે આરોપીઓને છ માસની સજા

એડવોકેટ ઈશાન હેમંતભાઇ ભટ્ટ
રાજકોટ, તા. રપ : અત્રે લોન પેટે લીધેલ રકમ પરત ચૂકવવા આપેલ ચેક રિટર્ન થતા સાવલીયા પરિવારના બે સભ્યોને કોર્ટે છ માસની સજા ફરમાવી હતી.
સમગ્ર કેસની હકીકત એવી છે કે, આરોપી અલ્પા સાવલીયા તેમજ જય સાવલીયાએ પરિવાર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી પ્રાઇવેટ લીમીટેડ મંડળી માંથી પોત-પોતાના અંગત ઉપયોગ સર લોન પેટે પૈસા લીધેલ હતા. ત્યારબાદ મંડળીના નીયમો અનુસાર લોનના હપ્તા મંડળીમાં સમયસર જમા કરાવેલ નહી, જેથી ફરિયાદી પોતાની કાયદેસરની લેણી નીકળતી રકમ પરત માંગતા આરોપીઓ એ ફરીયાદીને લોન રકમ પરત ચૂકવવા બે અલગ-અલગ ચેક આપી ખાત્રી આપેલ કે, ચેક જમા કરાવતાં ફરીયાદીને એમની લેણી નીકળતી રકમ પરત મળશે પરંતુ બંને આરોપીના ચેક બેન્કમાં જમા કરાવતાં સદરહુ બને ચેક બેન્કમાં જમા થયા વિના બાઉન્સ થઇ પરત ફરેલ હતા.
ચેક બાઉન્સ થતા ફરિયાદી મંડળીએ તેમના એડવોકેટ ઈશાન ભટ્ટ મારફતે બંને આરોપીઓ ઉપર કાયદાકિય કાર્યવાહીઓ હાથધરી જેથી એડવોકેટ ઈશાન ભટ્ટે કાયદાની જોગવાઈઓ પ્રમાણે ફરિયાદી વતી રાજકોટની કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ ૦૨ અલગ-અલગ લેખિત ફોજદારી ફરિયાદ દાખલ કરેલ તેમજ ફરિયાદી મંડળી વતી કોર્ટની કાર્યવાહીઓ કરેલ હતી.
વકીલ શ્રી ઈશાન ભટ્ટે કોર્ટમાં ફરિયાદી વતી કાયદાકિય લડત આપતા ફરીયાદીનો કેસ ફોજદારી કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો પ્રમાણે સાબિત કરવામાં સફળતા હાસિલ કરી હતી, જે સંદર્ભ કોર્ટે બંને આરોપીને તકસીરવાન ઠરાવતા આરોપીઓ ને છ માસ ની જેલ કેદની સજા તેમજ એક મહિનાની અંદર ફરિયાદ વાળા ચેકની રકમ ફરીયાદી ને વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ હાલના કેસમાં ફરિયાદી મંડળી વતી રાજકોટના એડવોકેટ શ્રી હેમંત ભટ્ટ, ઈશાન ભટ્ટ તેમજ દિવ્યેશ કલોલા, મેહુલ ઝાપડા, વીકાસ ગોવાણી રોકાયેલા હતા.
(2:54 PM IST)










