News of Saturday, 25th January 2025
રાજકોટમાં બની રહેલ યદુનંદન કુમાર છાત્રાલય નિર્માણમાં આહિર સમુહલગ્ન સમિતી કોયલી દ્વારા ૩૩ લાખનું અનુદાન

રાજકોટ તા.રપઃ રાજકોટ શહેર મા યદુનંદન આહીર કેળવણી મંડળ દ્વારા નવનિર્મિત કુમાર છાત્રાલય ના નિર્માણ કાર્ય માટે આહીર સમાજ સમુહલગ્ન પરીવાર-કોયલી (તા.જોડિયા) દ્વારા ૩૩ લાખ નું દાન આપવા ની જાહેરાત કરવા માં આવી છે. તાજેતરમાં આહીર સમાજ સમુહલગ્ન પરીવાર કોયલી (તા.જોડીયા) દ્વારા સતત ૧૭ માં વર્ષે સમુહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અર્થે મળેલ સમાજની દીકરીઓને પરણાવવા મા આવેછે. ૧૭ માં સમુહલગ્નના અનુસંધાને શ્રીમેલડી માતાજી મંદિર કોયલી ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું.આ મીટીંગ માં આહીર સમાજ સમુહલગ્ન પરીવાર ના પ્રમુખ જીવણભાઈ કુંભરવાડીયા તથા આહીર સમાજ પ્રમુખ રાણાભાઈ અરજણભાઈ હુંબલ દ્વારા રાજકોટ મા નવનિર્મિત કુમાર છાત્રાલય માટે ૩૩ લાખ નું અનુદાન આપવા જાહેરાત કરવામાં આવી હતી આ મીટિંગ મા હીરાભાઈ જીલરીયા,મુળુભાઈ કુંભરવાડીયા,અમુભાઈ હુંબલ,નાથાભાઈ કુંભરવાડીયા,દેવાભાઈ કુંભરવાડીયા , પ્રવિણભાઈ જીલરીયા સહીત બહોળી સંખ્યામાં આહીર સમાજ ના આગેવાનો હાજર રહ્યા હતા. આ તકે રાજકોટ યદુનંદન આહીર કેળવણી મંડળ ના પ્રમુખ બાબુભાઈ જીવાભાઈ સબાડ, ઉપપ્રમુખ રાજુભાઈ બોરીચા, ઉપપ્રમુખ દેવદાનભાઈ જારીયા, ટ્રસ્ટી ઓ રતીભાઈ ખુંગલા,હરદાસભાઈ ગોગરા, મંત્રી બાબુભાઈ ખાંડેખા, ખજાનચી સંજયભાઈ ખુંગલા એ આહીર સમાજ સમુહલગ્ન પરીવાર ના રાણાભાઈ હુંબલ તથા જીવણભાઈ કુંભરવાડીયા નો આભાર માન્યો હતો.
(3:11 PM IST)










