<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

દેશને એક નવા બંધારણની જરૂર છે જે સામાજીક, આર્થીક, રાજકીય, વૈજ્ઞાનીક પ્રગતી થકી સર્વાંગી વિકાસને નવો આયામ આપી શકે

આપણા બંધારણના ૭પ વર્ષ... બંધારણ થકી જેવો સમાજ, જેવા રાષ્‍ટ્રનું નિર્માણ કરવા માંગતા હતા તેમાં આપણે કેટલા સફળ થયા તેની ગંભીર વિચારણાની જરૂર : દેશની લોકશાહીની વર્તમાન સ્‍થિતિ જોતા ડો. આંબેડકરની ભવિષ્‍યવાણી સાચી ઠરી રહી છે... સતા મેળવવા માટે અપ્રમાણીક રસ્‍તાઓ અપનાવી રાજકીય પક્ષોએ આપણા સારા બંધારણને નિષ્‍ફળ બનાવી દીધું છે : સતા પર આવવા મતનું રાજકારણ, અનામતનું રાજકારણ, લઘુમતીઓનું તૃષ્‍ટીકરણ, ભાષાવાદ, પ્રાંતવાદ, જાતીવાદના હીન માર્ગો અપનાવી બંધારણના ઉદ્દેશોની હત્‍યા કરી છે : લોકપ્રતિનિધિત્‍વ કાનુનમાં એવા સંશોધનની જરૂર છે જેને લઇ કોઇ અપરાધી વ્‍યકિત, ગુન્‍હેગારો ધારાસભા, સંસદ કે સ્‍થાનીક સ્‍વરાજયની ચુંટણીઓ ન લડી શકેઃ અત્‍યારે જે સાંસદો, ધારાસભ્‍ય કે અન્‍ય ચુંટાયેલા સભ્‍યો સામે દીવાની-ફોજદારી કેસો પેન્‍ડીંગ છે તે ચલાવવા ખાસ અદાલત બનાવી છ મહિનામાં કેસનો નિકાલ કરી જો ગુન્‍હેગાર સાબીત થાય તો તેમનું સભ્‍યપદ રદ કરી દેવું જોઇએ : રીઢા ગુનેગારો, રાષ્‍ટ્રવિરોધી તત્‍વો, ત્રાસવાદીઓ અને તેમનો આર્થીક ભંડોળ-આશ્રય પુરૂ પાડતા માણસો, ડ્રગ્‍સ સિન્‍ડીકેટના સભ્‍યો સામે કેસ ચલાવવા સમરી ટ્રાયલ કોર્ટોની રચના કરવામાં આવે અને આવી કોર્ટમાં કેસ દાખલ થયાના બે અઠવાડીયામાં ચુકાદો અને આ ચુકાદા સામે અપીલ ફકત સમરી ટ્રાયલ એપિલેટ ટ્રીબ્‍યુનલમાં જ થઇ શકે, ટ્રીબ્‍યુનલ પણ બે અઠવાડીયામાં કેસનો નિકાલ કરે તેવું ત્‍વરીત ન્‍યાયનું મોડયુલ રાષ્‍ટ્રહિતમાં અપનાવવુ જરૂરી : ૧૯૫૩ માં સંસદમાં બંધારણ વિષે અત્‍યંત દુરદર્શી વિચારક, મેઘાવી વ્‍યકિતત્‍વના સ્‍વામી ડો.બી.આર.આંબેડકરે પોતાની અસહમતી વ્‍યકત કરતા કહયું હતું કે, લોકો મને હંમેશ કહયા કરે છે કે અરે તમે બંધારણના ઘડવૈયા છો, મારો જવાબ એ છે કે મને એ કામ સોંપવામાં આવ્‍યું હતું અને મોટાભાગે મારી ઇચ્‍છા વિરૂધ્‍ધ મેં એ કર્યુ છે

ભારતનું વર્તમાન બંધારણ ૨૬ મી જાન્‍યુઆરી ૧૯૫૦ થી અમલમાં આવ્‍યું.બંધારણ સભામાં ભારતના દિગ્‍ગજ વિદ્વાનોએ  વિશ્વના અગ્રણી લોકશાહી દેશોના બંધારણોનો અભ્‍યાસ કરીને ત્રણ વર્ષ સુધી ગહન વિચાર વિમર્શ પછી આ બંધારણ ઘડ્‍યું છે. આ બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનું સંચાલન કરતો મહત્‍વનો દસ્‍તાવેજ છે, પ્રજાની આશા અને આકાંક્ષાનું પ્રતિક છે, આપણે કેવો સમાજ અને કેવું રાષ્‍ટ્ર નિર્માણ કરવા માગીએ છીએ એનો માર્ગ નિર્ધારીત કરતો અગત્‍યનો દસ્‍તાવેજ છે.

લગભગ આઠસો વર્ષના પરકિય શાસન પછી દેશ આઝાદ તો થયો પણ ગુલામીના સમયમાં આ દેશના આર્થિક, સામાજિક,રાજકીય,ધાર્મિક અને સાંસ્‍કળતિક તાણાવાણા અત્‍યંત ક્ષતિગ્રસ્‍ત થયા હતા. તમામ ક્ષેત્રે પુનરુત્‍થાન અને નવસર્જનનો ગંભીર પડકાર આપણી સામે હતો. ઉપખંડના ભાગલા પછી પાકિસ્‍તાનમાંથી  હિજરત કરીને આવેલા લાખો લોકોને થાળે પાડવાના હતાં. આવા સંજોગોમાં આપણે એક આદર્શ બંધારણ ઘડી કાઢીને સંસદીય લોકશાહીની સ્‍થાપના કરી. આર્થિક, સામાજિક અને રાજકીય સમાનતાના ધ્‍યેય સાથે કોઈપણ જાતના ભેદભાવ વગર પુખ્‍ત વયના તમામ નાગરિકોને મતાધિકાર આપ્‍યો. સ્‍વતંત્રતા, સમાનતા અને બંધુતા યુક્‍ત એક સમરસ સમાજનું નિર્માણ કરવાનું આપણું ધ્‍યેય હતું. સામાજિક અને આર્થિક વિકાસના લાભ સમાજના છેવાડાના માણસ સુધી પહોંચે એવો આદર્શ હતો.   આ બંધારણ અમલમાં આવ્‍યા પછી આજે પંચોતેર વર્ષ પૂરા થવા આવ્‍યા છે, દેશ આઝાદીનો/ બંધારણ નો અમળત મહોત્‍સવ ઉજવી રહ્યો છે ત્‍યારે આપણે આ બંધારણના ગુણગાન કરીને તેની આરતી ઉતારવાને બદલે આ બંધારણ દ્વારા આપણે જેવો સમાજ અને જેવા રાષ્‍ટ્રનું નિર્માણ કરવા માગતા હતા તેમાં આપણે કેટલા સફળ થયા છીએ તેની ગંભીર વિચારણા કરવાની જરૂર છે.

આ બંધારણ દ્વારા દેશમાં સમવાય તંત્રની સ્‍થાપના કરવામાં આવી છે. રાજ્‍ય સરકારો અને કેન્‍દ્ર સરકાર વચ્‍ચે સત્તાની અને કામકાજની વહેંચણી કરવામાં આવી છે.

બંધારણના ત્રણ મુખ્‍ય સ્‍તંભ છે, (૧) સંસદ કે વિધાન મંડળ (૨) કાર્યપાલિકા કે પ્રધાન મંડળ (૩) ન્‍યાય તંત્ર. હવે દરેક સ્‍તંભ વિશે વિચાર કરીએ.

(૧) સંસદ/ વિધાન મંડળ/ ધારાસભાઃ કેન્‍દ્રીય સંસદ અને રાજ્‍યોની વિધાનસભાઓમાં સભ્‍યો સીધી ચૂંટણી દ્વારા ચૂંટાઈને આવે છે. છેલ્લા ૭૫ વર્ષમાં આપણે કયાંથી કયાં પહોંચ્‍યા એનો વિચાર કરીએ તો આજે કોઈ સામાન્‍ય માણસ ચૂંટણી જીતી શકે એવી પરિસ્‍થતિ જ નથી. સત્તાધારી પક્ષ હોય કે વિરોધ પક્ષ ચુંટણીમાં નાત જાતની ગણતરીને આધારે ઉમેદવાર નક્કી થાય છે.ચુંટણી જીતવી એ પૈસાનો ખેલ બની ગયો છે.મતદાનની આગલી રાતે મતદારોને નોટોની લહાણી કરવાના બનાવ બને છે. દક્ષિણ ભારતના એક રાજ્‍યમાં ચુંટણીમાં જીત મેળવવા મતદારોને એક એક મુર્ગી અને દારૂની બોટલની વહેંચણી કરતા ઉમેદવારને જોયા છે. આ ખેલ ઘણો આગળ વધી ગયો છે. અમે ચૂંટાઈને આવીશું તો દરેક મહિલાને વર્ષે એક લાખ રૂપિયા આપીશું. કોઈ મફત લેપટોપ આપવાની વાત કરે છે તો કોઈ સ્‍કુટી આપવાનું વચન આપે છે. આ ખેલ એક દિવસ અર્થતંત્રને બરબાદ કરી દેશે. બીજી વરવી હકીકત એ છે કે સંસદમાં અને વિધાનસભામાં પૈસા અને બાહુબળના આધારે ગુંડાઓ અને માફીયાઓ ચૂંટાઈને આવે છે. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્‍સ નામની સંસ્‍થાએ કરેલા સર્વે મુજબ આજે સંસદમાં ૪૬ ટકા સભ્‍યો એવા છે કે જેની સામે ગંભીર ગુનાઓ બદલ કેસ નોંધાયેલ છે. એમાંથી ૨૭ સભ્‍યો સામે ગુના સાબિત થયેલા છે. જેની સામે ક્રિમીનલ કેસ નોંધાયેલ હોય એવી કોઈ વ્‍યક્‍તિ પટ્ટાવાળાની નોકરી માટે પણ લાયક ગણાતી નથી.જ્‍યારે રાષ્‍ટ્રદ્રોહના આરોપીઓ જેલમાં બેઠા બેઠા ચુંટણીમાં ઉમેદવારી કરી શકે અને ચૂંટાઈને સંસદ કે વિધાનસભાના સભ્‍ય બની શકે છે ! સંસદમાં ચોક્કસ પ્રકારનો પ્ર‘ પૂછવા માટે સંસદ સભ્‍ય દ્વારા કોઈ વ્‍યક્‍તિ પાસેથી આર્થિક લાભ મેળવવાના બનાવ બન્‍યા છે.  આ બધું કયાં જઈને અટકશે ? આપણે કેવી લોકશાહીનું નિર્માણ કરી બેઠા છીએ !  વિરોધ પક્ષના સભ્‍યો સંસદનું  કામકાજ શાંતિપૂર્ણ રીતે ચાલવા દેતા નથી. વિરોધ પક્ષના નેતા વિદેશમાં જઈને બિલકુલ બેજવાબદાર રીતે દેશ અને લોકશાહી ખતરામાં હોય એવી વાતો કરે છે.

 (૨) હવે વાત કરીએ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારો વચ્‍ચેના સંબંધોની. આઝાદી પછી ૨૦૧૪ સુધી કેન્‍દ્રમાં  મોટા ભાગે કોંગ્રેસની કે કોંગ્રેસની આગેવાની હેઠળની મિશ્ર સરકારો સત્તામાં રહી. બંધારણની કલમ ૩૫૬ હેઠળ કેન્‍દ્ર સરકારને એમ લાગે કે રાજ્‍ય સરકાર તેની ફરજો બજાવવામાં નિષ્‍ફળ નીવડી છે કે કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જાળવવામાં નિષ્‍ફળ નીવડી છે ત્‍યારે તે રાજ્‍ય સરકારને દૂર કરીને ત્‍યાં રાષ્‍ટ્રપતિ શાસન લાગુ કરી શકે તેવી જોગવાઈ છે. રાષ્‍ટ્રપતિ શાસન એટલે કેન્‍દ્ર સરકારનું શાસન. ૧૯૫૦ થી ૧૯૭૦ સુધીના ૨૦ વર્ષના ગાળામાં કેન્‍દ્ર સરકાર દ્વારા આ કલમનો ૨૦ વખત ઉપયોગ કરીને રાજ્‍ય સરકારોને  બરખાસ્‍ત કરીને જે તે રાજ્‍યમાં રાષ્‍ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્‍યું.  ૧૯૭૧ થી ૧૯૯૦ સુધીના ૨૦ વર્ષમાં ૬૩ વખત આ કલમનો ઉપયોગ કરવામાં આવ્‍યો, ૧૯૯૧ થી ૨૦૧૦ સુધીના ૨૦ વર્ષમાં ૨૭ વખત અને ૨૦૧૧ થી ૨૦૧૬ સુધીમાં પાંચ વખત આ કલમનો ઉપયોગ કરવામાં આવ્‍યો.  ૧૯૭૦ થી ૧૯૮૦ સુધીના ફક્‍ત ૧૦ વર્ષના ગાળામાં ૪૯ વખત આ કલમનો ઉપયોગ કરીને રાજ્‍ય સરકારને દૂર કરીને જે તે રાજ્‍યમાં રાષ્‍ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્‍યું.  ઈ. સ.૨૦૧૪ માં કેન્‍દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્‍યા પછી આજ સુધી ના ૧૦ વર્ષના ગાળામાં તેણે ફક્‍ત ત્રણ વખત આ કલમનો ઉપયોગ કર્યો છે. શ્રીમતી ઇન્‍દિરા ગાંધી વડાપ્રધાન હતાં તે સમય દરમ્‍યાન આ કલમનો સૌથી વધારે વખત ઉપયોગ થયો છે. કેન્‍દ્રને અણગમતી રાજ્‍ય સરકારને બરખાસ્‍ત કરીને ત્‍યાં રાષ્‍ટ્રપતિ શાસન લાગુ કરવા માટે કેટલીય વાર આ કલમનો દુરુપયોગ થયો હોય તેવું નથી લાગતું ?

 (૩) ૧૯૩૫ થી ૧૯૪૭ નો બાર વર્ષનો ગાળો ભારતીય ઉપખંડના ઇતિહાસમાં અત્‍યંત અગત્‍યનો રહ્યો. એક બાજુ ગાંધીજી, સરદાર પટેલ, રાજાજી, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ સહિતના દિગ્‍ગજ દેશનેતાઓની આગેવાનીમાં આખા દેશમાં જોરશોરથી ચાલતી  સ્‍વતંત્રતાની ચળવળ એના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં હતી ત્‍યારે દેશના લગભગ ૯૫ ટકા મુસ્‍લિમોના ટેકાથી મુસ્‍લિમ લીગ દ્વારા મોહમ્‍મદઅલી ઝીણાની આગેવાનીમાં પાકિસ્‍તાનની માગ સાથેની લોહિયાળ ચળવળ પણ સમાંતર રીતે ચાલતી હતી.  મુસ્‍લિમોની દલીલ એવી હતી કે મુસ્‍લિમો એક અલગ રાષ્‍ટ્ર છે, એ હિન્‍દુઓ સાથે રહી શકે નહિ,  માટે એને પાકિસ્‍તાન નામનું અલગ રાષ્‍ટ્ર મળવું જોઈએ. આઝાદીની રાષ્‍ટ્રીય ચળવળના નેતાઓ મુસ્‍લિમોની આ માગણી બાબત અવઢવમાં હતાં અથવા આ માગણીને ગંભીરતાથી લીધી નહિ. રાષ્‍ટ્રીય નેતાઓ પૈકી એક માત્ર ડૉ. બી. આર. આંબેડકર પરિસ્‍થિતિનું સાચું આકલન કરી શકયા. ઈ. સ. ૧૯૪૦ માં   Thoughts on Pakistan (પાકિસ્‍તાન બાબત વિચાર ) એ પુસ્‍તકમાં એમણે સ્‍પષ્ટ કહ્યું કે મુસ્‍લિમોની પાકિસ્‍તાનની માગણી સ્‍વીકારવી પડશે. જ્‍યારે ભારતીય ઉપખંડના ભાગલા પડે પછી પાકિસ્‍તાનમાં જે હિન્‍દુઓ,શીખો,બૌદ્ધ રહેતાં હોય તેનું સ્‍થળાંતર ભારતમાં થાય અને ભારતમાં રહેતાં મુસ્‍લિમોનું પાકિસ્‍તાનમાં સ્‍થળાંતર થાય એ જરૂરી છે. એમણે એમના ઉપરોક્‍ત પુસ્‍તકમાં યુરોપના કેટલાક દેશોમાં વસ્‍તીનું આવું સ્‍થળાંતર થયાના દાખલા પણ ટાંકયા છે. એમણે આ પુસ્‍તકમાં એમ પણ કહ્યું છે કે જો આમ નહિ થાય તો ભારતમાં કોમી સમસ્‍યા ભી જ રહેશે. પરંતુ ભારતના અતિ ઉદારવાદી નેતા મહાત્‍મા ગાંધી અને વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આમ કર્યું નહિ. જવાહરલાલ નહેરુએ બંધારણની કલમ ૨૫,૨૬ અને ૩૦ માં સુધારો કરાવીને લઘુમતીઓને (મુસ્‍લિમો અને ખ્રિસ્‍તીઓને) પોતાનો ધર્મ પાળવાની છૂટ સાથે પોતાની ધાર્મિક શિક્ષણ સંસ્‍થાઓ સ્‍થાપવાની અને પોતાના ધર્મનો પ્રચાર પ્રસાર કરવાની પણ છૂટ આપી. આમ એ લોકોને વટાળ પ્રવળત્તિ કરવાની કાયદેસર  ખુલ્લી છૂટ આપી દીધી જેના પરિણામે આજે ભારતના નવ રાજ્‍યોમાં હિન્‍દુઓ લઘુમતીમાં આવી ગયા છે. કેરળમાં મુસ્‍લિમો દ્વારા વટાળ પ્રવળત્તિ કરવા માટેના કેન્‍દ્રો ચાલે છે. ઉપખંડના  ભાગલા પડ્‍યા પછી પાકિસ્‍તાનમાંથી હિજરત કરીને ભારતમાં આવેલા હિન્‍દુઓની સ્‍થાવર જંગમ મિલકતો પાકિસ્‍તાનમાં હતી તે મિલકતોનો પાકિસ્‍તાનની સરકારે કબ્‍જો લઈને ભારતમાંથી પાકિસ્‍તાન ગયેલા મુસ્‍લિમોને આપી દીધી, જ્‍યારે ભારતમાંથી હિજરત કરીને પાકિસ્‍તાનમાં ગયેલા મુસ્‍લિમોની જે સ્‍થાવર જંગમ મિલકતો ભારતમાં હતી તે મિલકતો જવાહરલાલ નહેરુ સરકારે ઈ.સ.૧૯૫૪ માં વકફ બોર્ડ કાનૂન બનાવીને વકફ બોર્ડ બનાવ્‍યું તેને સોંપી દીધી એટલે એ મિલકતો ઉપર ભારતમાં રહી ગયેલા મુસ્‍લિમોનો કબ્‍જો રહ્યો. આઝાદી પછી ૬૦ વર્ષ સુધી કેન્‍દ્રમાં સત્તામાં રહેલી કોંગ્રસી સરકારોએ ચૂંટણીમાં મુસ્‍લિમોના મત મેળવવા માટે સતત મુસ્‍લિમ તુષ્ટિકરણની નીતિ અપનાવી. રાજીવ ગાંધી વડા પ્રધાન હતાં ત્‍યારે  મુસ્‍લિમ મહિલાઓના હિતમાં ત્રણ તલ્લાકની પ્રથાને નાબૂદ કરતો કાયદો પસાર કર્યો પરંતુ મુસ્‍લિમ આગેવાનોએ આ કાયદાનો વિરોધ કર્યો એટલે આ કાયદો પાછો ખેંચી લીધો. મુસ્‍લિમ તુષ્ટિકરણ નીતિ અંતર્ગત વકફ બોર્ડને વિશેષ સત્તા આપવા માટે કોંગ્રેસી સરકારે ૧૯૯૫ માં વકફ બોર્ડ કાનૂનમાં સુધારા કર્યાં પછી ૨૦૧૩ માં મનમોહનસિંહની કોંગ્રેસી સરકારે ફરીથી વકફ એક્‍ટમાં સુધારા કરીને  વકફ બોર્ડને એવી અમર્યાદિત સત્તા આપી દીધી છે કે એ જે મિલકત પોતાની હોવાનો દાવો કરે તેને ભારતની કોઈ કોર્ટમાં પડકારી શકાય નહિ, ભારતની સુપ્રિમ કોર્ટમાં પણ નહિ ! ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ હેઠળ સંરક્ષિત એવી ભારતભરની ૧૨૪ મિલકતો ઉપર વકફ બોર્ડે પોતાની હોવાનો દાવો કર્યો છે એમાં આગ્રાના તાજમહેલનો પણ સમાવેશ થાય છે. વકફ બોર્ડ કોઈ મિલ્‍કતના માલિકને નોટિસ આપે કે તમારી મિલકત વકફની માલીકીની છે એટલે કાં તો એ મિલકત ખાલી કરીને વકફ બોર્ડને સોંપી દેવી પડે અથવા એણે વકફ બોર્ડ દ્વારા રચાયેલી ટ્રિબ્‍યુનલ કે જેના તમામ સભ્‍યો મુસ્‍લિમ હોય તેની સમક્ષ અપીલ કરવી પડે. આવી ટ્રિબ્‍યુનલમાં એને ન્‍યાય મળે ખરો ? મિલકતનો માલિક કોઈ કોર્ટમાં તો જઈ શકતો નથી. આ કાયદાની જોગવાઈ એવી છે કે જો એ મિલકતનો માલિક મિલકત વકફ બોર્ડને સોંપે નહિ તો વકફ બોર્ડ તે મિલકત જે કલેક્‍ટરના સત્તા વિસ્‍તારમાં આવતી હોય તેને હુકમ કરી શકે કે આ મિલકતનો કબ્‍જો લઈને વકફ બોર્ડને સોંપી આપવામાં આવે ! એટલે કલેકટર એમ કરવાની ના પાડી શકે નહિ. તમે વિચાર કરો કે  કૉંગ્રેસી સરકારે કેવો કાયદો બનાવ્‍યો !  આવા કાયદાને કારણે આજે ભારતભરમાં રેલવે અને ડિફેન્‍સ પછી સૌથી વધારે મિલકતો વકફ બોર્ડ પાસે છે. કુલ સાડા આઠ લાખ એકર કરતા વધારે જમીન વકફ બોર્ડ પાસે છે. કોંગ્રેસી શાસનમાં મુસ્‍લિમોના હિતોની રક્ષા કરવા માટે ભારતમાં લઘુમતી પંચની રચના કરવામાં આવી. કેન્‍દ્રમાં અને રાજ્‍યોમાં લધુમતી મંત્રાલય બનાવ્‍યાં. મુસ્‍લિમ પર્સનલ લૉ બોર્ડ બન્‍યા. શિયા સુન્નીના લૉ બોર્ડ જુદા.જમાયતે ઉલેમાએ હિંદ અને આવી તો સેંકડો મુસ્‍લિમ સંસ્‍થાઓ અત્‍યારે ભારતમાં કાર્યરત છે. એ દરેકના આગેવાનો પોતાને મુગલ સલ્‍તનતના વારસદાર માને છે. જે મુસ્‍લિમ લીગ બળહત ભારતના ભાગલા માટે જવાબદાર હતી, આઝાદી પછી કેરળમાં કોંગ્રેસે એજ મુસ્‍લિમ લીગ સાથે સંયુક્‍ત સરકાર બનાવીને મુસ્‍લિમ લીગને બીન સાંપ્રદાયિક પક્ષ જાહેર કરી દિધો. કોંગ્રસ પક્ષનાં શ્રી મનમોહનસિંહ વડાપ્રધાન હતાં ત્‍યારે એમણે કહેલું કે ૅઆ દેશના સંસાધનો ઉપર મુસ્‍લિમોનો પહેલો અધિકાર છે.ૅ હકીકત એ છે કે આઝાદી પછી ૬૦ વર્ષ સુધી કેન્‍દ્રમાં સત્તામાં રહેલી કોંગ્રેસે મત મેળવવા માટે એટલી હદે લઘુમતીઓનું તુષ્ટિકરણ કર્યું છે કે આજે મુસ્‍લીમ ધર્મગુરુઓ અને તેના નેતાઓ પોતાને ભારતની કેન્‍દ્ર સરકાર અને ન્‍યાયતંત્રની ઉપર માને છે અને એ રીતના જાહેર નિવેદનો છાસવારે કરતાં રહે છે. બંધારણમાં માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતના તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક ધારો બનાવવાની વાત નિહિત છે, મુસ્‍લિમો એનો વિરોધ કરે છે. પાકિસ્‍તાન, બંગલાદેશ, અફઘાનિસ્‍તાન થી હિજરત કરીને ભારત આવેલા હિંદુ,શીખ, બૌધ ધર્મના અનુયાયીઓને ભારતની નાગરિકતા આપવા માટે સંસદે બનાવેલા કાયદાથી દેશના મુસ્‍લીમોની નાગરિકતાને કોઈ અસર નથી થતી છતાં મુસ્‍લિમો એનો વિરોધ કરે છે. શાહીનબાગ આંદોલન એ આ સંગઠિત લઘુમતીની દાદાગીરીનું વરવું ઉદાહરણ છે. એ લોકો શરીયા કાનૂનને દેશના બંધારણ અને કાનુનથી ઉપર માને છે. હિન્‍દુ તહેવારો દરમિયાન હિન્‍દુઓના સરઘસો ઉપર મુસલમાનો દ્વારા પત્‍થરબાજી કરવાના બનાવો દેશના કેટલાય ભાગોમાં બનતાં રહે છે. બંધારણ દ્વારા દેશમાં બિનસાંપ્રદાયિક સમરસ સમાજનુ નિર્માણ કરવાનું ધ્‍યેય કોંગ્રેસની મુસ્‍લિમ તુષ્ટિકરણની નીતિને લીધે શકય બન્‍યું નથી. દેશની સંસદે બંધારણીય રીતે બનાવેલા કાયદાઓ સામે મુસ્‍લિમોને ઉશ્‍કેરીને રોડ ઉપર લાવવાની ખુલ્લી ધમકીઓ મુસ્‍લિમ નેતાઓ છાસવારે આપતા રહે છે. કેન્‍દ્રમાં ભાજપની મજબૂત સરકાર છે એટલું સારું છે.

 (૪) બંધારણમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં૧૦ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવેલી. આ જોગવાઈ દસ વર્ષ માટે કરવામાં આવેલી. એ હકીકત સાચી છે કે સદીઓથી સામાજિક રીતે પછાત વર્ગો અનામતના લાભથી દસ વર્ષમાં સમાજના અન્‍ય વર્ગો સમકક્ષ બની શકે નહિ.  એટલે દસ વર્ષ પછી આ અનામતની મુદત બીજા દસ વર્ષ સુધી વધારવામાં આવી. દર દસ વર્ષે આ મુદત બીજા દસ વર્ષ માટે વધતી રહી. આજે પણ આ જોગવાઈ ચાલુ છે. ત્‍યાર પછી આવી જોગવાઈ અન્‍ય પછાત વર્ગો ( ઓ બી સી) માટે પણ કરવામાં આવી. જે લોકોને અનામતનો લાભ નહોતો મળતો એ લોકો આવા લાભ માટે માંગણી કરવા લાગ્‍યા, આવી માગણી સત્તાધીશો દ્વારા મંજૂર ન થતાં હિંસક આંદોલનો થયા, આજે પણ આવા આંદોલનો દેશમાં કયાંક ને કયાંક થતા રહે છે, આવા આંદોલનોમાં જાનમાલ અને જાહેર સંપત્તિનું અગણીત નુકશાન થયું છે અને હજુયે થયા કરે છે. ચૂંટણીમાં મત મેળવવા માટે સત્તાધારીઓ આવી માંગણીઓ મંજૂર કરતા રહે છે. આજે અનામતનું પ્રમાણ ૪૯ ટકા જેટલું થયું છે. કેટલાક સત્તાધારીઓ આ પ્રમાણ ૬૫્રુ  સુધી લઈ જવા માગે છે, એવા પ્રયત્‍નો પણ થયા છે, પણ સર્વોચ્‍ચ અદાલતે એને ગેરબંધારણીય ઠરાવીને રદ કરેલ છે. સૌથી મહત્‍વની વાત એ છે કે આ ૭૫ વર્ષમાં અનામતની જોગવાઈનો લાભ પછાત વર્ગના સૌથી છેવાડાના માણસ સુધી પહોંચ્‍યો છે કે નહિ તેનો સર્વે કરવો જોઈએ. એવું તો નથી બન્‍યું કે પછાત વર્ગો પૈકી કેટલાક લોકો પેઢી દર પેઢી એ જોગવાઈનો લાભ લઈ રહ્યાં છે અને છેવાડાના લોકો તેનાથી વંચિત રહ્યાં છે ? પણ આવો સર્વે થયાનું જાણમાં નથી. રાજકારણીઓએ આ જોગવાઈને ચૂંટણીમા મત મેળવવાનું સાધન બનાવી દીધું છે અને  નાગરિકોના  મૂળભુત અધિકારો કરતાં પણ એ વધારે અગત્‍યનો અધિકાર બની ગયો છે. ગમે તેવો શક્‍તિશાળી રાજનેતા પણ આ જોગવાઈની સમીક્ષા કરવાની વાત પણ કંઈ કરી શકે તેમ નથી.

 (૫) હવે વાત કરવી છે બંધારણના બીજા સ્‍તંભ એવા પ્રધાન મંડળની. કોઈ પણ કક્ષાના સરકારી અધિકારી કે કર્મચારી પાસે એની આવકના પ્રમાણ કરતાં વધારે સ્‍થાવર જંગમ મિલકતો હોવાનું જાણમાં આવે તો સક્ષમ સરકારી વિભાગ એની તપાસ કરી શકે છે. રાજ્‍ય સરકાર કે કેન્‍દ્ર સરકારના પ્રધાનોને આ નિયમ લાગુ પડતો નથી. ચૂંટણીમાં ઉમેદવારી કરતી વખતે ઉમેદવારે પોતાની સંપત્તિની જાહેરાત ઉમેદવારી પત્રમાં કરવી પડે છે, ચૂંટાયા પછી, પ્રધામંડળમાં સ્‍થાન મળ્‍યાં પછી દર વર્ષે આવી જાહેરાત કરવામાં આવે છે ખરી ? આઝાદી પછી કેન્‍દ્રમાં ૬૦ વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું. નહેરુ સરકારમાં લશ્‍કર માટે જીપો ખરીદવામાં ભ્રષ્‍ટ્રાચાર થયાના આક્ષેપો થયા, ત્‍યાર પછી આ ભ્રષ્‍ટ્રાચાર/ આર્થિક કૌભાંડોનો સિલસિલો સતત ચાલતો રહ્યો. કોલસા કૌભાંડ,બોફર્સ કૌભાંડ, કોમનવેલ્‍થ ગેમ્‍સમાં આર્થિક ગોટાળા, સિમેન્‍ટ કૌભાંડ, ટુ જી કૌભાંડ, સ્‍ટેમ્‍પ પેપર કૌભાંડ, હેલિકોપ્‍ટર ખરીદી કૌભાંડ, બિહારમાં પશુઓ માટેના ચારામાં કૌભાંડ, જમીનના બદલામાં રેલવેમાં નોકરી આપવાનું અજીબોગરીબ કૌભાંડ, કાશ્‍મીરમાં રોશની કૌભાંડ, નેશનલ હેરાલ્‍ડ કેસ,આ યાદી બહુ મોટી છે. આજના કોંગ્રેસ, આરજેડી, સમાજવાદી પક્ષ, નેશનલ કોન્‍ફરન્‍સ, પીડીપી, એનસીપી સહિતના લગભગ તમામ વિરોધ પક્ષના નેતાઓના નામ કોઈ ને કોઈ કૌભાંડમાં ખરડાયેલા છે. આ નેતાઓની સંપત્તિની તપાસ થવી જોઈએ. ભારતના પ્રબુદ્ધ નાગરિકો, રાષ્‍ટ્રપ્રેમી નિવળત્ત ન્‍યાયાધીશોને સમાવતું એક નાગરિક તપાસ પંચ બનાવીને આવી તપાસ કરીને ભારતની જનતા સમક્ષ અહેવાલ મૂકવો જોઈએ. સોનિયા ગાંધી પરિવાર, ખરગે પરિવાર, ચિદમ્‍બરમ્‌ પરિવાર, લાલુ યાદવ પરિવાર, મુલાયમસિંહ/ અખિલેશ યાદવ પરિવાર, ફારૂક અબ્‍દુલ્લા પરિવાર, માયાવતી પરિવાર, શરદ પવાર અને  સુપ્રિયા સુલે આ બધા પાસે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ કયાંથી આવી એની તપાસ થવી જોઈએ, એ લોકો કોઈ ધંધા ઉદ્યોગ તો કરતાં નથી છતાં આટલા સમળદ્ધ કેવી રીતે થઇ ગયા ? સોનિયા ગાંધી વિશ્વના ચોથા નંબરના ધનવાન મહિલા છે એવું કહેવાય છે. આટલી સંપત્તિ એમની પાસે કયાંથી આવી ?  એટલું સારું છે કે ૨૦૧૪ પછી કેન્‍દ્રમાં સત્તા ઉપર આવેલી ભાજપ સરકારના કોઈ મંત્રી સામે ભ્રષ્‍ટ્રાચારના કોઈ આક્ષેપો થયા નથી.

 (૬) હવે જોઈએ બંધારણના ત્રીજા સ્‍તંભ  ન્‍યાયતંત્રનો ટ્રેક રેકોર્ડ. આપણી ન્‍યાય પ્રણાલી મોટાભાગે  બ્રિટીશરોએ બનાવી હતી એજ છે.. તાલુકા કક્ષાની કોર્ટ, સેશન્‍સ કોર્ટ, જિલ્લા અદાલતો, રાજ્‍ય કક્ષાએ હાઇકોર્ટ અને તેના ઉપર સુપ્રીમ કોર્ટ. ન્‍યાયતંત્રનું આવું માળખુ આપણે ત્‍યાં છે. આપણા ન્‍યાયતંત્રનો પાયાનો સિધ્‍ધાંત છે ‘ સો ગુનેગાર ભલે છુટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ' ગુનેગારોને પકડીને  ન્‍યાયની દેવડીએ પહોંચાડવાનું, તેના ગળે કાયદાનો ગાળિયો કસવાનું કામ પોલીસનું છે. આજે ગુનાખોરીનું પ્રમાણ એટલું બધું છે કે પોલીસ તંત્ર ઉપર કામનું ભારણ વધારે છે, તાલીમબદ્ધ અને સક્ષમ માણસોની અછત છે એટલે ગુનો બન્‍યા પછી પુરાવા એકઠા કરવામાં, ચાર્જશીટ ફાઇલ કરવામાં વિલંબ થાય છે. કોર્ટમાં વરસો સુધી કેસ ચાલતો રહે અને આરોપી જેલમાં જ ગુજરી જાય એવા બનાવો બને છે. પૂરતા પુરાવાના અભાવે અદાલતમાં કેસ ચાલે ત્‍યારે ગુનેગાર છૂટી જવાના બનાવો બનતા રહે છે. એક યા બીજા કારણસર કોર્ટમાં તારીખો પડ્‍યા કરે અને કેસનો નિકાલ થાય નહિ. રીઢા અને ખૂંખાર અપરાધીઓ વિરુદ્ધ સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહીને નિવેદન આપતાં પણ સામાન્‍ય માણસ ડરે છે. પરીણામે એવા ગુનેગારો નિર્દોષ છૂટી જાય છે અને છૂટયા પછી ફરીથી ગુના કર્યાં કરે છે.  આવા લોકોને સજા થાય તો પણ જેલમાંથી છૂટયા પછી ફરીથી ગુના કરતાં રહે છે. આવા તત્‍વોને કાયદાનો ડર લાગે એવું છે જ નહીં. દીવાની અદાલતોની સ્‍થિતિ તો એનાથી પણ ખરાબ છે. વરસો સુધી કેસ ચાલ્‍યા કરે, કેટલાક કિસ્‍સામાં કેસનો ચુકાદો આવ્‍યા પહેલા અરજદાર કે આરોપી ગુજરી જવાના કિસ્‍સા પણ બનતા રહે. જૂના કેસોનો નિવેડો જલ્‍દી આવે નહિ અને  રોજ નવા કેસો  ફાઇલ થયા કરે અને અદાલતોમાં કેસનો ભરાવો થતો રહે. આજે દેશની અદાલતોમાં પાંચ કરોડ જેટલા કેસ પેન્‍ડિંગ છે અને બ્રિટીશરોએ આપણને વારસામાં આપેલી ન્‍યાયપદ્ધતિમાં અદાલતોમાં દિવાળી અને ઉનાળુ વેકેસનો પણ પડે ! દેશના નાગરિકોને  સસ્‍તો,સુલભ અને ઝડપી ન્‍યાય આપવામાં આપણું ન્‍યાયતંત્ર સદંતર નિષ્‍ફળ ગયું છે. ન્‍યાયતંત્ર માટે તમામ નાગરિકો સમાન છે એ સિદ્ધાંત છે, પરંતુ વાસ્‍તવમાં સત્તાધારીઓ, રાજકારણીઓ, કરોડપતિઓ સુપ્રીમ કોર્ટ સુધી અગ્રતાક્રમ ધરાવતાં હોય તેવું સ્‍પષ્ટ પ્રતીત થાય છે.માનહાનિના કેસમાં સુરતની અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરી, ગુજરાત હાઇકોર્ટે પણ એની અપીલ નકારી કાઢી, પછી સુપ્રીમ કોર્ટે એ સજા સામે સ્‍ટે આપ્‍યો. દિલ્‍હીમાં શરાબ નીતિ ગોટાળામાં સામેલ દિલ્‍હીના મુખ્‍ય મંત્રી અરવિંદ કેજરીવાલ સામે સીબીઆઇ એ ચાર્જશીટ ફાઇલ કરતા અરવિંદ કેજરીવાલ જેલમાં હતાં,  સંસદની સામાન્‍ય ચૂંટણીમાં પોતાના પક્ષનો પ્રચાર કરી શકે એ માટે સુપ્રીમ કોર્ટે એમને જામીન ઉપર છોડ્‍યા ! નેશનલ હેરાલ્‍ડ  કેસમાં કોંગ્રેસના સુપ્રીમો સોનિયા ગાંધી,કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રસના અન્‍ય ત્રણ નેતાઓને જામીન ઉપર છોડતી વખતે મેટ્રો પોલીટન મેજિસ્‍ટ્રેટે જે નોંધ કરી છે તે આવી છે ‘  The accused are reputed persons having deep political grassroots and there is no apprehension that  they will flee' એનો સીધો અર્થ એવો જ થાય કે કોર્ટ એને સામાન્‍ય નાગરિકો કરતા ઉપરની કેટેગરીના  નાગરિકો માને છે. સુપ્રીમ કોર્ટમાં કેટલાક વકીલો એવા છે જે સંસદ ઉપર હુમલો કરનાર ત્રાસવાદીને થયેલી ફાંસીની સજા રોકવા માટે પોતે કરેલી અપીલની સુનાવણી કરવા  મધરાતે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલાવીને કાર્યવાહી કરાવે. દેશના ટુકડા કરવાની ખુલ્લી ધમકી આપનારા ટુકડે ટુકડે ગેંગના દેશદ્રોહીઓને બચાવવા માટે આ વકીલો પીટીશન ફાઇલ કરતા રહે છે. સુપ્રીમ કોર્ટમાં આશરે ૮૬૦૦૦ જેટલા કેસ પેંડિંગ હોવા છતાં સુપ્રીમ કોર્ટ ઉપરોક્‍ત વકીલોની રાષ્‍ટ્રદ્રોહીઓને સજા  થતી રોકવા માટે કરેલી અરજીઓની તત્‍કાળ સુનાવણી પણ કરે ! નિર્દોષ નાગરિકોની હત્‍યા કરનારા ત્રાસવાદીઓના માનવ અધિકારોની ચિંતા કરનાર માનવ અધિકાર પંચ પણ આપણે ત્‍યાં બેરોકટોક કાર્યવાહી કરતું રહે છે. મુંબઈ હુમલાના આરોપી કસાબને ફાંસી આપવામાં કેટલા વર્ષ નીકળી ગયા! બંધારણના ત્રણ સ્‍તંભ પૈકી ન્‍યાય તંત્રની કામગીરી સામાન્‍ય માણસ માટે સૌથી વધારે નિરાશાજનક છે.

૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૩ ના રોજ વડાપ્રધાનશ્રીની આર્થિક સલાહકાર સમિતિના તત્‍કાલીન વડા શ્રી બિબેક દેબરાયે ( તા.૦૧-૧૧-૨૦૨૪ ના રોજ તેમનું અવસાન થયું ) અંગ્રેજી અખબાર ‘ મીન્‍ટ' માં એક લેખ લખ્‍યો. તેમાં તેમણે ભારતને એક નવા બંધારણની જરૂર છે એ વિશે તર્કબદ્ધ દલીલો કરી. આ બંધારણથી જેમને બખ્‍ખા થઈ ગયા છે અને પોતાનો પરિવારવાદી એજન્‍ડા ચલાવવાનું ફાવી ગયું છે તેવા વિરોધ પક્ષના નેતાઓએ કાગારોળ મચાવી મૂકી કે ‘મોદી સરકાર બંધારણ બદલી નાખવા માગે છે, એ લોકોએ આક્ષેપ કર્યો કે બંધારણ બદલી નાખવાનો વિચાર બીબેક દેબરાયનો નથી, મોદી સરકારનો છે. વડા પ્રધાનશ્રીની આર્થિક સલાહકાર સમિતિના વડા આવો વિચાર કેવી રીતે રજૂ કરી શકે ?' ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ઇન્‍ડી ગઠ બંધનના તમામ પક્ષોએ આને ચૂંટણીનો મુદ્દો બનાવીને મતદારોને ભ્રમિત કરવા માટે સતત અપપ્રચાર કર્યો. ભારતીય જનતા પાર્ટી બંધારણ બદલી નાખીને અનામત નાબૂદ કરવા માગે છે, ભારતને હિન્‍દુરાષ્‍ટ્ર બનાવવા માગે છે એવો  અપપ્રચાર ઇન્‍ડી ગઠ બંધનના નેતાઓએ સતત કર્યો. આ પ્રચારથી ભારતીય મતદારો પૈકી કેટલાક વર્ગો પ્રભાવિત પણ થયા એ હકીકત છે.

ઈ.સ. ૨૦૦૦ માં કેન્‍દ્રમાં અટલબિહારી વાજપેયીના વડપણ હેઠળની એન.ડી.એ.ની સરકાર હતી ત્‍યારે સુપ્રીમ કોર્ટના નિવળત્ત ચીફ જસ્‍ટિસ એમ.એન. વેંકટચેલૈયાના પ્રમુખપદ હેઠળ,  છેલ્લા ૫૦ વર્ષમાં બંધારણના કાર્યાનવયનની સમીક્ષા કરવા અને ભારતના સામાજિક, શૈક્ષણીક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે આવેલા પરિવર્તનના સંદર્ભમાં બંધારણના મુળભુત માળખાને આંચ ન આવે એ ધ્‍યાનમાં રાખીને સુધારા સૂચવવા માટે  એક ‘નેશનલ કમિશન ટુ રીવ્‍યુ ધી ર્વકિંગ ઓફ ધ કોન્‍સ્‍ટીટયુશન ( NCRWC )' ની રચના કરવામાં આવેલી. આ કમિશનમાં કુલ અગિયાર સભ્‍યો હતા. બે વર્ષના વિશદ વિચાર વિમર્શ પછી આ સમિતિએ તા.૩૧-૦૩-૨૦૦૨ ના રોજ ૧૯૭૯ પાનાનો વિસ્‍તળત રિપોર્ટ તત્‍કાલીન કાયદા મંત્રી અરૂણ જેટલીને આપ્‍યો. આ રિપોર્ટ બે ભાગમાં છે. પહેલા ભાગમાં સમિતિએ બંધારણમાં સૂચવેલા સુધારા છે અને બીજા ભાગમાં વિચાર વિમર્ષનો વિગતવાર અહેવાલ છે.અટલબિહારી વાજપાઈની સરકાર પછી કેન્‍દ્રમાં આવેલી સરકારોએ આ સમિતિની ભલામણોનો અમલ કર્યો નહિ અને આમ પક્ષીય રાજકારણે દેશ હિતમાં નિષ્‍ણાતોએ કરેલી ભલામણોનો અમલ થવા દિધો નહિ. નૈતિક કે અનૈતિક માર્ગો અપનાવીને દેશ અને સમાજના હિતોનો ભોગ લઈને પણ સત્તા મેળવવાના રાજકીય પક્ષોના નેતાઓના  પ્રયત્‍નોએ આ દેશના સારા બંધારણને નિષ્‍ફળ બનાવી દીધું છે. બંધારણની નિષ્‍ફળતા માટે આ દેશના નાગરિકો પણ એટલાજ જવાબદાર છે. અંહિ અમેરિકાના ત્રીજા પ્રમુખ થોમસ જેફરસનનું એક વાકય ટાંકવું પડે તેમ છે. તેમણે કહ્યું હતું ૅ eternal vigilance is the price of liberty"  કાયમી સતર્કતા એ સ્‍વાતંત્ર્યની કિંમત છે. ઈ.સ. ૧૯૭૫ માં તત્‍કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્‍દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે આખા દેશમાં કટોકટી જાહેર કરીને વિરોધ પક્ષના તમામ નેતાઓ સહિત એક લાખ લોકોને જેલમાં નાખીને બંધારણમાં ૪૨ મો સુધારો સંસદમાં નીરવિરોધ પસાર કરીને પોતાની એકહથ્‍થુ સરમુખત્‍યારશાહી સ્‍થાપવાનો પ્રયાસ કર્યો, ન્‍યાયતંત્રની સર્વોપરિતાનો ભંગ કરીને એમણે કહ્યાગરું ન્‍યાયતંત્ર બનાવવાનો, નાગરિકોના મૂળભુત અધિકારોને બાધિત કરવાનો પ્રયાસ કર્યો ત્‍યારે દેશના મોટાભાગના નાગરિકો મૂક સાક્ષી બનીને જોતાં રહ્યાં. અંહિયા એક તાજેતરનો બનાવ જોઈએ. ૩ડિસેમ્‍બર ૨૦૨૪ ના રોજ દક્ષિણ કોરિયાના પ્રમુખ યુને દેશમાં માર્શલ લોની (કટોકટીની) જાહેરાત કરી, આખા દેશમાં નાગરિકો આ જાહેરાતના વિરોધમાં રોડ ઉપર દેખાવો કરવા લાગ્‍યા, નાગરિકોના દેશવ્‍યાપી વિરોધ પછી માત્ર છ  કલાક પછી રાષ્‍ટ્ર પ્રમુખ યુનને આ જાહેરાત પાછી ખેંચી લેવાની ફરજ પડી. એટલુંજ નહિ દક્ષિણ કોરિયાના સાંસદોએ સંસદમાં તેના ઉપર મહાઅભિયોગ નો ઠરાવ પસાર કરીને એમને રાષ્‍ટ્ર પ્રમુખના પદ પરથી હટાવી દીધા છે. સંસદ,દેશ અને બંધારણને બચાવવા માટે  દક્ષિણ કોરિયાના નાગરિકોએ અદ્ભુત એકતા અને સક્રિયતાનું પ્રદર્શન કર્યું.

 ૨૦૧૯ માં મોદી સરકારે નાગરિકતા કાનૂનમાં સંશોધન કર્યું. પાકિસ્‍તાન, બંગલા દેશ અને અફઘાનિસ્‍તાનમાં ધાર્મિક ભેદભાવ અને અત્‍યાચારથી  બચવા માટે ભારતમાં આવેલા હિંદુ,શીખ અને બૌધ ધર્મના અનુયાયીઓને ભારતીય નાગરિકતા આપવા માટે આ સંશોધન કરવામાં આવ્‍યું. આ કાનૂન સુધારાથી ભારતના કોઈ નાગરિકની નાગરિકતા છીનવાઈ જવાની નહોતી છતાં ભારતના કેટલાક મુસ્‍લિમ સંગઠનોએ મુસ્‍લિમ મહિલાઓ અને બાળકોને આગળ રાખીને નવી દિલ્‍હીના શાહીનબાગ વિસ્‍તારમાં આ કાયદા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું અને સતત ચાર મહિના સુધી દિલ્‍હીના હાઈવે અવરુદ્ધ કર્યાં, દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‍યો. અંતે કોરોનાના અનુસંધાને દેશભરમાં લોકડાઉન જાહેર થતાં પોલીસે આ વિસ્‍તાર ખાલી કરાવ્‍યો. એવુંજ બીજું ઉદાહરણ દિલ્‍હીની બોર્ડર ઉપર પંજાબ અને હરિયાણાના માલેતુજાર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ખેડૂત આંદોલનનું છે. ૨૦૧૪ માં કેન્‍દ્રમાં શ્રી નરેન્‍દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળ બનેલી ભાજપની સરકાર ખેડૂતોની સુખાકારી અને આવક વધે તે માટે સતત કાર્યશીલ રહી છે. ૨૦૨૦ માં આ સરકારે ત્રણ કળષિ સુધારા કાનૂન બનાવ્‍યાં. આ કાયદાથી સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થાય તેમ હતો. દેશમાં ખેત ઉત્‍પાદન વધે અને ખેડૂતો પોતાનું ખેત ઉત્‍પાદન પોતાને વધારે આવક મળે તે રીતે પોતાની મરજી મુજબ ગમે ત્‍યાં વેચી શકે એવી સ્‍વતંત્રતા ખેડૂતોને મળતી હતી. સહકારી મંડીઓમાં પોતાના ભાવે ખેડૂતો પાસેથી ખેત પેદાશો ખરીદીને કરોડોનો નફો રળીને અત્‍યંત ધનવાન બની ગયેલા પંજાબ અને હરિયાણાના કેટલાક ખેડૂતોને આ કાયદાથી દર વર્ષે કરોડોની આવક ગુમાવવી પડે તેમ હતી એટલે આ સમળદ્ધ  ખેડૂતોએ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોને ગેરમાર્ગે દોરીને દિલ્‍હીની શંભુ બોર્ડર અને અન્‍ય જગ્‍યાઓ ઉપર હાઈવે જામ થાય એ રીતે મહિનાઓ સુધી આંદોલન કર્યું. આ કહેવાતા ખેડૂતોએ આંદોલનની જગ્‍યાએ તમામ સુવિધઓથી સજ્જ એવા ટેન્‍ટ બનાવ્‍યા અને તેમાં રહીને મહિનાઓ સુધી દિલ્‍હીના હાઈવે બ્‍લોક કરી દીધા. દિલ્‍હી અને આજુબાજુનાં પ્રદેશના નાગરિકોને અસહ્ય હેરાનગતિ ભોગવવી પડી. કેટલાક વિરોધ પક્ષો, લિબરલ ડાબેરીઓ, કહેવાતા ખડૂસ કર્મશીલો, ખુલ્લે આમ નરેન્‍દ્ર મોદીની સરકારને પાડી દેવાના કાવતરા કરતાં અમેરીકા સ્‍થિત અબજોપતિ જ્‍યોર્જ સોરોસ અને અન્‍ય ડીપ સ્‍ટેટના હાથા તરીકે  ભારતમાં કામ કરતાં વિરોધ પક્ષનાં નેતાઓ અને પત્રકારોએ  આવા આંદોલનોને ટેકો આપ્‍યો અને હજી આપતાં રહે છે. આવા સમયે આખા દેશના ખેડૂતો અને નાગરિકોની ફરજ હતી કે ખુલ્લેઆમ રાષ્‍ટ્ર વ્‍યાપી આંદોલનો કરીને આ રાષ્‍ટ્ર વિરોધી તાકાતો સામે લડવામાં કેન્‍દ્ર સરકારને નૈતિક બળ પૂરું પાડે. દેશના આમ નાગરિકો આ કામ કરવામાં નિષ્‍ફળ રહ્યા. સમગ્ર દેશના ખેડૂતોને ફાયદો થાય તેવા ત્રણ કળષિ કાયદા નરેન્‍દ્ર મોદીની સરકારે પાછા ખેંચી લેવા પડ્‍યા. પરિણામે રાષ્‍ટ્ર વિરોધી શક્‍તિઓની હિંમત વધતી ગઈ.

 સંસદની કાર્યવાહી સુચારુરૂપે ચાલે નહિ એટલા માટે સંસદમાં ગેરબંધારણીય રીતે રોજ હંગામો કરતા વિરોધ પક્ષના નેતાઓ બંધારણની ચિંતા કરે છે ! આ લોકોએ એવી પરિસ્‍થિતિનું નિર્માણ કર્યું છે કે કોઈ વિચારક પોતાનો સ્‍વતંત્ર અભિપ્રાય આપતા અચકાય. આપણા અત્‍યારના બંધારણને અમલમાં આવ્‍યાને ૨૬ જાન્‍યુઆરી ૨૦૨૫ ના રોજ ૭૫ વર્ષ પૂરા થશે. આજે ભારત વિશ્વની પાંચમી આર્થિક શક્‍તિ છે, આણ્‍વિક શષાો ધરાવતી વિશ્વની ચોથા નંબરની લશ્‍કરી તાકાત છે, વિશ્વમાં સૌથી વધારે ઝડપે વિકસતું અર્થતંત્ર છે, વિશ્વમાં સૌથી વધારે વસ્‍તી ધરાવતો દેશ છે. અવકાશ વિજ્ઞાનમાં આપણાં ઈસરો નો આખા જગતમાં દબદબો છે. વિશ્વમાં સૌથી વધારે યુવા વસ્‍તી આપણે ત્‍યાં છે. આપણા ડોકટરો અમેરિકા અને ઇંગ્‍લેન્‍ડની આરોગ્‍ય સેવામાં અગ્રણી ભૂમિકા ભજવે છે. આપણા સોફ્‌ટવેર ઇજનેરો અમેરિકા,બ્રિટન, જર્મની, ફ્રાન્‍સ સહિતના દુનિયાના તમામ વિકસિત દેશોમાં મહત્‍વનું યોગદાન આપી રહ્યા છે. આજે બદલાયેલા સમય અને સંજોગોમાં આપણો દેશ ગંભીર આંતરિક  અને વૈશ્વિક પડકારોનો સામનો કરી રહ્યો છે. આપણા પાડોશી દેશોની સ્‍થિતિ જુઓ. પાકિસ્‍તાનમાં રાજકીય અંધાધૂંધી અને આર્થિક બરબાદી છે, અફઘાનિસ્‍તાનમાં કટ્ટર ઇસ્‍લામી શાસન છે, શ્રી લંકામાં ચીન તરફી પક્ષનું શાસન છે, બાંગ્‍લાદેશમાં મહમદ યુનુસની વચગાળાની સરકાર નામની જ છે, કટ્ટર ઇસ્‍લામી તત્‍વોનો ઉત્‍પાત ચાલુ છે અને હિંદુઓનું અસ્‍તિત્‍વ જોખમમાં છે, મ્‍યાનમારમાં લશ્‍કરી શાસન છે અને આરકાન આર્મી તેની સામે સતત લડી રહી છે; આખા દેશમાં અશાંતિની આગ ફેલાયેલી છે. નેપાળમાં ચીન તરફી અસ્‍થિર સરકાર છે, આપણા દેશની સરહદે ચીન અને પાકિસ્‍તાન દ્વારા ત્રાસવાદ ફેલાવવાના નાપાક કળત્‍યો ચાલુ જ છે. દેશના કેટલાક રાજ્‍યોમાં માઓવાદીઓનો ઉત્‍પાત હજુ ચાલુ છે, અમેરિકન અબજોપતિ જ્‍યોર્જ સોરોસ અને અન્‍ય ડીપસ્‍ટેટ આપણા વિરોધ પક્ષના નેતાઓ અને દેશદ્રોહી તત્‍વોનો સાથ લઈને  આંદોલનો દ્વારા દેશમાં અરાજકતા અને અસ્‍થિરતા ફેલાવવાના પ્રયત્‍નો કરતા જ રહે છે ત્‍યારે આપણા દેશને એક નવા બંધારણની જરૂર છે જે આ દેશની સામાજીક,આર્થિક,રાજકીય અને વૈજ્ઞાનિક પ્રગતિને અને દેશના સર્વાંગી વિકાસને નવો આયામ આપી શકે. ૨૦૦૨ ના વેંકટચેલૈયા સમિતિએ પોતાના રિપોર્ટમાં કરેલી ભલામણો તેમજ ત્‍યાર પછી આજસુધીમાં ઉદ્ભવેલી પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઈને રાષ્‍ટ્રની એકતા, અખંડિતતા અને લોકો અને લોકશાહીના હિતમાં હાલના બંધારણમાં આવશ્‍યક વ્‍યાપક સુધારા કરીને તેને નવું સ્‍વરૂપ આપવાની તાતી જરૂરીયાત છે. બંધારણ એ ભગવતગીતા નથી કે એમાં ફેરફાર ન કરી શકાય. ૧૯૫૦ માં અમલમાં આવ્‍યા પછી આજ સુધીમાં આ બંધારણમાં ૧૨૫ થી વધારે સુધારા કરવામાં આવ્‍યા છે એટલે બંધારણનું સ્‍વરૂપ આજ સુધીમાં ઘણું બદલાયું છે.  આ બંધારણમાં ઘણી બધી બાબતો બ્રિટીશરોએ ૧૯૩૫  માં બનાવેલા  Government of India Act માંથી લેવામાં આવી છે એટલે ઘણા વિદ્વાનો એને બ્રિટિશ વારસો પણ ગણાવે છે. ડૉ. બી. આર. આંબેડકરે કહ્યું છે કે ૅબંધારણ ગમે તેટલું સારું હોય, પરંતુ એનો અમલ કરવાની જવાબદારી જેમના પર છે એ જો અપ્રામાણિક હોય તો એ ખરાબ સિદ્ધ થયા વિના રહેશે નહિ. એ જ રીતે બંધારણ ગમે તેટલું ખરાબ હોય, તેને લાગુ કરનારા જો પ્રામાણિક હોય તો એ સારું સિદ્ધ થયા વિના રહેશે નહિ. પોતાનો ઉદ્દેશ પૂરો કરવા માટે ગેરબંધારણીય માર્ગનો આધાર લેવામાં આવે તો બંધારણ ગમે તેટલું સારૂં હોય તો પણ એ નિષ્‍ફળ જશે એ કહેવા માટે કોઈ ભવિષ્‍યવેત્તાની જરૂર નથીૅ  આ બંધારણ ટકશે કે નષ્ટ થશે એનો આધાર લોકો અને રાજકીય પક્ષો કેવો વ્‍યવહાર કરે છે તેના ઉપર રહેશે એવો એમનો અભિપ્રાય હતો. આજે આપણા દેશની અને આપણી લોકશાહીની જે સ્‍થિતિ છે એણે ડૉ. આંબેડકરની ભવિષ્‍યવાણીને સાચી ઠેરવી છે. સત્તા મેળવવા માટે અપ્રામાણિક રસ્‍તાઓ અપનાવીને રાજકીય પક્ષોએ આપણા સારા બંધારણને નિષ્‍ફળ બનાવી દીધું છે. સત્તા ઉપર આવવા માટે મતનું રાજકારણ, અનામતનું રાજકારણ તેમજ લઘુમતીઓના તુષ્ટિકરણ , ભાષાવાદ, પ્રાંતવાદ,જાતિવાદના હીન માર્ગો અપનાવીને બંધારણના ઉદ્દેશોની હત્‍યા કરી છે, સમાજ અને દેશમાં જ્ઞાતિવાદ અને જાતિવાદનું ઝેર ફેલાવીને રાષ્‍ટ્રને ભયંકર નુકશાન પહોંચાડ્‍યું છે. કોઈપણ દેશનું બંધારણ એ દેશની સંસ્‍કળતિ, ધર્મ, અખંડિતતા અને અસ્‍મિતાનું રક્ષણ કરી શકે તેવું હોવું જોઈએ. આ માપદંડથી જોઈએ તો આપણું અત્‍યારનું બંધારણ ઘણે અંશે નિષ્‍ફળ ગયું છે. આવા સંજોગોમાં આપણા દેશને એક નવા બંધારણની તાતી જરૂર છે. આ સંદર્ભમાં ડૉ. બી. આર. આંબેડકરે બંધારણ સભામાં આપેલા વક્‍તવ્‍યના કેટલાંક અંશો જોઈએ ૅ  ……not only India has once before lost her independence, but she lost it by the infidelity and treachery of some of her own people. Will history repeat itself ? It is this thought which fills me with anxiety. This anxiety is deepened by the realisation of the fact that in addition to our enemies in the form of castes and creeds, we are going to have many political parties with diverse and opposing creeds. Will Indian place the country above their creeds or will they place creed above country ? I do not know. But this much is certain that if the parties place creed above country, our independence will be put in jeopardy a second time and probably be lost for ever. This eventuality we must all resolutely guard against. We must be determined to defend our independence with the last drop of our blood"

લોક પ્રતિનિધિત્‍વ કાનૂનમાં એવું સંશોધન કરવું જોઈએ કે કોઈ અપરાધી વ્‍યક્‍તિ અથવા જેની સામે ગંભીર ગુના નોંધાયેલ હોય તેવો કોઈ નાગરિક રાજયની ધારાસભા, સંસદ કે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ લડી શકે નહિ. અત્‍યારે જે સંસદ સભ્‍યો/ધારાસભ્‍યો સામે દીવાની/ ફોજદારી કેસો પેન્‍ડિંગ છે તે ચલાવવા માટે ખાસ અદાલત બનાવી છ મહિનામાં તેનો નિકાલ કરવો જોઈએ અને ગુનેગાર સાબિત થાય તેનું સંસદ કે ધારાસભાનું સભ્‍યપદ રદ કરી દેવું જોઈએ.

છેલ્લા દસ વર્ષમાં સતત નાના મોટા ઘણા અપરાધો કરનારા રીઢા ગુનેગારો, રાષ્‍ટ્રની એકતા અને અખંડિતતાને તોડવા માટેની પ્રવળત્તિમાં સંડોવાયેલા રાષ્‍ટ્ર વિરોધી તત્‍વો, ત્રાસવાદી કળત્‍યોમાં સંડોવાયેલા સંગઠનો અને તેના સભ્‍યો, રાષ્‍ટ્ર વિરોધી તત્‍વોને આશ્રય અને આર્થિક ભંડોળ પૂરું પાડતા માણસો, ડ્રગ્‍સની હેરાફેરીમાં સંડોવાયેલ વ્‍યક્‍તિઓ સામે કેસ ચલાવવા સમરી ટ્રાયલ કોર્ટો ની રચના કરવામાં આવે અને આવી કોર્ટમાં કેસ દાખલ થયા પછી બે અઠવાડિયામાં તેનો ચુકાદો આવે, આ ચુકાદા સામે અપીલ ફક્‍ત સમરી ટ્રાયલ અપિલેટ ટ્રિબ્‍યુનલમાં જ થઈ શકે અને આ ટ્રિબ્‍યુનલમાં ફક્‍ત બે અઠવાડિયામાં તેનો નિકાલ થાય તેવી વ્‍યવસ્‍થા થવી જોઈએ. અપીલેટ ટ્રિબ્‍યુનલના હુકમ સામે કોઈ કોર્ટમાં રિવિઝન અરજી થઈ શકે નહિ એવી વ્‍યવસ્‍થા થવી જોઈએ. આ ટ્રિબ્‍યુનલના હુકમનો ફક્‍ત બે અઠવાડિયાની મુદતમાં અમલ કરવામાં આવે તેવી વ્‍યવસ્‍થા કરવી જોઈએ. ત્‍વરીત ન્‍યાયનું આ મોડ્‍યુલ રાષ્‍ટ્ર હિતમાં અપનાવવું જરૂરી છે.

દેશ દ્રોહીઓ અને ત્રાસવાદીઓને માટે અમેરિકાએ ‘ગ્‍વાટેનામો' માં ટાપુ ઉપર બનાવેલા ડિટેન્‍શન કેમ્‍પ જેવો જ કેમ્‍પ અંદામાન નિકોબરમાં બનાવવો જોઈએ. આવા ગુનેગારો રાષ્‍ટ્ર અને સમાજ માટે ભયજનક છે. ચાણકયની ભાષામાં આ કંટક નિર્મૂલન અતિ આવશ્‍યક છે. આપણુ રાષ્‍ટ્ર, આપણી સર્વ સમાવેશી સંસ્‍કળતિ અને લોકશાહી વ્‍યવસ્‍થાને બચાવવા માટે બંધારણમાં જરૂરી સુધારા સત્‍વરે કરવા જોઈએ.

અંતમાં બંધારણને શબ્‍દબધ્‍ધ કરનાર અત્‍યંત દૂરદર્શી  વિચારક અને મેધાવી વ્‍યક્‍તિત્‍વના સ્‍વામી એવા ડૉ. બી. આર. આંબેડકરે ૧૯૫૩ માં સંસદમાં બંધારણ વિશે પોતાની અસહમતી વ્‍યક્‍ત કરતાં જે કહ્યું હતું તેની નોંધ લેવી જોઈએ. તેમણે કહ્યું હતું  કે People always keep on saying to me " Oh, you are the maker of the constitution" My answer is I was hack. What I was asked to do, I did much against my will. ( લોકો મને હંમેશા કહ્યા કરે છે કે ‘અરે તમે  બંધારણના ઘડવૈયા છો' મારો જવાબ એ છે કે મને એ કામ સોંપવામાં આવ્‍યું હતું અને મોટા ભાગે  મારી ઈચ્‍છા વિરુદ્ધ મેં એ કર્યું છે.) (૪.૩૨)

 

 

-:: આલેખન ::-

આર. બી. ગણાત્રા

રાજકોટ

મો.નં. ૯૪ર૮ર ૦ર૦૩૯

(11:48 AM IST)