<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

‘મને નવો મોબાઇલ ફોન લઇ દે' કહી શ્રધ્‍ધાબેન ચૌહાણને પતિ ભાવીને ફડાકા મારી ધમકી આપી

રેસકોર્ષ રીંગ રોડ બીગબાઇટની સામે બનાવઃ પતિ વિરૂધ્‍ધ પ્ર.નગરમાં ફરિયાદ

રાજકોટ, તા. ર૮: રેસકોર્ષ રીંગ રોડ પર બીગબાઇટ સામે પરણીતાને નવો મોબાઇલ લઇ દેવા બાબતે પતિએ ઝઘડો કરી ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રધ્‍યુમનનગર પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર શીવરંજની પાર્ક શેરી નં. ૩ માં રહેતા શ્રધ્‍ધાબેન ભાવીનભાઇ ચૌહાણ (ઉ.વ. ર૭) એ પ્રધ્‍યુમનગર પોલીસ મથકમાં પતિ ભાવીન ગોપાલભાઇ ચૌહાણ (રહે. પંચનાથ રેસીડેન્‍સી શેરી નં. ૧ મોરબી રોડ) સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે સાતેક વર્ષ પહેલા મોરબી રોડ રાજનગર સોસાયટીમાં રહેતા ભાવીન ગોપાલભાઇ ચૌહાણ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. પોતાને સંતાનમાં છ વર્ષની પુત્રી છે. પોતે છ મહિનાથી અલગ રહે છે. ત્રણ મહિના પહેલા પ૦ ફુટ રોડ ડીમાર્ટ પાસે શ્રી બંગ્‍લોઝમાં રહેતા મિતુલ ભગવાનજીભાઇ રામાણી સાથે મૈત્રી કરાર કરી તેની સાથે રહે છે. ગઇકાલે રાત્રે પોતે જેની સાથે મૈત્રી કરાર કરેલ તે મિતુલ રામાણી બંને રેસકોર્ષ રીંગ રોડ પર બીગ બાઇટની સામે ફુટપાથ પર બેઠા હતા, ત્‍યારે પતિ ભાવીન ત્‍યાં આવીને પોતાને કહેલ કે ‘મને નવો મોબાઇલ ફોન લઇ દે' તેમ કહી જોર જોરથી રાડો પાડવા લાગ્‍યો હતો. જેથી પોતે તેને કહેલ કે ‘અત્‍યારે તુ જતો રહે સવારે હું તને નવો મોબાઇલ ફોન લઇ આપીશ' તેમ કહેતા પતિ એકદમ ઉશ્‍કેરાઇ જઇ પોતાની સાથે ઝઘડો કરી ગાળો આપતા પોતે તેને ગાળો આપવાની ના પાડતા તેણે પોતાને બે ઝાપટ મારી અને ‘તુ રસ્‍તામાં કયાંય પણ ભેગી થઇશ તો તને જાનથી મારી નાખીશ' ધમકી આપી જતો રહયો હતો. આ બનાવ અંગે પોતે પ્રનગર પોલીસમાં જાણ કરતા એ.એસ.આઇ. કે.બી. રાઠોડ પોતાની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:38 PM IST)