News of Tuesday, 28th January 2025
એસએનકેમાં વિદ્યાર્થીનીઓની પજવણી પ્રશ્ને ડીઇઓને રજુઆત કરતુ એબીવીપી

રાજકોટ તા. ર૮: ર૬ જાન્યુઆરી ર૦રપના ટી.એન. રાવ કોલેજના ટ્રસ્ટી નિદત બારોટના સાનિધ્યમાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ જામનગર એર સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શાનદાર એર શો નિહાળ્યો હતો. સૂર્યકિરણ ટીમના રોમાંચક અને દ્રષ્ટિ આકર્ષક હવાઇ શો થી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ થઇ ગયા આ એર શો માત્ર દ્રષ્ટિપ્રદાન નથી. પરંતુ યુવાનોમાં દ઼ેશપ્રેમ અને સંરક્ષણક્ષેત્રે સહભાગીતાની પ્રેરણા જાણવામાં મહત્વપૂર્ણ છે.
છાત્રોને સૂર્યકિરણ એરોબેટિક ટીમ ભારતીય વાયુસેનાના રાજદૂત અને તેમના આગવા ટીમ વર્ક માટે જાણીતી છે. ટીમના સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક એમકે-૧૩ર જેટને પણ નિહાળવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
કાર્યક્રમને સફળ બનાવવામાં શુભમ રાઠી અને કોલેજના અધ્યાપકો રામુ ખીંટ, શ્રુતિ જીવાની, તન્વી હેરમા તેમજ રોટરેકટ કલબ ઓફ ટી.એન. રાવ કોલેજના સભ્યોનું યોગદાન ટી. એન. રાવ કોલેજના ટ્રસ્ટી નિદત બારોટે કાર્યક્રમને સફળ બનાવનાર ભારતીય વાયુસેનાના અધિકારીઓનો આભાર વ્યકત કર્યો હતો.
(3:06 PM IST)










