News of Tuesday, 28th January 2025
પીઝા કન્ટ્રીમાંથી પ કિલો અખાદ્ય ગાર્લીક બ્રેડનો નાશ
શહેરના યુનિ.રોડ ખાતે ઇન્દીરા સર્કલ પાસે મનપા ત્રાટકયું :હનુમાન મઢીથી રૈયા ચોકડી સુધીમાં ૪ ખાણી-પીણીના ધંધાર્થીઓને લાઇસન્સ અંગે સુચનાઃ ખાદ્યતેલના બે નમુના લેતી ફુડ શાખા

રાજકોટ તા.૨૮: મનપા દ્વારા શહેરભરમાં ખાદ્ય પદાર્થ ઉત્પાદકો- વેચાણકર્તાઓને ત્યાં ચેકીંગ કરવામાં આવી રહયું છે, જે અન્વયે ફુડ શાખા દ્વારા ઇન્દીરા સર્કલ પાસેના પીઝા કન્ટ્રીમાંથી ગાર્લીક બ્રેડનો પ કિલો અખાદ્ય જથ્થો પકડી પાડયો હતો. ઉપરાંત હનુમાન મઢીથી રૈયા ચોકડી દરમ્યાન ૧૪ ખાણી-પીણીના વેપારીઓને ત્યાં ચકાસણી કરાતા ૪ ને લાઇસન્સ ન હોય તે મેળવવા સુચના આપવામાં આવી હતી. જયારે રૈયા રોડ સ્થિત કનેરીયા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાણી ગોલ્ડ ફીર્લ્ટર ગ્રાઉન્ડ નટ તેલ તથા કોટન સીડ ઓઇલના નમુના લેવામાં આવ્યા હતા.
મનપાની સતાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન યુનિ.રોડ, ઇન્દિરા સર્કલ પાસે, આવેલ ‘‘પીઝા કન્ટ્રી'' પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી ગાર્લિક બ્રેડનો કુલ ૦૫ કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ કરવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના હનુમાન મઢીથી રૈયા ચોકડી વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૪ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૪ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
જેમાં શ્યામ શીંગ & નમકીન, મહાદેવ એજન્સી, હરભોલે ટ્રેડીંગ તથા જલીયાણ પ્રોવિઝન સ્ટોરને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
ખાદ્યતેલના બે નમુના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૨ નમૂના લેવામાં આવેલ જેમાં રાની ગોલ્ડ ફોર્લ્ટડ ગ્રાઉન્ડર ઓઇલ (ફ્રોમ ૧૫ કેજી પેકડ ટીન) કનેરિયા ઓઇલ ઇન્ડ., શોપ નં.૦૫, અપૂર્વ કોમ્પ્લેક્ષ, સદગુરુ તીર્થધામની સામે, રૈયા રોડ તથા રાની ગોલ્ડ ફીર્લ્ટડ કોટનસીડ ઓઇલ (ફ્રોમ ૧૫ કેજી પેકડ ટીન) સ્થળ- કનેરિયા ઓઇલ ઇન્ડ., શોપ નં.૦૫, અપૂર્વ કોમ્પ્લેક્ષ, સદગુરુ તીર્થધામની સામે, રૈયા રોડ ખાતેથી નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.
(3:08 PM IST)










