News of Tuesday, 28th January 2025
રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રજાસત્તાક દિને રેલ કર્મચારીઓના બાળકો માટે વિભિન્ન સ્પર્ધાઓનું આયોજન
દોડ, ચિત્રકામ, રંગપુરણી હરીફાઇ, મ્યુઝીકલ ચેર, કોથળા દોડમાં ૩૫૦ થી વધુ બાળકોએ હોંશભેર ભાગ લીધો

રાજકોટ, તા., ર૮: વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ દ્વારા પ્રજાસત્તાક દિન ૨૬ મી જાન્યુઆરીએ વિભિન્ન પ્રતિયોગિતાઓનું આયોજન કરી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રતિયોગીતાઓમાં ૫૦ મીટર, ૧૦૦ મીટર, ૨૦૦ મીટર રનીંગ, ચિત્રકામ, રંગ પૂરણી, સંગીત ખુરશી, કોથળાદોડનો સમાવેશ થાય છે.
સ્પર્ધાઓમાં વિવિધ એઇજ ગ્રુપના ૩૫૦ બાળકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના ક્લોઝિંગ સેરેમની માં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વિનીકુમાર, મહિલા સમાજ સેવા સમિતિ ના અધ્યક્ષ શ્રીમતી રંજનાકુમાર, એડિશનલ ડી આર એમ શ્રી કે કે ચૌબે, wrwwo ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી મમતા ચૌબે, ગોવિંદભાઈ પટેલ- પુર્વ વિધાયક, કશ્યપભાઈ શુક્લ-બીજેપી લીડર, ડોક્ટર પ્રકાશ મોઢા, શ્રી ગુપ્તા- સિનિયર ડીઓએમ, શ્રી નરેન્દ્ર કુમાર-સિનિયર ડીઈએન, શ્રી સિદ્ધાર્થ-સિનિયર ડીપીઓ, શ્રી કે કે દવે-એપીઓ, શ્રી રૈયારેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમતીરંજનાકુમારએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાળકોની ઉપસ્થિતિ તમારા બચપણના દિવસો યાદ કરાવી દે છે હસતા, કૂદતા, રમતા, બાળકોના સર્વાંગી વિકાસ માટે ખેલકૂદનું મહત્વ આગવું છે. ખૂબ મહેનત કરો અને રાષ્ટ્રનું નામ આગળ વધારો એવી શુભેચ્છાઓ આપી. સાથે સાથે આવા સફળ આયોજન બદલ અભિનંદન આપતા તેઓએ વક્તવ્ય પૂરું કર્યું હતું. ડીવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વિનીકુમાર એ પોતાના વ્યકત્વ દરમિયાન આવી પ્રવળત્તિઓને બિરદાવતા બાળકોને જણાવ્યું હતું કે જોશ અને ઉર્જાથી ભરપૂર બાળકોને સ્પોર્ટ્સ તરફ પોતાની રુચિ મુજબ જોડાયેલા રહેવું જોઈએ અને આગળ વધવું જોઈએ. સ્પોર્ટ્સ દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે જે સ્વસ્થ સમાજ નિર્માણ માટે જરૂરી છે. આવા સફળ આયોજન માટે હિરેન મહેતા અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. પૂર્વ વિધાયક શ્રી ગોવિંદભાઈ પટેલ એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હિરેન મહેતા રેલ કર્મચારીઓના વિવિધ પ્રશ્ને, સમસ્યાઓ માટે સંઘર્ષ કરતા રહે છે પરંતુ એક સંગઠનના નેતળત્વ ના નેજા હેઠળ રેલ કર્મચારીઓ તેમના બાળકો માટે પરિવાર માટે વિવિધ કાર્યક્રમો જેવા કે ૧૦,૧૨ ધોરણ ના સફળ બાળકોનું સન્માન સમારોહ કરી પ્રોત્સાહિત કરવા, બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવું, વળક્ષારોપણ, થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ, વિવિધ સ્પોર્ટ્સની ટુર્નામેન્ટ, બાસ્કેટબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ, વોલીબોલ, ફૂટબોલ જેવી ટુર્નામેન્ટનું આયોજન કરતા રહ્યા છે અને સતત સમાજ સેવાનું કાર્ય કરતા રહ્યા છે. પ્રજાસત્તાક દિવસના ઉજવણીના ભાગરૂપે જે આયોજન કર્યું છે અને આટલા બાળકોએ ભાગ લીધો છે તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન.
આ સાથે વિજેતા બાળકોને ઇનામ વિતરણ અને ભાગ લેનાર દરેક બાળકને ઇનામ વિતરણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ મયુરસિંહ, અવની ઓઝા, ડીએસ શર્મા, ઈકબાલભાઈ, હરદેવસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, કેતન ભટ્ટી, રાજેન્દ્રસિંહ જાડેજા, જતીન જોશી, જસ્મીન ઓઝા, જયેશ ડોડીયા, મુકેશકુમાર, વિવેકાનંદ , રોહિત જાગડ, શૈલેષ ભટ્ટ, રામકળષ્ણ, અભિષેક રંજન, ધર્મિષ્ઠા થોરિયા, જયશ્રી સોલંકી, દીપિકા સુરાણી, પુષ્પા ડોડીયા, મિતાલી, ક્રિષ્ના ઓઝા, જ્યોતિ મહેતા, નિર્મળાબેન વગેરે એ જહેમત ઉઠાવી હતી.
(3:08 PM IST)










