તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Tuesday, 28th January 2025
સોમનાથ સોસાયટીમાં હાર્ટએટેકથી કલર કામના કોન્ટ્રાક્ટર ધર્મેન્દ્રભાઇનું મોત

રાજકોટ તા. ૨૮: હાર્ટએટેકથી મૃત્યુની વધુ એક ઘટનામાં યુવાનનો જીવ ગયો છે. દોઢસો ફુટ રીંગ રોડ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે સોમનાથ સોસાયટી-૩ શેરી નં. ૯માં રહેતાં ધર્મેન્દ્રભાઇ ગંગાપ્રસાદ સહાની (ઉ.વ.૪૪) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર મુળ ઉત્તરપ્રદેશના વતની હતાં. ત્રણ ભાઇ અને બે બહેનમાં ચોથા હતાં. સંતાનમાં ત્રણ દિકરા છે. પોતે કલરકામના કોન્ટ્રાક્ટ રાખી ગુજરાન ચલાવતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
બેભાન હાલતમાં યુવાન ઉમેશ ધોળકીયાનું મોત
કોઠારીયા રોડ પર હુડકો ક્વાર્ટરમાં રહેતાં ઉમેશભાઇ કનુભાઇ ધોળકીયા (ઉ.વ.૩૯) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી. તે બે બહેનનો એકનો એક મોટો ભાઇ હતો અને અપરિણીત હતો. બંને બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી અને ભક્તિનગર પોલીસને જાણ કરી હતી
(4:23 PM IST)










