<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

હત્‍યાના કેસમાં સમાધાનના ૫૦ લાખ માંગી અજયને અપમાનીત કરી મારમારી ધમકી

ભાવનગર રોડ પી.ટી.સી. કોલેજ પાસે બનાવઃ સાત વર્ષ પહેલા થયેલી યુવાનની હત્‍યામાં અજય વાઘેલાની સંડોવણી હતીઃ કેસમાં સમાધાન કરવા માટે ભોગ બનનારના ભાઇ સહિત ઓડીયા અને તેના ભાઇએ પૈસાની માંગણી કરી હુમલો કર્યો થોરાળા પોલીસમાં એટ્રોસીટીની ફરિયાદ

રાજકોટ તા. ૨૮: ભાવનગર રોડ પર પી.ટી.સી. કોલેજ પાસે એકટીવા પર જઇ રહેલા યુવાનને રોકી સાતેક વર્ષ પહેલા યુવાનની હત્‍યાના કેસમાં સમાધાન માટે પૈસાની માંગણી કરી જ્ઞાતી પ્રત્‍યે અપમાનીત કરી ભોગબનનારના બે ભાઇઓએ મારમારી ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગંજીવાડા મેઇન રોડ પર મનીષ પાન નામની દુકાન સામે રહેતા અજય કરશનભાઇ વાઘેલા (ઉ.૩૦) એ થોરાળા પોલીસ મથકમાં સાહિદ અશરફભાઇ  ઓડીયા અને તેના ભાઇ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે મજૂરીકામ કરે છે. ગઇકાલે પોતે પોતાનું એકટીવા લઇને ઘરેથી નીકળ્‍યો હતો. ભાવનગર રોડ પી.ટી.સી. કોલેજ પાસે પહોંચતા એક એકસેસ પર સાહિદ અશરફભાઇ ઓડીયા અને તેનો ભાઇ બંને આવી પોતાને રોકી ૨૦૧૯માં સાહિદના ભાઇની હત્‍યા થઇ હતી તેમાં પોતાનું નામ આવેલ હોઇ આ કેસમાં પોતે સમાધાન કરવા માટેની વાત કરી હોઇ, સમાધાનના બદલામાં હત્‍યાનો ભોગબનનાર ના ભાઇઓ સાહિદ સહિત રૂા. ૫૦ લાખની માંગણી કરતા હતા. આ બાબતે ગઇકાલે પોતાને રોકી સાહિદ અને તેનાભાઇએ રોકી સમાધાનના બદલામાં પૈસાની માંગણી કરતા પોતેના પાડતા બંને ભાઇઓએ પોતાને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી જ્ઞાતી પ્રત્‍યે અપમાનીત કરી ઇંટ ફટકારી માથાના ભાગે ઇજા કરી હતી. અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા. આ બનાવ અંગે પોતે થોરાળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા એ.સી.પી.સી. એમ. પટેલે તપાસ હાથધરી છે.

(3:39 PM IST)