News of Tuesday, 28th January 2025
રાજમાર્ગો પરથી મંજૂરી વિનાના રાજકીય-સામાજીક સંસ્થાના ૧૯પ૮ બોર્ડ-બેનરો જપ્ત
મનપા શાખાનો સપાટો

રાજકોટ તા. ર૮ :.. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા દર દિ' માં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૪.૩૯ શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, તથા મંજૂરી વિનાના ૧૯પ૮ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવામાં આવ્યા છે.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મનપાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૮ થી ર૭ જાન્યુ. દરમ્યાન કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂપ ૫૮ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ,કુવાડવા રોડ,આનંદબંગલા ચોક, અર્ટીકા, રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયત્રીનગર,હોસ્પિટલ ચોકડી, રૈયાધાર, જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ પરથી જુદીજુદી અન્ય ૪૧૧ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ,પારેવડી ચોક,સંતકબીર રોડ,જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્િમનગર નાલા પાસેથી ૪૦૩૯ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરઠીયાવાડી પાસે થી રૂ.૧,૦૮,૫૦૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
૮૦ ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૧,૮૫,૨૯૦ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, રામાપીર ચોકડી,કાલાવડ રોડ,યુનિ.રોડ પરથી ૧૩૪૭ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે. (પ-રર)
(3:39 PM IST)










