News of Tuesday, 28th January 2025
માલિયાસણ ચોકડીએથી ૪૫ હજારની રમની બોટલો, ચપલા સાથે શખ્સ ઝડપાઇ ગયો
જામનગરના રાજભા રાઠોડને ડીસીબી એએસઆઇ અનિલભાઇ સોનારા, કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૨૮: શહેરના કુવાડવા રોડ માલિયાસણ ચોકડી પાસેથી જામનગર બાયપાસ પર વોચ રાખી ક્રાઇમ બ્રાંચની ટીમે એક શખ્સને રૂા. ૪૫ હજારની રમની ૪૨ બોટલો અને ૨૪૦ ચપલા સાથે પકડી લીધો છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ અનિલભાઇ સોનારા, કોન્સ. હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળતાં રાજભા જબ્બરસિંહ રાઠોડ (ઉ.૨૦-રહે. પ્રણામી ટાઉનશીપ-૩, મકાન નં. ૧૭, હર્ષદ મીલની ચાલી પાછળ રણજીતસાગર રોડ જામનગર)ને પકડી લઇ તેની પાસેથી ગોલ્ડ એન્ડ બ્લોક રમના ૧૮૦ એમએલના ૨૪૦ ચપલા રૂા. ૨૪૦૦૦ના અને ૭૫૦ એમએલની બોટલો ૪૨ રૂા. ૨૧ હજારની કબ્જે કરી હતી. આ શખ્સ દારૂ ક્યાંથી લાવ્યો? કોને આપવાનો હતો? તેની તપાસ થઇ રહી છે. ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયા, પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોરની સુચના અનુસાર પીએસઆઇ એ.એસ. ગરચર, એએસઆઇ અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, કોન્સ. હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, જીલુભાઇ ગરચર, અશ્વિનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી.
(4:23 PM IST)










