<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

રાજકોટમાં ભરવાડ સમાજના સમુહલગ્ન : ૬૨ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે : ૪ ફેબ્રુઆરીએ આયોજન

૨૭ વર્ષ પહેલા ૨૧ દીકરીઓથી શરૂ થયેલા સમુહલગ્નમાં અત્‍યાર સુધીમાં ૨૫૪૦ દીકરીઓને કન્‍યાદાન અપાયું સમાજમાં શિક્ષણ પ્રત્‍યે જાગૃતિ આવી, દાગીનાની લેતી-દેતી, લાજ પ્રથા જેવા કુરિવાજો બંધ થયા

રાજકોટઃ શહેરમાં છેલ્લા ૨૭ વર્ષથી ભરવાડ સમાજના સમુહલ્‍ગ્ન યોજાઇ છે. અત્‍યાર સુધીમાં ૨૫૦૦ થી વધુ દિકરીઓ સમુહલગ્નમાં જોડાઇને પોતાનો ગૃહસંસાર સુખ-રૂપ રીતે નિભાવી રહી છે.

શ્રી ગોપાલક સમુહલગ્ન સમિતી આયોજીત ૨૭મો સમુહલગ્નોત્‍સવ આગામી તા.૪ ફેબ્રુઆરીના, મંગળવારના રોજ પરસાણા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં ૬૨ દિકરીઓ પ્રભુતામા પગલા માંડશે.

આ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ પુજ્‍ય ઘનશ્‍યામપુરી બાપુ સહિતના સંતો-મહંતો અને સમાજના શ્રેષ્‍ઠીઓ ઉપસ્‍થિત રહી દિકરીઓને આશીર્વચન પાઠવશે. આ સમુહલગ્નમાં દિકરીઓને સોના-ચાંદીની વસ્‍તુઓ ઉપરાંત જીવન જરૂરી ઘરવખરી સહિત ૧૨૧થી વધુ વસ્‍તુઓ કરીયાવરમાં આપવામા આવશે.

આ વખતના ભોજન ખર્ચના દાતા રાજુભાઇ મેવાડા પરિવાર છે. સમુહલગ્નમાં ૨૦ હજારથી વધુ ભાઇઓ-બહેનો ભોજન-પ્રસાદનો લાભ લેશે.

સમુહલગ્ન બાબતે સમાજમાં આવેલી જાગૃતિના પગલે દર વર્ષ રાજકોટ, વાંકાનેર, નિકાવા, પડધરી, ખારવા, જોડીયા, જામનગર, ખંભાળીયા, લાલપુર, કડુકા, સાવરકુંડલા, વગેરે સ્‍થળે સમુહલગ્ન યોજાય છે. જેમાં દર વર્ષે ૧૨૦૦ થી વધુ દિકરા-દિકરીઓ જોડાય છે. તેમ યાદીમાં જણાવાયું છે.

રાજકોટમાં ૨૭ વર્ષ પહેલા ફક્‍ત ૨૧ દિકરીથી શરૂ થયેલા સમુહલગ્નમાં અત્‍યાર સુધીમાં ૨૫૪૦ દિકરીઓના કન્‍યાદાન અપાયા. સમુહલગ્નને કારણે સમાજમાં ઘણી જાગૃતિ આવી છે. રાજકોટથી પ્રગટેલી સમુહલગ્નની જ્‍યોત સમગ્ર સૌરાષ્‍ટ્રમાં પ્રજવલીત થઇ ચુકી છે. કન્‍યાવિક્રય, આણું રોકવાની પ્રથા, કુવ્‍યસનો સહિતના કુરિવાાજો બંધ થયા છે.

દાગીનાની વધુ પડતી લેતી-દેતી બંધ થઇ છે. સમુહલગ્નમાં જોડાવા માટે પરિવારજનો સંકોચ અનુભવતા હતા તે દુર થયો છે લગ્નમાં લાજ પ્રથા દુર થઇ છે, સમાજમાં થતા ખોટા ખર્ચાઓ ઓછા થયા છે. અમીર-ગરીબ વચ્‍ચેની ખાઇ દુર થઇ છે, સમાજમાં સમાનતા આવી છે, શિક્ષણનું સ્‍તર ઉંચુ આવ્‍યું હોવાનું આગેવાનોએ જણાવ્‍યું છે.

આ સમુહ લગ્નને સફળ બનાવવા સમિતિના પ્રમુખ લીંબાભાઇ ખેંગારભાઇ માટીયા, ઉપપ્રમુખ રાજુભાઇ નોંધાભાઇ જુંજા, મહામંત્રી ગોપાલભાઇ મનુભાઇ સરસીયા, ખજાનચી પરેશભાઇ લખમણભાઇ સોરીયા, હિરાભાઇ ઉકાભાઇ બાંભવા, ભાખાભાઇ લક્ષ્મણભાઇ પડસારીયા, નારણભાઇ ચનાભાઇ ટારીયા, હરીભાઇ ગોકળભાઇ માટીયા, નાગજીભાઇ જીણાભાઇ ગોલતર, બીજલભાઇ રામજીભાઇ ટારીયા, નારણભાઇ માંડણભાઇ વકાતર, રમેશભાઇ તેજાભાઇ જુંજા, મનુભાઇ બચુભાઇ બાંભવા, ધીરજભાઇ અરજણભાઇ મુંધવા, વાઘજીભાઇ રવજીભાઇ બાંભવા, રામભાઇ દેવાભાઇ ખીંટ, મેહુલભાઇ ભરતભાઇ ગમારા, રમેશભાઇ દિનેશભાઇ ટોળીયા, જીવણભાઇ દેવાભાઇ માટીયા, અને રઘુભાઇ કાળાભાઇ મેવાડા વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:55 PM IST)