News of Tuesday, 28th January 2025
રાજકોટ તાલુકાના વિજયનગરમાં મામલતદારનું ઓપરેશનઃ ૧ કરોડની જમીન ખુલ્લી

રાજકોટઃ રાજકોટ તાલુકા મામલતદાર શ્રી મકવાણા અને નાયબ મામલતદાર શ્રી રઘુવીરસિંહ વાઘેલાએ રાજકોટ તાલુકાના વિજયનગરમાં સરકારી ખરાબો સર્વે નં. ૧૧૬ પૈકીની ૧ કરોડની ૧ હજાર ચો.મી. જમીન પરનુ દબાણ હટાવી બુલેડોઝર ફેરવી દઇ જમીન ખુલ્લી કરાવી હતી. દિવાલનું બાંધકામ હટાવી કલેકટરને રીપોર્ટ કરાયો છે.
(4:16 PM IST)










