<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

આંબેડકરનગર અને કાળીપાટમાં દરોડાઃ બે મકાનમાં તીનપતી રમતી મહિલાઓ સહિત ૧૧ પકડાયા

પીસીબીના કોન્‍સ. વાલજીભાઇ જાડાની બાતમીઃ રૂા.૩૭ હજારની રોકડ સાથે છ મહિલા ઝડપાઇઃ આજી ડેમ પોલીસે પાંચને દબોચ્‍યા

રાજકોટ, તા., ર૯: ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર અને કાળીપાટ ગામમાં પોલીસે દરોડો પાડી બે મકાનમાં તીનપતીનો જુગાર રમતી મહિલાઓ સહીત ૧૧ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર એસ.ટી.વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં એક મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાથી પીસીબીના કોન્‍સ. વાલજીભાઇ જાડાને બાતમી મળતા આંબેડકરનગર શેરી નં. પ માં મહિલાના મકાનમાં દરોડો પાડી તીનપતિનો  જુગાર રમતા મકાન માલીક  લક્ષ્મીબેન વાલજીભાઇ ગોહેલ, તથા આંબેડકરનગર શેરી નં- ૨ ના સંગીતાબેન વિનેભાઇ બથવાર, શેરી નં-૧૨/૭ ના મંજુલાબેન અરજણભાઇ રાઠોડ, રાજનગર ચોક પાછળ લક્ષ્મી સોસાયટી શેરી નં ૧ ના પ્રભાબેન વસંતભાઇ રાખોલીયા, આંબેડકરનગર શેરી નં- ૨ ના નીમુબેન મગનભાઇ સોલંકીને પકડી લઇ રૂા. ૩૭,૫૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ એમ.જે. હુણ તથા પી.બી.ત્રાજીયા, હેડ કોન્‍સ કિરતસિંહ ઝાલા, કોન્‍સ વાલજીભાઇ જાડા અને કોન્‍સ મનીષાબેન  યાદવ દ્વારા કરવામાં આવી હતી.

જયારે બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના એ.એસ.આઇ.આર.ડી.વાંક તથા કોન્‍સ સંજયભાઇ બારોટ સહિતે બાતમીના આધારે કાળીપાટ ગામમાં મહિલાના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક કિરણબેન રમેશભાઇ ગોવાણી તથા નવાગામ શકિત સોસાયટી શેરી નં. ૭ ના હરેશ વિહાભાઇ પરાલીયા, કાળીપાટ ગામના કાનજી ભગવાનજીભાઇ સરવૈયા, રણુજા મંદિર પાસે તીરૂપતિ સોસાયટી શેરી નં. ૩ ના સજનબેન બાલુભાઇ વાળા અને પ્રજ્ઞાબેન વિનોદભાઇ કામાણીને પકડી લઇ રૂા. ૧૩,૩૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી.

વરલી  ફીચરનો જુગાર

રમાડતો શકિતવાન ઝબ્‍બે

મવડી ફાયર બ્રિગેડ પાછળ અલ્‍કા સોસાયટી પાસે આજીડેમ  પોલીસ મથકના હેડ કોન્‍સ જે.આર.પરમાર કોન્‍સ મયુરદાન ભાઇ બાટી સહિતે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમાડતા શકિતવાન શંકરસિંહ ચોૈહાણ (રહે. ગોંડલ રોડ લોધેશ્વર સોસાયટી શેરી નં. ૩/૭ કોર્નર પાસે) ને પકડીલઇ કાર્યવાહી કરી હતી.(૪.૨૫)

(2:39 PM IST)