<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th January 2025

૨૦ ગુનાઓમાં સામેલ કૃષ્‍ણનગરના મિલન ગોંડલીયાને પાસામાં ધકેલાયો

ભક્‍તિનગરના પીઆઇ મયુરધ્‍વજસિંહ ગોંડલીયા, પીએસઆઇ વસાવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતે વોરન્‍ટ બજવણી કરીઃ સુરતની લાજપોર જેલહવાલે

રાજકોટ તા. ૨૯: શહેરના જામનગર રોડ પર વ્‍હોરા સોસાયટી નજીક કૃષ્‍ણનગર મેઇન રોડ પર મહાકાલેશ્વર મંદિર નજીક રહેતાં મિલન નરભેરામભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૨)ને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે સુરત લાજપોર જેલમાં ધકેલી દીધો છે. આ શખ્‍સ ૨૦ જેટલા ગુનાઓમાં સંડોવાઇ ચુક્‍યો છે.

માથાભારે અને મારામારીના ગુનાઓમાં સામેલ હોઇ તેવા શખ્‍સો સામે કાર્યવાહી કરવા જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. વી. જાધવે સુચના આપી હોઇ ભક્‍તિનગર પોલીસે મિલન ગોંડલીયાની પાસાની દરખાસ્‍ત તૈયાર કરતાં તે પોલીસ કમિશનરે મંજુર કરી હતી.

મિલન ગોંડલીયા વિરૂધ્‍ધ ભક્‍તિનગર અને આજીડેમ પોલીસમાં ચોરી, મારામારી, રાયોટીંગ, મનીલેન્‍ડ એક્‍ટ, હત્‍યાની કોશિષ, દારૂ, ધાકધમકી, દારૂ પી વાહન હંકારવા સહિતના ૨૦ ગુના નોંધાયા હતાં. અગાઉ  ૨૦૧૯માં પણ તે પાસાની હવા ખાઇ આવ્‍યો હતો. વીસમાંથી અઢાર ગુના ભક્‍તિનગર પોલીસના છે. પાસાના વોરન્‍ટની બજવણી પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીસીબીના ઇન્‍ચાર્જ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. એન. વસાવા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, ભરતભાઇ મારકણા, કોન્‍સ. અરવિંદભાઇ ફતેપરા, કરણભાઇ કોઠીવાર, પ્રકાશભાઇ મકવાણા, અરજણભાઇ પરમાર, દેવજીભાઇ પંકુટા, હોમગાર્ડ હાર્દિક પીપળીયા અને પીસીબીના રાજુભાઇ દહેકવાલ તથા ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ કરી હતી.

(4:11 PM IST)