News of Wednesday, 29th January 2025
‘‘ગેમઝોન પ્રોજેકટ રદ્ કરો''ની માંગ સાથે કોંગ્રેસનું આંદોલનઃ ધરણા
કાલાવડ રોડ ઓવર બ્રીજની સાઇટ ખાતે લોકોના વિવિધ વર્ગોના અભિપ્રાય લીધાઃ ટુંક સમયમાં બેઠક યોજી કાર્યક્રમો જાહેર કરાશે

ગેમઝોન રદ્ કરોઃ કોંગ્રેસના ધરણાઃ શહેરના કાલાવડ રોડ સ્થિત ઓવર બ્રીજ નિચે મનપા દ્વારા ગેમઝોન બનાવવાને લઇને કોંગ્રેસ દ્વારા પ્રોજેકટ રદ્ કરવાની માંગ સાથે ગેમઝોન સાઇટ પાસે ધરણા યોજવામાં આવ્યા હતા. ઉપરોકત તસવીરમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, રણજીત મુંધવા, સંજય અજુડીયા સહિતના કાર્યકરો દર્શાય છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ર૯: શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રમુખ અતુલ રાજાણીના વડપણ હેઠળ કાલાવડ રોડ પરના ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા અંગે પ્લે કાર્ડ સાથે ધરણાં કર્યા હતા. લોકો, વેપારીઓ, રાહદારીઓના ગેમ ઝોન અંગે અભિપ્રાયો લેવામાં પણ આવ્યા હતા. આગામી દિવસોમાં કોંગ્રેસ આગેવાનોની બેઠક બાદ નવા કાર્યક્રમની જાહેરાત કરાશે.
આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદી મુજબ કાલાવડ રોડ પર બ્રિજ નીચે ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા અંગે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ આ અંગે યોગ્ય પ્રત્યુતર ન મળતા તા.૨૫ ના રોજ કાલાવડ રોડ ઉપર ગેમ ઝોનની પાસે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકોના, વેપારીઓના, વિદ્યાર્થીઓના અવર જવર કરતા શહેરીજનોના બ્રિજ નીચેના ગેમ ઝોન અંગેના અભિપ્રાયો મેળવવામાં આવેલ હતા.
લોકોના અભિપ્રાયો મુજબ ગેમ ઝોન બ્રિજ નીચેની બદલે અન્ય સ્થળે બને તે જરૂરી છે અને બ્રિજ નીચે અને અહીંયા ટ્રાફિકની સમસ્યા સર્જાય તેમ હોવાનુ પણ અભિપ્રાયોમાં નગરજનોએ જણાવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર સાઇટ વિઝીટ કરી લોકોના વેપારીઓના અને આજુબાજુના રહેવાસીઓના અભિપ્રાયો જાણે અને ગેમ ઝોનનો પ્રોજેક્ટ રદ કરે તેવી પણ માંગ કરવામાં આવી છે.
આજ રોજ બીજા તબક્કામાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ રોડ પર ન્યુ પરિમલ સ્કૂલ સામે જ્યાં ગેમ ઝોનનું કામ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે તે જગ્યાની નજીકમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્લે કાર્ડ સાથે ધરણા નો કાર્યક્રમ યોજાયેલ હતો. આજના કાર્યક્રમ બાદ પણ પ્રોજેકટ રદ નહીં થાય તો આગામી દિવસોમાં કોંગ્રેસ આગેવાનોની બેઠકમાં નક્કી કર્યા મુજબ તબક્કાવાર કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.
આજના કાર્યક્રમમાં પ્રદેશના આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો, વોર્ડ પ્રમુખો, ફ્રન્ટલ સેલના ચેરમેનો શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, દીપ્તિબેન સોલંકી, સંજયભાઈ અજુડીયા, ડી. પી. મકવાણા, મેઘજીભાઈ રાઠોડ, અશોકસિંહ વાઘેલા, નયનાબા જાડેજા, ગજેન્દ્રસિંહ ઝાલા, ગીરીશભાઈ પટેલ, નયનાબા જાડેજા, રાજુભાઈ આમરાણીયા, ગોપાલ મારવી, રાહુલ સોલંકી, જયેશભાઈ ઠાકોર, પિયુષભાઈ ખાતરાણી, શુભમ પરમાર, ફુલાબેન ચૌહાણ, નાગજીભાઈ પટેલ, અજીતભાઈ વાંક, અશોકભાઈ વાળા, જયંતીભાઈ હિરપરા, બીજલભાઇ ચાવડીયા, અમિતભાઈ રવાણી, અહેસાનભાઈ ચૌહાણ, સલીમભાઈ કારિયાણી, જીગ્નેશ બોરડ, ગોવિંદભાઈ સભાયા, જીતુભાઈ ઠાકર, અમિતભાઈ ઠાકર, ઉદયભાઇ કોળી, ફૈઝલ જુમાણી, હરેશભાઈ ભારાઈ, પ્રવીણભાઈ દેસાઈ, મિલિંદભાઈ પરમાર, હિંમતભાઈ મૈયાત્રા, ડી. બી. ગોહિલ, ચંદ્રિકાબેન વરાણીયા, લાખાભાઈ ઉંધાડ, ભાવેશભાઈ બોરીચા, રસિકભાઈ ભટ્ટ, રાજેશભાઈ ભૂત, ગૌરવભાઈ પુજારા, રવજીભાઈ ખીમસુરીયા, સુરેશભાઈ ગેરૈયા, પ્રવીણભાઈ રોજાસરા, કે. ડી. જોશી, નરેશભાઈ ગઢવી, રઘુરામભાઈ યાદવ સહિતના કોંગી આગેવાનો જોડાયા હતા.
(4:12 PM IST)










