News of Thursday, 30th January 2025
ફાયર એનઓસી સીલ કરવામાં આવેલ ખંઢેરી સ્ટેડીયમમાં મેચ રમાડવાની મંજુરી હતી ખરી?
સીલ કરવામાં આવેલ અન્ય એકમો પછી હવે વ્યવસાયિક ઉપયોગ કરી શકશે?

રાજકોટ : (વિજય વસાણી) ટી.આર.પી.ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ રાજકોટના અનેક એકમોને ફાયર એન.ઓ.સી. માટે સીલ મારી દેવામાં આવ્યા હતા જેમાં ખંડેરી સ્ટેડિયમનો પણ સમાવેશ થતો હતો. આવા એકમોને ફાયર એન.ઓ.સી અને ઇમ્પેકટ માટે હંગામી ધોરણે ખોલવાના હતા. આજે ભારત અને ઇગ્ંલેન્ડ વચ્ચે મેચ રમાયો છે તેવા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમને મેચ રમાડવાની પરમિશન મલી છે કે નહીં અને જો મલી હોય તો કયારે મલી? સીલ કરવામાં આવેલા બીજા એકમો પણ શું હવે આ રીતે તેમના એકમોનો જરૂર પડયે વ્યવસાયિક ઉપયોગ કરી શકશે તેવો પ્રશ્ન હાલ સીલ કરેલા એકમ ધારકોમાં ચર્ચાઇ રહ્યા છે.
(10:36 AM IST)










