તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Thursday, 30th January 2025
૧પ મી ફેબ્રુઆરીએ રાજકોટથી વીરપુર પાવનકારી પદયાત્રા
પૂ. જલાબાપાની ૧૪૪મી પુણ્યતિથિ નિમિતે રઘુવીર યુવા સેના દ્વારા આયોજન જયજલીયાણના નાદ સાથે ફ્રુટ જયુસનો પ્રસાદ લઇ પદયાત્રાનો થશે પ્રારંભઃ ઠેર-ઠેર સેવા પરબો, મેડીકલની ટીમ સાથે જ રહેશેઃ દરેક પદયાત્રીને ઓળખકાર્ડ અપાશે : વિરપુર(જલારામ) પદયાત્રા રાજકોટથી રીબડા પૂર્વે કોટડા જવાના રસ્તે ફ્રુટ ડીશનો પ્રસાદ લઇ આગળ વધશે ત્યાંથી અરડોઇ, કોટડા,ખરેડા, ગોંડલ સુરેશ્વર મહાદેવ ચોકડી, ગોંડલના એસઆરપી રોડ, માંધાતા ચોક, જામવાડી, ચોરડી થઇ વીરપુર મંદિરે જશે

રાજકોટઃ સંત શિરોમણી ભકત જલારામ બાપાની આગમી ૧૪૪ મી પૂણ્યતિથિ નિમિતે રાજકોટ થી વીરપુરની પાવનકારી રપ મી પદયાત્રાનું આયોજન રઘુવીર યુવા સેના રાજકોટ શહેર દ્વારા તા.૧પ ફેબ્રુઆરીને શનિવારના સાંજના ૪ વાગ્યાથી કરવામાં આવેલ છે.
આયોજનમાં હસુભાઇ ભગદેવ, કાશ્મીરાબેન નથવાણી, લલીતભાઇ વડેરીયા (કાળુમામા) બકુલભાઇ નથવાણી, પંચશીલ જલારામ ગ્રુપના યજ્ઞેશભાઇ વસંત, રાજુભાઇ ગંગદેવ તથા તેમની ટીમ વિગેરેનો સહયોગ સાંપડી રહયાનું યાદીમાં જણાવાયું છે.
આ યદયાત્રા પી.ડી. માલવીયા ખાતેથી તા. ૧પ મીના સાંજના ૪ કલાકે જય જલીયાણના નાદ સાથે ફ્રુટ જયુશનો પ્રસાદ લઇ શરૂ થશે. રસ્તામાં આવતા સેવા પરબો પરથી પદયાત્રીકો પાણી, ઠંડા પીણા, ભોજન, લીંબુ સરબત, ચા-કોફી, બીસ્કીટ, નાસ્તા વગેરે પ્રસાદ લેતા લેતા રીબડા પહેલા કોટડા જવાના રોડ કોર્નર સુધી પહોંચશે ત્યાં ફ્રુટ ડીસનો પ્રસાદ લઇ પદયાત્રા ત્યાંથી કોટડા જવાના રસ્તે આગળ વધશે, રસ્તામાં વિવિધ સેવા પરબોની સેવાનો લાભ લેતા લેતા પદયાત્રીકો ર૪ કિ.મી. નો રન કાપી અરડોઇ ગામ પહોંચશે ત્યાંથી વિવિધ સેવાના પરબોની સેવા તેમજ મેડીકલ કેમ્પ ડોકટર સાથેની મેડીકલ વાન વગેરે સેવાઓ ખાસ શરૂ થશે અને ચા-પાણી નાસ્તો વગેરે સેવાઓનો લાભ લઇ પદયાત્રીકો કોટડા પહોંચશે. ત્યારે યાત્રીકો ર૯ કિ.મી. નો રસ્તો પસાર કરી ચુકયા હશે ને ત્યાંથી સેવા પરબો પરથી વિવિધ પ્રસાદનો લાભ લેતા પદયાત્રીકો ખરેડા ગામે પહોંચશે ત્યારે પદયાત્રીકો ૩૩ કિ.મી.નો રસ્તો પસાર કરી ચુકયા હશે ને પછી પદયાત્રા ગોંડલ તરફ પ્રયાણ કરશે રસ્તામાં ઠેર-ઠેર સેવા પરબો અને મેડીકલ સેવાઓના કેમ્પ ગોઠવવામાં આવેલ છે.
જરૂરીયાતમંદ પદયાત્રીકો આ વિવિધ સેવાનો લાભ લેતા-લેતા સુરેશ્વર મહાદેવ રોડ ચોકડી સુધી પહોંચશે અહીં થી ગોંડલ ગામની શરૂઆત થશે ને યાત્રીકો ૩૯ કિ.મી. નું અંતર કાપી ગોંડલ ગામના એસ.આર.પી. રોડ, સીટી મહિલા પોલીસ સ્ટેશન રોડ પરથી પદયાત્રા માંધાતા ચોક (હોસ્પિટલ ચોક) તરફ આગળ વધશે અને ભગવતપરાનો મુખ્ય રોડ ઉપર આગળ વધતા નાના પુલ પરથી પસાાર થઇ પદયાત્રા પાંજરાપોળ ચોક ઉદ્યોગ ભારતી ચોક પાસેથી પસાર થશે, ત્યારે યાત્રીકો ૪ર કિ.મી.નું અંતર કાપી ચુકયા હશે અને યાત્રા જેતપુર રોડ તરફ પ્રયાણ કરશે અહી સાંઢીયા પુલ પસાર કરી યાત્રા ગોંડલ બહાર નીકળશે અને જામવાડી પહોંચશે ત્યારે ૪પ કિ.મી. નો રસ્તો પદયાત્રીકો પસાર કરી ચુકયા હશે ને જામવાડીથી યાત્રા ચોરડી વીરપુર તરફ સેવા પરબોમાં મળતા વિવિધ પ્રસાદ, મેડીકલ સેવાઓ તેમજ તાપણા, ચા-નાસ્તો વિગેરે જરૂરીયાત મુજબની સેવાઓનો લાભ લેતા લેતા યાત્રા વીરપુર ગેઇટ પહોંચશે.
રાજકોટથી વીરપુર સુધીના સળંગ રૂટ ઉપર ઠેરફાર યાત્રીકોની જરૂરીયાત મુજબ સેવા પરબોનું કાર્ય દાતાઓના સહયોગથી સંપન્ન થવા જઇ રહયું હોવાનું જણાવાયું છે.
આ યાદયાત્રામાં જોડાવા ઇચ્છતા પદયાત્રીભકતજનોએ (૧) ઘનશ્યામ સીલેકશન- પ-કડીયા નવલાઇન, ધર્મેન્દ્ર રોડ, રાજકોટ (ર) દેવપુષ્પ મેડીકલ- હનુમાનમઢી ચોક, રૈયા રોડ, રાજકોટ (૩) ગાયત્રી ટ્રેડીંગ, પંચાયત ચોક, યુનિવર્સીટી રોડ, રાજકોટ,(૪) કેક એન્ડ સ્વીટ- બીગ બજાર પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ. (પ) રાધીકા નોવેલટી- નવલનગર-૯, વિશ્વેશ્વર મંદિર સામે, મવડી રોડ, રાજકોટ. (૬) શ્રી સદગુરૂ બ્રેડ, ટાગોર સ્કુલ સામે, પેડક રોડ, રાજકોટ ખાતે નોંધાવી દેવા સંસ્થાની યાદીમાં જણાવેલ છે.
વધુ માહિતી માટે પદયાત્રી ઇન્ચાર્જ હિમાંશુભાઇ વસંત મો.નં. ૯૮૯૮૮ ૪૬૪પ૬, ભૌતિકભાઇ જીવરાજાની મો. નં. ૯૯૦૪૪ ૦૦૦૯૯ અને પ્રજ્ઞેશભાઇ સુચક મો. નં. ૭૬૦૦૦ ૦૪પ૬૦ વગેરેનો સંપક સાધવો.
(10:49 AM IST)










