તા. ૨૫ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૧ શનિવાર
News of Thursday, 30th January 2025
વોર્ડ નં. પ ના આર્યનગરના રસ્તા પેવરથી મઢાશે
નગર સેવકો રસીલાબેન સાકરીયા, દિલીપભાઇ લુણાગરીયા તથા હાર્દીકભાઇ ગોહીલના પ્રયત્નો સફળ

રાજકોટ : શહેરના વોર્ડ નં. પ માં રૂા. ૧.૮૧ કરોડના ખર્ચે આર્યનગર વિસ્તારના રસ્તા પર પેવર કાર્પેટ કરવાનું કામ આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.
આ કામ મંજુર કરવા બદલ માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં. પ ના કોર્પોરેટ રસીલાબેન સાકરિયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગિ્નશામક દળ સમિતિ ચેરમેન તથા દિલીપભાઇ લુણાગરીયા અને હાર્દિકભાઇ ગોહિલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યકત કરેલ છે
(3:58 PM IST)










