<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th January 2025

વોર્ડ નં.૮ તથા ૧૦ના લોકોની સુવીધા વધશેઃ ભુગર્ભ ગટર ફરિયાદ નિકાલ માટે ખર્ચ મંજુર

કોર્પોરેટરો અશ્‍વિનભાઇ, બીપીનભાઇ , ડો. દર્શનાબેન તથા પ્રીતીબેન અને ચેતનભાઇ, નિરૂભા જયોત્‍સનાબેન તથા રાજેશ્રીબેને જન સુખાકારી વધારી

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૦૮ અને ૧૦માં પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટર ફરીયાદ નિકાલ કરવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થતા વિસ્‍તારમાં રહેતા તમામ લોકોની સુવિધામાં વધારો થશે.આ કામો મંજુર કરવા બદલ વોટર વર્કસ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૮ના  અશ્વિનભાઇ પાંભર, બીપીનભાઈ બેરા, ડો.દર્શનાબેન પંડ્‍યા અને પ્રીતીબેન દોશી તેમજ પ્‍લાનિંગ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર  ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર નરેન્‍દ્રસિંહ વાઘેલા, જ્‍યોત્‍સનાબેન ટીલાળા અને રાજેશ્રીબેન ડોડીયા દ્વારા રાજકોટ શહેર સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોનો આભાર વ્‍યકત કરેલ છે.

(4:00 PM IST)