News of Saturday, 1st February 2025
અસલમશા ઉર્ફ અસલાને એસઓજીએ તમંચો, જીવતા કાર્ટીસ સાથે પકડયો
મુળ ધોરાજીનો વતની હાલ રાજકોટ રહી કડીયા કામની કરે છે મજૂરી કિશોરભાઇ ઘૂઘલ, અમિતભાઇ ટુંડીયાની બાતમીઃ માથાકુટ ચાલતી હોવાથી સાથે રાખતો'તોઃ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ ધાસુરાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૧: શહેરના ભાવનગર રોડ અમુલ સર્કલથી આજીડેમ ચોકડી તરફ જતાં રસ્તા પર ભાતનગર જવાના રસ્તે આઇટીઆઇ છાત્રાલયના પાછળના ભાગેથી મુળ ધોરાજીના હાલ ભાવનગર રોડ રોડ પર મનહરપરા-૧ ફાયર બ્રિગેડ પાછળ રહેતાં અસલમશા ઉર્ફ અસલો આમીરશા શાહમદાર (ઉ.વ.૩૭)ને એસઓજીએ દેશી તમંચા સાથે પકડી લઇ ૫ હજારનો તમંચો અને ૪૦૦ના ૪ જીવતા કાર્ટીસ પણ કબ્જે કર્યા છે. આ અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.
એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. કિશોરભાઇ ઘૂઘલ અને અમિતભાઇ ટુંડીયાને મળેલી બાતમી પરથી અસલમશા ઉર્ફ અસલાને તમંચા, કાર્ટીસ સાથે પકડી લેવાયો હતો. આ શખ્સ મુળ ધોરાજીનો વતની છે. હાલ તેના પરિવાર સાથે રાજકોટ રહે છે. તે માતા સાથે કડીયા કામની મજુરી કરે છે. અગાઉ તેના વિરૂધ્ધ દારૂ સહિતના ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતાં. તેને માથાકુટ ચાલતી હોઇ કેટલાક સમય પહેલા રાજકોટના જ એક શખ્સ પાસેથી આ તમંચો કાર્ટીસ લીધા હોવાનુ઼ રટણ કર્યુ હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. ધાસુરા, કોન્સ. કિશોરભાઇ ઘૂઘલ, અમિતભાઇ ટુંડીયા અને રવિરાજભાઇ ધગલે આ કામગીરી કરી હતી. વિશેષ તપાસ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
(12:35 PM IST)










