<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

મવડીમાં દક્ષિણ મામલતદાર ઝાલાનું ઓપરેશનઃ પાંચ

કરોડની જમીન ખૂલ્લીઃ ૭ કાચા-પાકા મકાનો તોડી પડાયા ૧પ૦ ફૂટ રીંગ રોડ પાછળ શનૈશ્‍વર પાર્કની બાજુમાં ૮ર ફુટ રોડ પર દબાણો ઉભા થઇ ગયા હતા.

રાજકોટ તા. ૧: રાજકોટ જીલ્લા કલેકટરની સૂચના બાદ આજે મવડી ક્ષેત્રમાં ઇન્‍ચાર્જ મામલતદાર શ્રી ઝાલા અને તેમની ટીમે પોલીસના બંદોબસ્‍ત-જીઇબીની ટીમોને સાથે રાખી મવડી સર્વે નં. ૧૯૪ ની અંદાજે ૧ હજાર ચો.મી. સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલ દબાણો ઉપર બૂલ ડોઝર ફેરવી દઇ જમીન ખૂલ્લી કરાવી હતી, અને કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.

મવડીમાં-૧પ૦ ફુટ રીંગ રોડના પાછળની બાજુએ શનૈશ્‍વર પાર્ક પાસે-૮ર ફુટ રોડ ઉપર મવડી સર્વે નાં. ૧૯૪ પૈકીની અંદાજે ૧ હજાર ચો.મી. જમીન ઉપર ૭ થી ૮ જેટલા કાચા-પાકા મકાનો ઉભા થઇ ગયા હતા, આ લોકોને નોટીસો મારવા છતાં ખાલી નહીં કરતા આખરે આજે મામલતદાર શ્રી ઝાલા, સર્કલ ઓફીસર અજયસિંહ જાડેજા તથા અન્‍ય સ્‍ટાફે બુલડોઝર ફેરવી દઇ દબાણ દૂર કર્યું હતું, હવે ગ્રાંટ મળ્‍યે જમીન ફરતે ફેન્‍સીંગ કરી લેવાશે.

(2:49 PM IST)