<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

રાજકોટ જીલ્લાની પાંચ પાલિકા અને ૪ તાલુકાની ૬ બેઠક માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસઃ ભાયાવદરમાં એક પણ ફોર્મ ભરાયું નથી

૪ પાલીકામાં ર૮૦નો ઉપાડ અને ૧૧૦ ફોર્મ ભરાયાઃ આચાર સંહિતા-ખર્ચ માટે નોડલ ઓફીસર મુકાયા... ચૂંટણીમાં ઓબઝર્વર તરીકે ચેતન ગાંધીઃ સોમવારે ચકાસણી થશેઃ સ્‍ટાફની તાલીમ પૂરી

રાજકોટ તા. ૧: રાજકોટ જીલ્લાની પાંચ નગરપાલિકા અને ૪ તાલુકાની ૬-તાલુકા પંચાયત બેઠક અંગે જીલ્લામાં ધમધમાટ પ્રવર્તી રહ્યો છે, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, આ ચૂંટણીમાં ઓબર્ઝવર તરીકે રાજકોટના ભૂતપૂર્વ એડી. કલેકટર શ્રી ચેતન ગાંધીની નિમણુંક થઇ છે, તેઓએ અધીકારીઓ સાથે મીટીંગ યોજી ચૂંટણીની તૈયારીની સમીક્ષા કરી હતી, ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે, ફોર્મ ભરવા અંગે આજે ભારે ધસારો થશે, સોમવારે ફોર્મની ચકાસણી થશે, તમામ-સ્‍ટાફની તાલીમ પૂરી કરી લેવાઇ છે, મતદાર જાગૃતિ માટે કિરીટસિંહ પરમારની નિમણુંક કરાઇ છે, મતદાન ઇવીએમથી થશે.

આજે સવારે ૧૧ સુધીમાં ચાર પાલીકામાં કૂલ ર૮૦ ફોર્મ ઉપડયા અને ૧૧૦ ભરાયા છે, જેમાં જસદણ-૧૬, જેતપુર-૪૩, ધોરાજી-ર૬, ઉપલેટા-ર૬ ફોર્મ ભરાયા છે, ભાયાવદરમાં એક પણ ફોર્મ ભરાયું નથી.

૪ તાલુકાની-૬ બેઠકની ચૂંટણીમાં ડૂમીયાણીમાં-૧, જસદણ-૧, જેતપુર-૧ ફોર્મ ભરાયા છે. તાલુકા પંચાયત ચૂંટણીમાં ૯ ફોર્મ ઉપડયા છે, મોટી પાનેલી-ર ફોર્મ ભરાયા છે. ખર્ચ અને આચાર સંહિતા અંગે નોડલ ઓફિસરોની નિમણુંક કરાઇ છે.

(3:34 PM IST)