<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્‍ટ્ર સંભાગ આયોજીત ઈન્‍ડીયા ઈન્‍ડસ્‍ટ્રીયલ ફેરમાં સોમવારે રેલવે વિભાગ દ્વારા ખાસ સેમીનારનું આયોજન

આવતી કાલે તા. ૨ થી ૫ ફેબ્રુ. એમ ચાર દિવસ યોજાનારા આ એકસ્‍પોમાં ગુજરાતના ઔધોગીક એકઝીબીશનના ઈતિહાસમાં પ્રથમ વખત રેલવેના તમામ વિભાગ ભાગ લેશે :સરકાર સાથે ધંધો કરવા ફરજીયાત જેમ (GeM)નું સ્‍પોટ રજીસ્‍ટ્રેશન વિનામુલ્‍યે કરી અપાશેઃ જેમ(GeM), સરકારની વિવિધ યોજનાઓ, ડિફેન્‍સ ઉદ્યોગ વગેરે માટે ખાસ સેમીનારો યોજાશે પ્રવેશ નિઃશુલ્‍ક

રાજકોટ : લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્‍ટ્ર સંભાગ દ્વારા આવતીકાલે તા. ૨થી તા. પ  એમ ચાર દિવસ ઈન્‍ડીયા ઈન્‍ડસ્‍ટ્રીલ ફેર-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્‍યુ છે જેમા ગુજરાતના એકસપોના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતીય રેતાવેના તમાય વિભાગ ભાગ લેશે, સરકાર સાથે ધંધો કરવા ફરજીયાત એવુ જેમ (GeM)નું સ્‍પોટ રજીસ્‍ટ્રેશન વિનામુલ્‍યે કરી આપવામાં આવશે, નાના-મધ્‍યમ ઉદ્યોગ માટે સરકારની વિવિધ યોજનાઓ વિશે યોગ્‍ય માર્ગદર્શન આપવામાં આવશે,ભાગ લેનાર ઉદ્યોગપતીઓને સરકારી સબસીડી મળવા પાત્ર છે તેની પ્રોસેસ પણ સ્‍થળ પર કરી આપવામાં આવશે. આમ સૌરાષ્‍ટ્રના ઉદ્યોગ જગત માટે પોતાના ઉદ્યોગને નવી ઉંચાઈ પર લઈ જવા ઘર આંગણે તક ઉપલબ્‍ધ બનશે એમ લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક શ્રી હંસરાજભાઈ ગજેરા અને એકસ્‍પોના ચેરમેન શ્રી ગણેશભાઈ ઠુંમરની એક યાદીમાં જણાવાયું છે.

શ્રી ઠુંમરે જણાવ્‍યુ છે કે, ગુજરાતના એકઝીબીશનના ઈતિહાસમા પ્રથમ વખત રાજકોટમાં ભારતીય  રેલવેના વિવિધ વિભાગો જેવા કે ઉત્તર રેલવે, દક્ષીણ રેલવે, પૂર્વ રેલવે, પヘીમ રેલવે, મદલ રેલવે, કોંકણ રેલવે, પેટ્રો રેલવે વગેરે તમામ વિભાગો એકઝીબીશનમાં ઉપસ્‍થિત રહી પોતાની જરૂરીયાતની પ્રોડક્‍ટનું પ્રદર્શન કરશે. ભારતીય રેલવેને દરેક પ્રકારના કાસ્‍ટીંગ્‍સ અને ફોર્જીગ્‍સ, ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કાસ્‍ટીંગ, ટુલીંગ, હાર્ડવેર, કીચન વેર-કટલેરી, ફેબ્રીકેશન, બેરીંગ, ઈલેક્‍ટ્રીક મોટર પંપ અને વાહવસ, મશીનીંગ પાર્ટશ, ઈલેકટ્રીકલ્‍સમાં કેબલ, સ્‍વીચીશ, પેનલ બોર્ડ વગેરે, લહોસ્‍ટ્રી, ફૂડ રીલેટેડ આઈટપ્‍સ, પપ્‍લાસ્‍ટીક પ્રોડક્‍ટસ, પાઈપ્‍સ અને ફીટીંગ્‍સ, બાથરૂપ ફીટીંગ્‍સ, લેખીનેટસ, ટ્રાન્‍સફોર્મર, બારપાર્ટસ, સીરામીક્‍સ, સેનેટરીવેર, એલીવેટર મશીન્‍સ સહિત અનેક નાની મોટી પ્રોડક્‍ટની જરૂરીયાત હોય છે. સૌરાષ્‍ટ્રના ઉદ્યોગ ગળહો મોદા ભાગની પ્રોડક્‍ટ સારી કવોલીટીમાં સપ્‍લાય કરવા સક્ષમ છે. રેલવે માટે ત્રણ હજાર ચોરસ મીટરના અલાયદા ડોમની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જેમાં રેલવેના તમામ વિભાગો દ્વારા પીતાની પ્રોડકટ રજુ કરવામાં આવશે અને જે તે પ્રોડક્‍ટ માટે વેન્‍ડર રજીસ્‍ટ્રેશન માટે માર્ગદર્શન આપવામાં આવશે આ સૌરાષ્‍ટ્રના ઉદ્યોગપતિઓને રાજકોટમાં ઘર આંગણે રેલવે સાથે ધંધો કરવાની અને ધંધો કરતા હોય તો વધારવાની ઉજથી તક ઉપલબ્‍ધ બનશે.ડોમમાં રેલવેના વિવિધ વિભાગો જેવા કે સેન્‍ટ્રલ ઓગેનાઈઝેશન ફોર મોર્ડનાઈઝેશન ઓફ વર્કશોપ ( COFMOW),સેન્‍ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલવે ઈશન (CORE), સર્ચ ડિઝાઈન એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO), ઈલ ઈન્‍ડીયા ટેકનીકલ એન્‍ડ ઈકોનોમીક સર્વિસ (RITES), ઈન્‍ડીયન રેલવે કન્‍સશન ઈન્‍ટરનેશનલ લીપટિક (IRCON), કન્‍ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયા લી. (CONCOR), હોંકણ રેલવે કોર્પોરશન લી. (KRCL), વથે વિકાસ સિખમ લી. {RVNL), ઈન્‍ડીયન રેલવે કેટરીંગ એન્‍ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC), ડેટેડ ઈ કોરીડોર કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયા લી. (DFCCIL), રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયા લી. (RCIL), મુંબઈ રેલવે વિકાસ કોર્પોરશન લી. (MRVC), ઈન્‍ડીયન રેલવે ફાઈનાન્‍સ કોર્પોરેશન લી. (IRFC), સેન્‍ટર ફોર રેલવે ઈન્‍ફોર્મેશન સીસ્‍ટમ્‍સ (CRIS), લ લેન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરીટીસ (RLDA), બ્રેથવેટ એન્‍ડ કંપની લીટિક (BCL), નેશનલ હાઈસ્‍પીડ રેલ કોર્પોરેશન લી. (NHSRCL) સહિત રેલવેના વિવિધ વિભાગોના સ્‍ટોલ રાખવામાં આવ્‍યા છે જેમાં જવાબદાર અધીકારીઓ દ્વારા તેમની જરૂદીયાત પ્રમાણેની પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે અને સૌરાષ્‍ટ્રના ઉદ્યોગપતિઓ આ પ્રોડક્‍ટ ડેલવપ કરીને રેલવેને સપ્‍લાય કરી શકે એ માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત ડાયરેક્‍ટર જનરલ રેલવે ઓર્ડ, જોઈન્‍ટ ડિરેક્‍ટર નેશનલ રેલ મ્‍યુઝીયમ ખાસ ઉપસ્‍થિત રહેશે. રેલવે અને સૌરાષ્‍ટ્રના ઉદ્યોગકારો એક બીજાને સમજી શકે અને રેલવેને જરૂરી તમામ ચીજ વસ્‍તુ આપણા ઉદ્યોગગળહો સારી કવોલીટીમાં સપ્‍લાય કરી શકે એવા ઉમદા ધ્‍યેશ સાથે એકસ્‍પો દરમિયાન તા. ૩.૨.૧૫ને સોમવારે સવારે ૧૦ વાગ્‍યે ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યું છે. સેમીનારના રેલવેના તથામ વિભાગના સીનીયર અઘીકારીઓ પ્રેઝન્‍ટેશન આપશે અને ઉદ્યોગપતિઓના સવાલોના જવાબ પણ આપશે.

શ્રી હંસરાજભાઈ ગજેરાએ જણાવ્‍યું છે કે, ઈન્‍ડીયા ઈન્‍ડસ્‍ટ્રીયલ ફેર-૨૦૨૫ બાદ સૌરાષ્‍ટ્રના ઉદ્યોગ જગત વિકાસની નવી ઉંચાઈ પર જશે જેનો લાભ લોકોને મળશે. ભારતીય રેલવે ઉપરાંત દેશના અનેક જાણીતા ઔદ્યોગીક એકમો એકરપોમાં ભાગ લઈ રહ્યા છે. સરકાર સાથે ધંધો કરવા માટે અગત્‍યનું એવુ જેમ (GeM) રજીસ્‍ટ્રેશન એકસ્‍પોમાં સ્‍પોટ રજીસ્‍ટ્રેશન કરી આપવામાં આવશે. જેમ (GeM) માં પ્રાયમરી રજીસ્‍ટ્રેશન માટે જે તે વેપારી પેઢીના માલીકના પાન કાર્ડ, આધાર કાર્ડ, પાન-આધાર સાથે લીંક થયેલ મોબાઈલ નંબર, ઈમલ આઈ.ડી. ઘંઘાને લગતા સરકારી રજીસ્‍ટ્રેશનના ડોકયુમેન્‍ટ જરૂરી છે, જે તે ઉદ્યોગપતિ જરૂરી ડોકયુમેન્‍ટ સાથે રાખશે તો એકસ્‍પોમાં વિનામુલ્‍યે સ્‍પોટ રજીસ્‍ટ્રેશન કરી આપવામાં આવશે. લઘુ ઉદ્યોગ ભારતીએ જેમ (GeM) સાથે એમ.ઓ.યુ. કર્યા છે અને એકરપો સ્‍થળે જેમ (GeM) રજીસ્‍ટ્રેશન ઉપરાંત તેને લગતી તમામ માહિતી ઉદ્યોગપતિઓને મળી રહે એ માટે જેમ (GeM)નાં ઉચ્‍ચ અધીકારીઓ ત્‍યા હાજર રહેશે અને માર્ગદર્શન આપશે. તેમના જણાવ્‍યા અનુસાર ૪૦ હજાર ચો. મીટરમાં સેન્‍ટ્રલી એ.સી. જર્મન હેંગર સ્‍ટાઈલના આઠ વિશાળ કોમમાં ૩૫૦ થી વધુ સ્‍ટોલમાં નાના અને મધ્‍યમ કદના ઉદ્યોગ ગળહો પોતાની પ્રોડકટ પ્રદર્શીત કરવાના છે. રાજકોટ અને આસપાસના વિસ્‍તારોમાં ચાલીસથી વધુ પ્રકારની ઈન્‍ડસ્‍ટ્રી વિકસી છે ઈન્‍ડીયા ઈન્‍ડસ્‍ટ્રીયલ ફેર-૨૦૨૫ આ જે તે ઉદ્યોગોની બ્રાન્‍ડને રાષ્‍ટ્રીય - આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે બ્રાન્‍ડીંગ માટેનું યોગ્‍ય પ્‍લેટફોર્મ બની.

ઉદધાટન સમારોહ રવિવારે સવારે ૧૦ વાગ્‍યે યોજાશે. એકઝીબીશન સ્‍થળ એન.એશ.આઈ.સી. ગ્રાઉન્‍ડ, રાજકોટ ખાતે યોજાનાર આ સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે લઘુ ઉદ્યોગ ભારતીના અખીલ ભારતીય સંગઠન મંત્રી શ્રી પ્રકાશચંદજી, આર. એસ. એસ.ના પヘીમ ક્ષેત્રના સંઘચાલકજી કો. જયંતિભાઈ ભાડેશીયા, યુનીયન પીનીસ્‍ટર અને ભાવનગરના સાંસદ શ્રીમતિ નીમુબેન બાંભણીયા, ગુજરાત રાજ્‍યના કેબીનેટ મંત્રીશ્રીઓ શ્રીમતિ ભાનુબેન બાબરીયા તથા જામનગરના શ્રી રાઘવજીભાઈ પટેલ, સંસદસભ્‍ય શ્રી પરષોતમભાઈ રૂપાલા, રાજયસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, જામનગરના સાંસદ શ્રીમતિ પુનમબેન માડમ, રાજકોટના ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતિ દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, નેચર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ડાકર સહિત અનેક આગેવાનો લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્‍ટ્રીય તથા સૌરાષ્‍ટ્ર, ગુજરાતના હોદાદારો ઉપસ્‍થિત રહેશે.

તા. ૨ થી તા. ૫ ફેબ્રુ. ૨૦૨૫ એમ ચાર દિવસ એકસ્‍પો સવારના ૧૦ થી સાંજના ૬ વાગ્‍યા સુધી ચાલુ રહેશે, ઉદ્યોગકારો અને વેપારીઓ એકસ્‍પોમાં વિનામુલો પ્રવેશ મેળવી શકશે.

સોમવારે મહત્‍વના બે સેમીનાર યોજાશે જેમાં ઈન્‍ડીયા ઈન્‍ડસ્‍ટ્રીયલ ફેર-૨૦૨૫ અંતર્ગત આગામી તા. ૩.૨.૨૫ને સોમવારે ઉદ્યોગો માટે મહત્‍વના બે સેમીનારનું આયોજન કરવામાં આવ્‍યુ છે. સોમવારે સવારે ૧૦ વાગ્‍યો ભારતીય રેલવે વિભાગ દ્વારા સેમીનાર રાખવામાં આવ્‍યો છે જેમાં રેલવેના તમામ વિભાગના સીનીયર અધીકારીઓ રેલવે એન્‍જીન મેન્‍યુફેક્‍ચરીંગ, કોચ મેન્‍યુફેક્‍ચરીંગ સહિત વિવિધ બાબતો વિશે વિસ્‍તળત પ્રેઝન્‍ટેશન રજુ કરશે અને રેલવેની વિવિધ ચીજ વસ્‍તુઓની જરૂરીયાત વિશે માહિતી આપશે. સેમીનાર દરમિયાન ઉપસ્‍થિત ઉદ્યોગપતિઓના મનમાં રેલવે સાથે ધંધો કરવા બાબત જે કંઈપ્રશ્‍નો હશે તેના વિશે યોગ્‍ય માર્ગદર્શન આપવામાં આવશે. સોમવારે જ બપોર પછીના સેશનમાં બે વાગ્‍યે ઉદ્યોગો માટે મહત્‍વનો બીજો સેમીનાર રાખવામાં આવ્‍યો છે. જેમાં સરકાર સાથે ધંધો કરવા માટે ખૂબ જ અમત્‍યનું એવુ જેમ (GeM) રજીસ્‍ટ્રેશન વિશે માહિતી આપવામાં આવશે. એકપો દરમિયાન જેમ (GeM)નું સ્‍પોટ રજીસ્‍ટ્રેશન પણ વિનામુલ્‍યે કરી આપવામાં આવશે. આ ઉપરાંત ઉદ્યોગોના ગ્રોથ માટે ઉપલબ્‍ધ વિવિધ સરકારી યોજનાઓ જેવીકે ગુજરાત સરકારની ઈન્‍ટેન્‍સીવ સ્‍કીમ ફોર ઈન્‍ડસ્‍ટ્રીઝ, એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગકારો માટે આત્‍મનિર્ભર સ્‍કીમ, માર્કેટ કેવલપમેન્‍ટ આસીસ્‍ટન્‍સ, સ્‍ટાર્ટઅપ અને ઈનોવેશન માટે આસીસ્‍ટન્‍સ, ઝેડ સર્ટીફીકેશન, ગવર્મેન્‍ટ ઈ-માર્કેટ (જેમ) (GelM) વિશે વિસ્‍તળત માહિતી આપવામાં આવશે. સેમીનારમાં ડિફેન્‍સ ઉદ્યોગને લગતી વિવિધ બાબતો વિશે પણ માહિતી આપવામાં આવશે.

આઈ.આઈ.એફ.-૨૦૨૫ના આયોજન માટે લઘુ ઉદ્યોગ ભારતીના માર્ગદર્શક શ્રી હંસરાજભાઈ ગજેરા, ચેરમેન શ્રી ગણેશભાઈ ઠુંપર, લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્‍ટ્ર સંભાગના મહામંત્રી શ્રી જયભાઈ માવાણીની આગેવાનીમાં ટીમ કાર્યરત છે.

(3:35 PM IST)