<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

બોડીઘોડી પાસે કુતરૂ આડે આવતાં બાઇક સ્‍લીપઃ રૈયાધારના શૈલેષભાઇ પારઘીનું મૃત્‍યુ

બહેનને ખિહર દેવા વિસામણ ગામે જતી વખતે અકસ્‍માત નડયો'તો બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ પારઘી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧: રૈયાધાર શાંતિનગરના ગેઇટ પાસે રહેતાં શૈલેષભાઇ પુનાભાઇ પારઘી (ઉ.વ.૪૫)ને સંક્રાંતિના આગલા દિવસે પડધરીના બોડીઘોડી ગામ નજીક કુતરૂ આડે આવતાં બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેમનું સારવાર દરમિયાન આજે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ શૈલેષભાઇ એક બહેનથી મોટા હતાં અને પરિવારનો આધારસ્‍તંભ હતાં. મકરસંક્રાતિના આગલા દિવસે ૧૩મીએ તેઓ પડધરીના વિસામણ ગામે રહેતાં બહેનને ખિહર આપવા જઇ રહ્યા હતાં ત્‍યારે બોડીઘોડી પાસે કુતરૂ આડે આવતાં બાઇક અડથાઇ જતાં દૂર સુધી પોતે ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતી. અહિ મૃત્‍યુ આજે તેમનું મૃત્‍યુ નિપજતાં સિવિલ હોસ્‍પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઇ, હેડકોન્‍સ. અશ્વિનભાઇ, કોન્‍સ. તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં પડધરીના પીએઅસાઇ સહિતે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર શૈલેષભાઇને સંતાનમાં બે પુત્ર છે. પોતે કડીયા કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(3:36 PM IST)