તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
શ્રી જયાનંદ ધામ જિનાલયના અંજન શલાકા-પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ
આજે શ્રી શાંતિનાથ ભગવાનનો એડવોકેટ જે. એમ. શાહ પરિવારના આંગણેથી નગર પ્રવેશઃ કાલે સિધ્ધચક્ર મહાપૂજન

રાજકોટ તા. ૧: કાલાવડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ નાં આંગણે પૂ. આ.ભ.શ્રીમદ જયશેખરસૂરીશ્વરજી મ.સા . નાં સાનિધ્યમાં આજથી જયાનંદ ધામના અંજન શલાકા-પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે શ્રી જલયાત્રા સવારે ૬ વાગ્યે શ્રી શાંતિનાથ ભગવાન નો નગર પ્રવેશ શત્રુંજય તળેટી ના નવ ચરણ પાદુકા નો નગર પ્રવેશ જે. એમ. શાહ પરિવાર નાં આંગણે થી દિલેશ જે. શાહ (એડવોકેટ), એ-૧૦૧, નિર્વાણા ટાવર, નિર્વાણા રોડ, રામજી ભવન પાસે, ઓફ અવધ રોડ, રાજકોટ થી વાજતે ગાજતે પ્રયાણ કરી અને શ્રી જયાનંદ ધામ ખાતે પધારેલ.
જયારે મહોત્સવના ભાગરૂપે બીજો દિવસ કાલે તા. ૨ રવિવાર નાં સવારે ૯ કલાકે શ્રી સકલ સિદ્ધિદાયક રિદ્ધિદાયક તળસ્ટીદાયક, શ્રી સિદ્ધચક્રજી મહાપૂજન ચેતનાબેન અતુલભાઇ પારેખ, જેની નિશાંતભાઈ પારેખ, પરીતા મોનીલભાઈ મહેતા તથા સંપૂર્ણ દિવસના સ્વામી વાત્સલ્યના લાભાર્થી મંજુલાબેન વીનુભાઈ શાહ, બ્રિન્દાબેન હિતેશભાઈ શાહ પરિવાર શિવાની, આંગી, વિહાન એ લાભ લીધેલ છે.
ત્રીજો દિવસ તા. ૩ સોમવાર નાં સવારે ૯ કલાકે મહાન પ્રભાવી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરાવનાર વીશસ્થાનક મહાપુજન દેવ દેવી વિધાન નાં લાભાર્થી મધુબેન જીતેન્દ્રભાઈ દોશી પરિવાર ના પુત્રવધુ દર્શનાબેન આશિતભાઈ દોશી ના વિશસ્થાનક તપ ની પૂર્ણાહુતી પ્રસંગે તથા સંપૂર્ણ દિવસના સ્વામી વાત્સલ્યના લાભાર્થી પ્રિતીબેન જીતેન્દ્રભાઈ ટોલીયા પરિવાર (યુએસએ) પુત્રઃ વિશાલ, પુત્રવધુઃ ઝલક, પુત્રીઓઃ શિતલ, દેવલ લીલાવંતીબેન નેમચંદ ટોલીયા (માતા-પિતા), વિમળાબેન દિલીપભાઈ મહેતા (માતા-પિતા), અમીચંદ-જયોત્સના, મનહરલાલ-દીના, શશીકાંત-આશા, લલિત-હર્ષા, હિતેન-તોહા, હસુમતી, પ્રતિભા, હિના, સોનલ એ લાભ લીધેલ છે.
તેમ શ્રી કાલાવાડ રોડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ-રાજકોટ ના મહેશભાઈ મણીયાર (૯૪ર૭રર૦૩૩૧), વિપુલભાઈ દોશી (મો. ૯રર૮૭૬પ૬૮૮), નિતેશભાઈ શાહ (મો. ૯૪૨૬૨૨૦૨૧૬) ની યાદી જણાવે છે.
(2:57 PM IST)










