<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

વાવડી ગામમાં રૂા.૩૦ હજારના વિદેશી દારૂ ભરેલી બે કાર કબ્‍જેઃ બુટલેગરની શોધ

તાલુકા પોલીસના કોન્‍સ.મયુરસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા અને શિવભદ્રસિંહ ગોહિલની બાતમીઃ દારૂ અને બે કાર મળી રૂા.૩.૮૦ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા.૧: વાવડી ગામમાં બે કારમા વિદેશી દારૂનો જથ્‍થો હોવાની બાતમી મળતા તાલુકા પોલીસે દરોડો પાડી રૂા.૩૦,૧૯૨ની કિંમતનો વિદેશી દારૂનો જથ્‍થો ભરેલી બે કાર કબ્‍જે કરી બુટલેગરની શોધખોળ હાથધરી છે.

મળતી વિગત મુજબ વાવડી ગામમાં આવેલી બંધ શેરીમાં બે કારમાં દારૂનો જથ્‍થો પડયો હોવાની તાલુકા પોલીસ મથકના કોન્‍સ.મયુરસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા અને શિવભદ્રસિંહ ગોહિલને બાતમી મળતા વાવડી ગામમાં શેરી નં.૨૫ બંધ શેરીમાં દરોડો પાડી અલ્‍ટો અને સેન્‍ટ્રો કાર જોવા મળતા પોલીસે તપાસ કરતા જીજે.૩ડી.એન-૭૨૪૬ નંબરની અલ્‍ટો કારમાંથી વિદેશી દારૂની ર૪ બોટલ અને જીજે-૩ડીજી-૨૧૯૦ નંબરની સેન્‍ટ્રો કારમાંથી દારૂની ર૪ બોટલ મળી આવતા પોલીસે રૂા. ૩૦,૧૯ર ની કિંમતનો દારૂનો જથ્‍થો અને બે કાર મળી રૂા. ૩,૮૦,૧૯ર નો મુદામાલ કબ્‍જે કરી બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ. ડી.એમ. હરીપરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.આર. ભરવાડ, હેડ કોન્‍સ. કૌશેન્‍દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા, કુલદિપસિંહ જાડેજા, કોન્‍સ સંજયભાઇ માંડાણી, જયપાલસિંહ સરવૈયા, મયુરસિંહ જાડેજા, નિકુંજભાઇ મારવીયા, શિવભદ્રસિંહ ગોહીલ,મહાવિરસિંહ જાડેજા, ઉગાભાઇ બાળા, બલભદ્રસિંહ જાડેજા, અક્ષયભાઇ નાથાણી અને અમરશીભાઇ ધીરૂભાઇ દ્વારા કરવામાં આવી હતી.(

(3:00 PM IST)