તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
કુવાડવા રોડ પરથી ચોરાઉ બાઇક સાથે જસદણના અજય અને અક્ષય પકડાયા
બી-ડીવીઝન પોલીસના પી.એસ.આઇ. જે. આર. સોલંકી તથા ટીમની કામગીરીઃ બંનેએ દોઢસો ફૂટ રોડ રીલાયન્સ મોલ પાસેથી બાઇક ચોરી કર્યાનું રટણ

રાજકોટ તા. ૧: કુવાડવા રોડ પરથી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે બે શખ્સોને ચોરાઉ બાઇક સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર બે શખ્સો ચોરાઉ બાઇક સાથે ઉભા હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. જે. આર. સોલંકી સહિતના સ્ટાફે કુવાડવા રોડ પરથી અજય નવલભાઇ વાઘેલા (ઉ.વ.ર૩) અને તેનો ભાઇ અક્ષય નવલભાઇ વાઘેલા (ઉ.વ. ૧૯) (રહે. બંને જસદણ નગર પાલીકા નીચે પુલની બાજુમાં), ને ચોરાઉ બાઇક સાથે પકડી લીધા હતા. પોલીસની પુછપરછમાં બંનેએ પંદર દિવસ પહેલા દોઢસો ફૂટ રીંગ રોડ પર રીલાયન્સ મોલ પાસેથી બાઇક ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પી.આઇ. એસ. એસ. રાણેના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. આર. સોલંકી, હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, લાલજીભાઇ હાડગડા, કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા, વિનોદભાઇ પરમાર, રાજદિપભાઇ પટગીર, મનજીભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
(3:35 PM IST)










