<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

કારખાનેદારની નાનીકુંડળ ગામની ૪૫ વીઘા જમીન પચાવી પાડવા પ્રયાસઃ પોલીસ સ્‍ટેશનમાં જ ગોળીએ દેવાની ધમકી!

કટારીયા શો રૂમ પાછળ તપોવન રેસિડેન્‍સીમાં રહેતાં ખીમાભાઇ ડાકીની તાલુકા પોલીસમાં ફરિયાદ : શેઢા પડોશી મુકેશભાઇએ રાણાભાઇને વચ્‍ચે રાખી પોતાની જમીન વેંચીઃ બાદમાં તેમાં પ્રવેશ ન કરવા દીધો, કારખાનેદારને તેમની જમીનમાં પ્રવેશતા પણ અટકાવ્‍યાઃ અજાણ્‍યાએ ફોન પર ધમકાવતાં ફરિયાદની વાત કરતાં તેણે જો ફરિયાદ કરી તો પોલીસ સ્‍ટેશનમાં ઘુસીને મારી નાંખીશ તેવી ધમકી દીધીઃ કેવલ અને કુલદીપ બાખલકીયા તથા અજાણ્‍યા સામે ગુનો દાખલ થર્યો

રાજકોટ તા. ૧: કાલાવડ રોડ કટારીયા શો રૂમ પાછળ રહેતાં કારખાનેદાર યુવાને બાબરાના નાની કુંડણ ગામે આવેલી પોતાની ખેતીની જમીનની બાજુમાં જ આવેલી શેઢા પડોશીની જમીન ખરીદ કરી હોઇ બાદમાં  આ જમીનમાં તેને પ્રવેશ કરવા ન દઇ તેમજ પોતાની જે જમીન છે તેમાં પણ પ્રવેશવા ન દઇ શેઢા પાડોશી તથા જમીન વેંચવામાં વચ્‍ચે રહેનાર અને તેના બે દિકરા વારંવાર ધમકી આપી હેરાન કરતાં હોઇ અને જમીન પચાવી પાડવા પ્રયાસ કરતાં હોઇ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. કારખાનેદારને અજાણ્‍યા નંબર પરથી ફોન કરી દલાલીના પૈસા માંગી ધમકાવતાં તેણે પોલીસ ફરિયાદ કરશે તેમ કહેતાં એ શખ્‍સે તો તો તને પોલીસ સ્‍ટેશનમાં આવીને ગોળી મારી દઇશ! તેવી ધમકી આપી હતી.

આ બનાવમાં તાલુકા પોલીસે કાલાવડ રોડ તપોવન રેસીડેન્‍સી કટારીયા શો રૂમ પાછળ રહેતાં ખીમાભાઇ પાંચાભાઇ ડાકી (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી કેવલ રાણાભાઇ બાખલકીયા, કુલદીપ રાણાભાઇ બાખલકીયા અને અજાણ્‍યા મોબાઇલ ફોન નંબરના ધારકી વરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખીમાભાઇ ડાકી પરિવાર સાથે રહે છે અને કોઠારીયા ખાતે ઉત્‍સવ એન્‍ટરપ્રાઇઝ નામે લેથ વેન્‍ડરનું કારખાનુ ધરાવે છે. તેણે જણાવ્‍યું હતું કે મારી સાથે પરિવારમાં પત્‍નિ, સંતાનો રહે છે. મારી પાસે બાબરા તાલુકાના નાનીકુંડળ ગામે સર્વે નં. ૩૮/૨ પૈકી ૨ તથા સર્વે નં. ૩૮/૨ પૈકી ૩ તેમજ સર્વે નં. ૩૯ પૈકી ૫ પૈકી/૨ની ખેતીની જમીન મારી માલિકીની અને કબ્‍જા ભોગવટાની છે. આ જમીનની દક્ષિણ દિશાએ મુકેશભાઇ લીંબાભાઇ ભાલીયાની જમીન છે. અમે બંને શેઢા પડોશીઓ છીએ. રાણાભાઇએ મને મુકેશભાઇની મારા ખેતરની બાજુમાં આવેલી જમીન રજીસ્‍ટર બાના ખત કરી નક્કી કરેલી રકમ મેળવી દસ્‍તાવેજ ન બનાવી આપી મારી સાથે છેતરપીંડી કરી હતી. આ બાબતે મેં બાબરા પોલીસ સ્‍ટેશનમાં બંને વિરૂધ્‍ધ એફઆઇઆર દાખલ કરાવી છે.

ત્‍યારબાદ આ લોકો મને તેઓની જે જમીન બાબતે મેં ફરિયાદ કરી છે તેમાં પ્રવેશવા પણ દેતા ન હોઇ અને મારી જમીનમા પણ પ્રવેશ કરવા દતાં નથી અને હેરાન કરે છે. હું અને મારા પત્‍નિ પાયલબેન કુંડ ગામે આવેલી અમારી જમીને જઇએ ત્‍યારે પણ આ લોકો હેરાન કરે છે. ગત ૮/૧૧/૨૪ના રોજ રાતે દસેક વાગ્‍યે હું કાલાવડ રોડ જલારામ રેસ્‍ટોરન્‍ટ પાસે હતો ત્‍યારે મારા મોબાઇલ પર અજાણ્‍યા શખ્‍સનો ફોન આવ્‍યો હતો અને કહેલુ કે-દલાલીના પૈસાનું શું છે? જેથી મેં તેને કોણ બોલો છો? શેની દલાલીના પૈસા? એ વિશે પુછતાં તેણે મારા સંબંધીના પૈસાના હિસાબનું શું છે? જેથી મેં તેને રૂબરૂ મળવાનું કહેતાં તેણે ગાળો દીધી હતી.  આથી મેં તેને ફરિયાદ કરવા જાઉ છું તેમ કહેતાં તેણે ફરીથી ગાળો દઇ ધમકી દીધી હતી કે તો તને પોલીસ સ્‍ટેશનમાં જ ગોળી મારીદઇશ! આ પછી પણ તેણે મને વધુ ગાળો દીધી હતી. અગાઉ પણ તા. ૧૮/૮/૨૪ના રોજ હું ઘરે હતો ત્‍યારે અજાણ્‍યા નંબર પરથી ફોન આવતાં મારા પત્‍નિ પાયલબેને ફોન રિસીવ કરતાં રાણાભાઇના દિકરા કેવલ અને કુલદીપે ફોનમાં ગાળો દઇ અમારુ લોકેશન માંગી ધમકી આપી હતી. આમ આ લોકો અમે મુકેશભાઇ વાળી જમીન લીધી છે તે પણ આપતાં નથી અને બાજુમાં જ આવેલી અમારી જમીનમાં પણ પ્રવેશ કરવા દેતા નથી અને અમારી કિંમતી એવી ૪૫ વીઘા જમીન પચાવી પાડવા માટે થઇને અવાર-નવાર ફોન કરી હેરાન કરી મારી નાખવાની ધમકી આપતાં હોઇ અંતે ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં ખીમાભાઇ ડાકીએ જણાવતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્‍સ. મયુરભાઇ ઠાકરે ગુનો દાખલ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

(3:14 PM IST)