તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
૧૯ રાત્રી ૨૦ દિવસના ટૂર પેકેજના નામે બેંક કર્મચારી દિનેશભાઇ લોખીલ સાથે રૂા. ૪૭ હજારની છેતરપીંડી
સમગ્ર એશિયાની ફાઇવ સ્ટાર હોટેલ-રિસોર્ટમાં બૂકીંગના નામે લલચાવાયા સોશિયલ મિડીયામાં જાહેરાત વાંચી ક્લીક કરતાં જ સુરતની તારા મેડમે ફોન કરી પેકેજ આપ્યું: પછી કંપનીના માલિક પ્રકાશ પટેલનો નંબર આપ્યોઃ બંનેએ બાદમાં ફોન રિસીવ કરવાનું બંધ કર્યુઃ એ-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧: સોશિયલ મિડીયા પર અલગ અલગ પ્રકારના ટૂર પેકેજને લલચામણી ઓફરો આપી લોકોને છેતરવામાં આવતાં હોય છે. આવા જ એક બનાવમાં રાજકોટના બેંક કર્મચારી છેતરાઇ ગયા છે. તેમણે ફેસબૂક પર ૧૯ રાત અને ૨૦ દિવસના સમગ્ર એશિયાની ફાઇવ સ્ટાર હોટેલ રિસોર્ટ બૂકીંગને એડ વાંચી ક્લીક કરતાં સુરતની યુવતિએ પેકેજ બૂક કરાવવાના નામે ૪૭ હજાર મેળવી લીધા બાદ બૂકીંગ ન આપી કંપીના માલિકનો ફોન નંબર આપતાં માલિકે તમને રિફન્ડ પાછુ મળી જશે તેમ કહ્યા બાદ તેણે પણ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં ઠગાઇની ફરિયાદ નોંધાવાઇ છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર પાછળ જગન્નાથ પ્લોટ શેરી નં. ૨માં રહેતાં દિનેશભાઇ ભવાનભાઇ લોખીલ (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી સુરતની તારા મેડમ અને સુરતના પ્રકાશ પટેલ વિરૂધ્ધ ઠગાઇનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દિનેશભાઇ લોખીલ પરિવાર સાથે રહે છે અને એસટી બસ સ્ટેશન પાછળ રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકમાં વીસ વર્ષથી નોકરી કરે છે. તેનું બેંકમાં સેવીંગ એકાઉન્ટ છે. દિનેશભાઇએ જણાવ્યું હતું કે ૧૬/૮/૨૩ના હું મારી નોકરીના સ્થળે બેંક ખાતે હાજર હતો ત્યારે ફેસબૂકમાં ટ્રોપીકાના રિસોર્ટની એડ જોઇ હતી. જેમાં ૧૯ નાઇટ અને ૨૦ દિવસ સુધી એશિયાની પાંચ સ્ટાર કેટેગરીની હોટેલ કે રિસોર્ટની સુવિધા વિશે માહિતી હતી. આ પછી મેં એ એડ પર ક્લીક કરતાંમને મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે-હું સુરતથી તારા મેડમ બોલુ છું.
એ પછી તેણીએ કહેલુ કે તમને ત્રણ જણા માટે ૧૯ નાઇટ અને ૨૦ દિવસ માટે ફાઇવ સ્ટાર કેટેટરીને હોટેલનું ઓલ ઓવર એશિયામાં પેકેજ આપવામાં આવે છે અને આ સ્કીમ માત્ર તમારા માટે જ છે, જે ત્રણ વર્ષ સુધીની છે. જો કે તમારે અત્યારે રૂા. ૪૭ હજાર ભરવા પડશે. આ વાત કરીને તેણીએ મને વિશ્વાસમાં લેતાં મેં હા પાડી હતી અને મારા એકાઉન્ટમાંથી મેં તેણે જણાવેલા બેંક એકાઉન્ટમાં આરટીજીએસથી રૂા. ૪૭ હજાર મોકલી દીધા હતાં. ત્યારબાદ થોડીવારમાં જ મને મેમ્બરશીપનો મેસેજ આવ્યો હતો.
પરંતુ બે મહિના પછી મારે ફરવા જવું હોઇ મેં સુરતથી ફોન કરનાર તારા મેડમના ફોન નંબર પર સંપર્ક કરી બૂકીંગ માંગતા તેણે બૂકીંગ આપ્યુ નહોતું. બાદ તારા મેડમને થોડા દિવસ પછી ફરી ફોન કરતાં તેણીએ કંપનીના માલિક પ્રકાશ પટેલનો મોબાઇલ નંબર આપ્યો હતો. જેથી મેં તેને ફોન કરતાં તેણે કહેલુ કે તમને રૂા. ૪૭ હજાર રીફન્ડ મળી જશે. જો કે ત્યારબાદ સતત અવાર-નવાર ફોન કરવા છતાં પ્રકાશ પટેલે ફોન ઉપાડયો નથી. આથી મને તારા મેડમ અને પ્રકાશ પટેલે કાવત્રુ ઘડી ઠગાઇ કરી હાોવનું જણાવતાં હવે મેં ફરિયાદ નોંધાવી છે. પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં એએસઆઇ આર. જી. ચોૈહાણે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
(3:36 PM IST)










