<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

કુવાડવામાં નવી બનતી હોસ્‍પિટલમાંથી રૂા. ૪૬ હજારના સીસી ટીવી કેમેરા, હાર્ડ ડીસ્‍ક સહિતના સામાનની ચોરી

ભારતીનગરમાં રહેતા વેપારી હીતેશભાઇ વાઢીયાની કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧: કુવાડવા ગામમાં નવી બનતી સર્વોદય મલ્‍ટી હોસ્‍પિટલમાં લગાવવા માટે રાખેલા સીસી ટીવી કેમેરા, હાર્ડ ડીસ્‍ક, સ્‍વીચ વગેરે રૂા. ૪૬,ર૩૯નો સામાન કોઇ અજાણ્‍યા શખ્‍સો ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ ભારતીનગર શેરી નં. ૧૧માં રહેતા હીતેશભાઇ કાંતીભાઇ વાઢીયા (ઉ.વ. ૪૧) એ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હીતેશભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ‘મારા ઘરની બાજુમાં મહાદેવ કોમ્‍યુનીકેશન નામે સી.સી. ટી.વી. કેમેરા ઇન્‍ટરકોમ. સીસ્‍ટમને લગતો વ્‍યવસાય કરૂં છું અને દુકાનમાં ડેવીડ દુર્લભજીભાઇ સરવૈયા અને વિપુલ કિશોરભાઇ કાગડીયા કામ કરે છે. ગત તા. ૧૬ના રોજ કુવાડવા ગામમાં નવી બનતી સર્વોદય મલ્‍ટી હોસ્‍પિટલમાં સી.સી. ટી.વી. કેમેરા લગાવવાના હોઇ તેથી હોસ્‍પિટલના સંચાલક કૌશીકભાઇ મહેન્‍દ્રભાઇ માવદીયાના કહેવાથી જરૂરીયાત મુજબ ૩ર ચેનલ વાળુ એનવીઆર, ર૯ ઓડીયો ડોમ કેમેરા, ૩ ઓડીયો બુલેટ કેમેરા, ર હાર્ડ ડીસ્‍ક અને સ્‍વીચ સહિતનો સામાન મોકલ્‍યો હતો. આ સામાન હોસ્‍પિટલમાં ઉતાર્યા બાદ તેજ દિવસે કારીગર ડેવીડ અને વિપુલ બંને હોસ્‍પિટલે પહોંચી રર સીસીટીવી કેમેરા ફીટ કર્યા હતા. હોસ્‍પિટલમાં પીઓપીનું કામ ચાલુ હોઇ તેથી બીજુ કામ થઇ શકે તેમ ન હોઇ કારીગર ડેવીડ અને વિપુલ બંને બાકીનો સામાન ઓફીસની બાજુમાં રાખી જતા રહ્યા હતા. બાદ તા. રપના રોજ સવારે બંને કેમેરા ફીટ કરવા માટે હોસ્‍પિટલે આવ્‍યા ત્‍યારે ઓફીસની બાજુમાં રાખેલા ૧૧ એનવીઆર, સાત ઓડીયો ડોમ કેમેરા, ત્રણ બુલેટ કેમેરા, અને બે હાર્ડ ડીસ્‍ક જોવા ન મળતા બંનેએ ફોન કરીફ જાણ કરતા મે હોસ્‍પિટલના સંચાલક કૌશિકભાઇને ફોન કરી પુછતા પોતાને ખ્‍યાલ નથી તપાસ કરીને કહુ તેમ કહ્યું હતું. બાદ તેણે તપાસ કરીને જણાવેલ કે ‘અહીં કોઇ જગ્‍યાએ તાળા કે નકુચા તુટેલા નથી અહીં આખો દિવસ અને રાત સુધી કામ ચાલુ હોય છે. આ સમય દરમ્‍યાન સામાન કોઇ લઇ ગયું હોવાનું મારૂં માનવું છે.' તેમ વાત કરી હતી. આ બનાવની કુવાડવા રોડ પોલીસમાં જાણ કરતા હેડ કોન્‍સ. એલ. એસ. મહાજન સહિતે સ્‍થળ પર પહોંચી ફરિયાદ દાખલ કરી હેડ કોન્‍સ. સંજયભાઇ કુમારખાણીયાએ તપાસ હાથ ધરી છે.

(3:17 PM IST)