તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
સોમવારે ખાટુ શ્યામ બાબા મંદિરનો શિલાન્યાસ-ભૂમિપુજનઃ પ૦૦ વાર જગ્યામાં મંદિરનું નિર્માણ થશે

રાજકોટઃ શહેરના જામનગર હાઇવે ઉપર ઘંટેશ્વર પાર્ક હોટલની સામે સૈનીક સોસાયટીમાં શ્રી ખાટુ શ્યામ બાબા મંદિરનું નિર્માણ થનાર છે. આ મંદિરનો શિલાન્યાસ અને ભૂમીપુજન આગામી ૩ ફેબ્રુઆરીના સોમવારના રોજ યોજાયેલ છે. પ૦૦ વાર જગ્યામાં આશરે દોઢ થી બે વર્ષમાં આ મંદિરનું નિર્માણ થશે તેમ જણાવાયું છે.
શ્રી શ્યામ સખા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર, રાજકોટમાં શ્રી ખાટુ શ્યામ બાબાનું ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. શિલાન્યાસ અને ભુમી પુજનરાજકોટના માંધાતાસિંહ જાડેજા (ઠાકોર સાહેબ ઓફ રાજકોટ)ના હસ્તે કરવામાં આવશે. શ્યામસખા પરિવાર ટ્રસ્ટના અધ્યક્ષ આનંદજી શર્મા અને અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ અગ્રવાલ દ્વારા જણાવાયું હતું.
આ મંદિર પરીસરમાં શ્રી ખાટુ શ્યામ બાબાનું મંદિર, સાલાસર બાલાજી મંદિર, શિવ-પાર્વતી મંદિર તેમજ રાની સતીદાદી મંદિરનું નિર્માણ થશે.
સોમવારે સવારે ૭:૪પ ગણેશ પુજા યજ્ઞ થશે. વધુ વિગતો માટે મો. ૯૩૭પ૭ ૦૪૧૦૦, ૯૮રપર ૬૦૮૯૯ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:21 PM IST)










