તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
મીરાનગરમાં મકાનમાંથી જય કુબાવત દારૂની રર બોટલ સાથે પકડાયો
યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ રૂા. ૧પ હજારનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ૧ :.. રૈયા રોડ પર મીરાનગરમાં મકાનમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની રર બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ મીરાનગરમાં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. ગીરીરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી મીરાનગર શેરી નં.-૩ માં આવેલા મકાનમાં દરોડો પાડી રૂા. ૧પ,૪૦૦ ની કિંમતની વિદેશી દારૂની રર બોટલ સાથે મકાન માલીક જય કિશોરભાઇ કુબાવત (ઉ.વ.ર૪) ને પકડી લઇ તપાસ હાથ ધરી છે.
(3:21 PM IST)










