તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
ઇન્કમટેકસના જાણીતા ધારા શાસ્ત્રી દૌલતરામ લાલચંદાનીનું દુઃખદ અવસાનઃ કાલે રવિવારે સવારે ‘‘પઘડી''

રાજકોટઃ જૂની પેઢીના ઇન્કમટેસના નામાંકિત એડવોકેટ શ્રી દૌલતભાઇ લાલચંદાની (ઉ.૯૮) નું દઃખદ અવસાન થયું છે.તેમનો વિશાળ અસીલ વર્ગ સહિત પરિવારજનો સ્નેહીઓ, આગેવાનો, સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. અગાઉ તેઓશ્રી રાજકોટ ઇન્કમટેક્ષ કન્સલ્ટન્ટ એસો.ના પ્રમુખ તરીકે યશસ્વી સેવાઓ આપેલ. તેઓશ્રી ખૂબ જ આગળ પડતું નામ ધરાવતા હતા. રણજીતભાઇ, બિરેન (બંટી)ભાઇ ,બેલાબેન સહિત પરિવાર શોકમગ્ન બનેલ છે. સ્વ. દૌલતરામ વિશનદાસ લાલચંદાનીની પઘડી કાલે તા. ૨ રવિવારે સવારે ૧૦ થી ૧૨ વચ્ચે રાજકોટ ખાતે પારસ સોસાયટી હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે , નિર્મલા રોડ ખાતે રાખેલ છે.
(3:44 PM IST)










