તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
રૂડા વિસ્તારમાં ૧૦ નવી ટીપી સ્કીમો ચાલુ વર્ષમાં થશે તૈયાર
કણકોટ રોડ થી મોરબી રોડ સુધીના રિંગ રોડ-ર ફોરલેન બનશેઃ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ૪૮માં સ્થાપના દિનની પ્રથમ વખત ઉજવણીઃ ચેરમેન તુષાર સુમેરા નવા આયોજનોની વિસ્તૃત માહીતી આપી હતી

રાજકોટ તા. ૧: શહેરી વિકાસ સત્તામંડળની સ્થાપનાના ૪૭ વર્ષ પૂર્ણ થતાં આજે ૪૮માં સ્થાપના દિન નીમીતે ચેરમેન તુષાર સુમેરાએ રૂડાને વધુ વિકાસ લક્ષી બનવાની નેમ સાથે ચાલુ વર્ષ દરમિયાન એકસાથે ૧૦ નવી ટીપી સ્કીમ લાગુ કરવાનું જણાવી અલગ અલગ નવા આયોજનો અંગે અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધર્યા બાદ માહિતી આપી હતી.
વધુમાં શ્રી સુમેરાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારનાં પંચાયત ગ્રામ ગળહ નિર્માણ વિભાગ અને શહેરી વિકાસ વિભાગના જાહેરનામા ક્રમાંકઃ જી.એમ.વી./૨૪/યુ.ડી.એ./૧૧૭૭/૬૪૬(૬) કયુ-૨, તા. ૩૦/૦૧/૧૯૭૮ થી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના તથા તેની આજુ-બાજુના ૩૯ ગામોને શહેરી વિસ્તાર તરીકે જાહેર કરી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ની રચના કલમ-૨૨ની જોગવાઈ હેઠળ કરવામાં આવેલ છે ત્યારબાદ ગુજરાત સરકારના તા. ૧૭/૦૬/૧૯૯૮ ના જાહેરનામા નં. કેવી -૬૮-૧૯૯૮-આરએમએન-૮૦૯૫-૩૧૨૦-પી ના નોટીફીકેશનથી રૈયા, મવડી તથા નાનામવા ગામોનો વિસ્તાર ૩૪ ચો.કિ.મી. છે. વધુમાં તા.૦૩/૦૧/૨૦૧૫ ના નોટીફીકેશન કેવી-૦૩ ઓફ ૨૦૧૫-આરએમએન-૯૦૨૦૧૪-૬૨૧૦-પી થી કોઠારીયા તેમજ વાવડી ગામોનો વિસ્તાર આશરે ૨૪ ચો.કિ.મી. તથા ૩૫ ચો.કિ.મી. જેટલો વિસ્તાર હાલે રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલ છે. વધુમાં, સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગળહનિર્માણ વિભાગના જાહેરાતનામા ક્રમાંક- જી.એચ.વી./૪૮ ઓફ ૨૦૦૨/યુ.ડી.એ./૧૧૨૦૦૧/૬૧૫૫/વી, તા.૨૦/૦૪/૨૦૦૨ થી વધુ ૧૮ ગામોના વિકાસને શહેરી વિસ્તારમાં સમાવેશ કરેલ છે. આમ, હાલે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળમાં રાજકોટ મહાનગરપાલિકાની હદ ઉપરાંત કુલ ૫૪ ગામોનો સમાવેશ થયેલ છે તેનો વિસ્તાર ૫૮૧ ચો.કિ.મી. થાય છે. આમ હવે, સમગ્ર સત્તામંડળનો વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકા સહિત ૬૮૬.૮૩ ચો.કિ.મી. થયેલ છે. હાલે, ગુજરાત સરકારશ્રીના તા.૧૮/૦૬/૨૦૨૦ ના જાહેરનામા નં. કેવી/૫૦ ઓફ ૨૦૨૦/આરએમસી/૯૦૨૦૧૯/૯૬૭૦/પી થી મોટામવા, મુંજકા, માધાપર, (મનહરપુર-૧ ગામતળ સહિત) અને ઘંટેશ્વર ગામનો સમાવેશ રાજકોટ મહાનગરપાલિકામાં થયેલ છે. જેથી, હાલે રૂૂડા વિસ્તારમાં કુલ ૪૮ ગામોનો સમાવેશ થયેલ છે.
આગામી વર્ષોમાં સત્તામંડળ દ્વારા તળતીય પુનરાવર્તીત વિકાસ યોજના-૨૦૪૧ આધારિત બેઝ મેપ તૈયાર કરવો. નવી ૭૭ નગર રચના યોજના (૧૧૮.૨ ચો.કી.મી.) બનાવવાનું આયોજન. ૩૦ નવી નગર રચના યોજના રીંગ રોડ-રની ફરતે ૩૫ નવી નગર રચના યોજના રીંગ રોડ-૨ તથા મહાનગરપાલિકાની હદ સુધી ૧૨ નવી નગર રચના યોજના અન્ય વિસ્તાર જે પૈકી ચાલુ વર્ષ ૨૦૨૫ દરમ્યાન ૧૦ નગર રચના યોજના, આગામી વર્ષ ૨૦૨૬ દરમ્યાન ૭ નગર રચના યોજના, આગામી વર્ષ ૨૦૨૭ દરમ્યાન ૯ નગર રચના યોજના, આગામી વર્ષ ૨૦૨૮ દરમ્યાન ૧૦ નગર રચના યોજના બનાવવાનું આયોજન કરેલ છે.
તુષાર સુમેરા દર શુક્રવારે રૂડા
ઓફીસ ખાતે અરજદારોને સાંભળશે
સવારે ૧૧ કલાકે ફરિયાદો-રજુઆતો કરી શકાશે
રાજકોટ, તા. ૧: મ્યુ. કમિશ્નર અને રૂડાના ચેરમેન તુષાર સુમેરાને અર્બન વિસ્તારના લોકો બિલ્ડરો, આર્કીટેકોને શુક્રવારે સવારે ૧૧ વાગે મળવાની જાહેરાત કરી છે. આ દરમિયાન તુષાર સુમેરા અરજદારો, વિવિધ એસોસીએશનના સભ્યો, રહેવાસીઓને સાંભળી તેમની ફરિયાદો-રજુઆતોનું ઝડપથી નિરાકરણ થાય તે માટે પ્રયત્નો કરવાનું જણાવ્યું હતું.
(3:33 PM IST)










