<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

મોદી સરકારનું આ વર્ષનું ધમાકેદાર ‘મહાલક્ષ્મી' બજેટ : નિતીન કામદાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં અનેક ક્ષેત્રોમાં સામાન્‍ય લોકોને ખુશ કરતુ બજેટ આપ્‍યુ છે

રાજકોટ : સૌરાષ્‍ટ્રના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ શ્રી નીતીન કામદાર આજના બજેટ અંગે જણાવે છે કે મોદી સરકારનું આ બજેટ અર્થ તંત્રને વેગ આપનારૂ તથા મીડલ કલાસને ખૂબ ફાયદાઓ આપનારૂ બજેટ છે.

૨૦૨૫-૨૬નું આજે બજેટ બહાર પડવાથી મધ્‍યમ વર્ગો તેમજ નાના મોટા તમામ માટે ‘મહાલક્ષ્મી' બજેટ બની રહેશે.

શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ બજેટના આગલા દિવસે બજેટ અંગે મહાલક્ષ્મી બજેટ હશે તેમ જણાવેલ તે ખરેખર નાણામંત્રીએ આજે સામાન્‍ય માણસોની નાણામંત્રીએ સીધુ રૂા. ૧૨ લાખ ટેક્ષ ફ્રીની આવક જાહેર કરતા તમામ ટેક્ષ ભરતી વ્‍યકિતઓ ખુશ થયા છે. ટેક્ષ ફ્રી લીમીટ વધવાથી તમામ સામાન્‍ય કુટુંબના ખર્ચમાં વધારો થવાથી જીવન જરૂરીયાતની વસ્‍તુઓમાં માંગ વધશે અને ઈન્‍ડસ્‍ટ્રીયલ ઉત્‍પાદનમાં મોટો વધારો થશે. જીડીપીને વેગ મળશે.

ઈન્‍કમટેક્ષ સિવાય દેશના વિકાસ અર્થે ૧૦૦થી વધુ પ્રોજેકટોને તુરત જ પૂર્ણ કરવા, શિક્ષણ ક્ષેત્રે નવા મેડીકલ, ૧૫૦૦૦ મેડીકલ સ્‍ટુડન્‍ટમાં વધારો કરવા, આઈઆઈટી કોલેજ ઉભી કરવા જેથી આવતા પાંચ - સાત વર્ષોમાં આ બધા વિદ્યાર્થીઓ સમાજમાં સેવા આપવા તૈયાર થઈ જાય.

એમએસએમઈ નાના ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવા લોન રકમ વધારો કરવાથી નવુ રોજગાર ક્ષેત્ર વધશે તેવી જ રીતે મહિલાઓને રોજગાર મળે તે માટે લોન તેમજ રાહત આપવાનું જાહેર થયેલ છે. તે અર્થતંત્રને આગળ લાવશે.

સરકાર દ્વારા મત્‍સ્‍ય ઉદ્યોગોને તેમજ મત્‍સ્‍ય ઉદ્યોગોના ઉત્‍પાદનોને જીએસટીમાં કરમાં રાહતો આપેલ છે. જેથી આ ક્ષેત્રમાં વૃદ્ધિ થશે. પરંતુ શાકાહારી લોકો માટે કોઈ વધુ રાહત જીએસટીમાં આવેલ નથી. તેનું ધ્‍યાન શાકાહારીઓને ગયેલ છે અને તેઓ નારાજ છે.

આ સિવાય આવતા પાંચ વર્ષમાં ભારતનો વિકાસ થાય તેનુ નવી સરકારનું આ પ્રથમ વર્ષ છે. જે વિકસીત ક્ષેત્રનું પ્રથમ ચરણ છે. જે આવતા વર્ષોમાં સિદ્ધ કરવાનું ભાજપ સરકારનું ભારતને દુનિયાને ત્રીજા નંબરનું જીડીપી બનાવવાનું અપેક્ષા સાથેનું બજેટ છે. (૩૭.૯)

- નીતીન કામદાર

ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ, રાજકોટ

મો.૯૮૨૫૨ ૧૭૮૪૮

 

(3:23 PM IST)