તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 3rd February 2025
ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ષકો સાથે ગઠીયાઓ ઘુસીગયાઃ બે મોબાઇલની ચોરી
જામનગરના કોન્ટા્રકટર અને રાજકોટના ડોકટરના મોબાઇલની ઉઠાંતરી

રાજકોટ તા. ૩: ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગત ર૮ મીએ ભારત અને ઇગ્લેન્ડના ટી- ટવેન્ટી ક્રિકેટ મેચ જોવા આવેલા જામનગરના કોન્ટ્રાકટર અને રાજકોટના ડોકટરના મોબાઇલ ગઠીયાઓ ચોરી કરી જતા પડધરી પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.
જામનગર સરસ્વતી પાર્ક શેરી નં.- ૧ રણજીતસાગર રોડ ઉપર રહેતા કોન્દ્રાકટર ભવદીપભાઇ પ્રવીણભાઇ પંડયાનો સેમસંગ કંપનીનો એસી-૨૨ અલ્ટ્રા મોબાઇલ કિ. ૭૫,૦૦૦ તેમજ ફિઝયોથેરાપી ડોકટર ચિરાગભાઇ પ્રાણલાલ સોલંકી રે. શિવમ બ્લોક નં. સી-૧૨ અમીધાનપાર્ક પુજીતનગર ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટનો રેડમી કંપનીનો નોટ-૧૩ કિ. ૧૦,૦૦૦ ક્રિકેટમેચ દરમિયાન કોઇ ચોરી કરી ગયાની ફરીયાદ કરતા પડધરી પોલીસે બંને ફરીયાદો અંગે ગુન્હાઓ દાખલ કરી તપાસ હાથધરી છે.
(4:50 PM IST)










