News of Monday, 3rd February 2025
બજેટ કેવું આપશું? સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અભ્યાસ શરૂ
આવતા સપ્તાહે આગામી વર્ષ ર૦રપ-ર૬ના મનપાના ૩૧૧ર.૭૯ કરોડના બજેટના દિ' વધારી રજુ કરવા તૈયારી

કમિશનરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને સુપ્રત કરવામાં આવેલ રાજકોટ મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્ર પર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો દ્વારા અભ્યાસ શરૂ.
ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫નું રિવાઈઝ્ડ તથા આગામી વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરવામાં આવેલ છે. આ બજેટ અંગે ચર્ચા વિચારણા કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને મીટિંગ મળેલ છે. આ મિટીંગમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યશ્રીઓ શ્રીમતી દક્ષાબેન વસાણી, શ્રીમતી મંજુબેન કુંગશીયા, શ્રીમતી ભારતીબેન પરસાણા, શ્રીમતી વર્ષાબેન રાણપરા, શ્રી દેવાંગભાઈ માંકડ, નરેન્દ્રસિંહ વાઘેલા, શ્રીમતી જ્યોત્સનાબેન ટીલાળા, બીપીનભાઈ બેરા, ડો. નેહલભાઈ શુક્લ, શ્રીમતી રૂચીતાબેન જોષી તથા નાયબ કમિશનર મહેશ જાની, સી.કે.નંદાણી તથા એચ.આર.પટેલ સહીત રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(4:42 PM IST)










