<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

કુવાડવા રોડ ચામુંડા સોસાયટીમાં માનસીક બીમારીથી કંટાળી મુકેશ બારૈયાનો આપઘાત

માતા પિતા ઘરે આવતા યુવાનને લટકતો જોઇ દેકારો મચાવ્‍યોઃ એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ

રાજકોટ તા. પ કુવાડવા રોડ પર આવેલી ચામુંડા સોસાયટીમાં રહેતા યુવાને માનસિક બીમારીથી કંટાળી ગળોફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ ચામુંડા સોસાયટી શેરી નં. ર માં રહેતા મુકેશ રણછોડભાઇ બારૈયા (ઉ.વ. રપ) એ પોતાના ઘરે સાડી છતના હુંકમાં બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. 

માતા-પિતા બહારથી ઘેર આવતા મુકેશને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળપર પહોંચી ઇએમટી પિયુષભાઇએ તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા બી-ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.એન. લાઠીયા સહિતે સ્‍થળપર પહોંચી તપાસ હાથધરી હતી પોલીસ તપાસમાં મૃત્‍ક મુકેશના માતા-પિતા મજૂરી કામ કરે છે. યુવાન માનસિક બીમારીથી કંટાળી જઇ આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્‍યુ છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(2:25 PM IST)