<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

રિક્ષા ચોરી ભાડા કરી રોકડી કરતા'તાઃ ત્રિપુટી રવિ, સુમિત અને અજય દબોચાયા

યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એચ. એન. પટેલની ટીમની કાર્યવાહીઃ જગમાલભાઇ ખટાણા, વિજુભા જાડેજા, પ્રતાપસિંહ મોયાની બાતમી

રાજકોટ તા. ૫: વાહનચોરીના ગુના  ઉકેલવા યુનિવર્સિટી પોલીસની ટીમ કાર્યરત હતી એ દરમિયાન મુંજકા ટીટોડીયા ક્‍વાર્ટર પાસેથી ત્રણ શખ્‍સોને પકડી લઇ રિક્ષાચોરીનો ગુનો ઉકેલ્‍યો છે. મનહરપુર-૧ આઇનગરમાં રહેતાં હરેશભાઇ વેલજીભાઇ ચોૈહાણની જીજે૦૩એડબલ્‍યુ-૧૯૧૮ નંબરની ૪૦ હજારની રિક્ષા ચોરાઇ ગઇ હતી. આ ચોરીનો ભેદ ઉકેલાયો છે.

યુનિવર્સિટી ડી. સ્‍ટાફના જગમાલભાઇ ખટાણા, હેડકોન્‍સ. વિજુભા જાડેજા અને પ્રતાપસિંહ મોયાની બાતમી પરથી રવિ વસંતભાઇ મકવાણા (રહે. બી.ટી. સવાણી હોસ્‍પિટલ પાછળ શાંતિનગર મફતીયાપરા), સુમિત નિતીનભાઇ ગોહેલ (રહે. મુંજકા ટીટોડીયા કવાર્ટર) અને અજય શશિકાંતભાઇ ત્રિવેદી (રહે. રૈયા રોડ શિવપરા-૨)ની ધરપકડ કરી રિક્ષા કબ્‍જે કરી છે. સુમિત અગાઉ પણ મારામારી, ચોરી સહિત બે ત્રણ ગુનામાં, અજય પણ એક ગુનામાં પકડાઇ ચુક્‍યો હતો.

આ ત્રણેય રિક્ષા ચોરીને ભાડા કરી રોકડી કરતાં હતાં. ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અનુસાર પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએઅસાઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્‍સ. મહિપાલસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, ગોપાલસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

(3:23 PM IST)