News of Wednesday, 5th February 2025
રવિવારે સોરઠીયા રજપૂત સમાજના નિઃશૂલ્ક સમૂહલગ્નોત્સવઃ ૬ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે
કરીયાવરમાં ટી.વી, ફ્રીઝ સહિત ૨૦૦ થી વધુ વસ્તુઓ અપાશેઃ સોરઠીયા રજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા શાનદાર આયોજન

તસ્વીરમાં સોરઠીયા રજપૂત સમાજના આગેવાનો સર્વશ્રી વિજયભાઇ ચૌહાણ (મો. ૯૯૯૮૦૧૦૦૦૦), અરવિંદભાઇ ચૌહાણ , અશોકભાઇ કેશોર, અશોકભાઇ ખેર અને હરનેશભાઇ સોલંકી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટઃ સંપૂર્ણાનંદજી રજપૂત ફાઉન્ડેશન- રાજકોટ પ્રેરીત શ્રી સોરઠીયા રજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા સોરઠીયા રજપૂત સમાજના નિઃશૂલ્ક સમૂહલગ્ન યોજાયા છે. સાધુ વાસવાણી કુંજ રોડ, આસ્થાચોકથી આગળ શિવમ પાર્ક શેરી નં ૨ સામે, રેલનગર ખાતે તા. ૯ના રવિવારે આયોજીત જ્ઞાતિના સમૂહલગ્નમાં ૬ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દીકરીઓને ટીવી, ફ્રીઝ, વોશીંગમશીન સહિત ૨૦૦ થી વધુ વસ્તુઓ આપવામાં આવશે. આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી , મંત્રી ભાનુબેન બાબરીયા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઇ બોઘરા, ધારાસભ્યો ડો. દર્શીતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ , રમેશભાઇ ટીલાળા, મેયર નયનાબેન પેઢડીયા સહિતનાને આમંત્રણ અપાયું છે.
(3:40 PM IST)










