<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

રાજકોટ- પ્રયાગરાજ બસ સેવા શરૂ થતાં શ્રધ્‍ધાળુઓમાં હર્ષઃ ચેતન રામાણી

 

રાજકોટઃ ગુજરાત સરકારે હિંદુ સનાતન સંસ્‍કળતિના લાખો શ્રદ્ધાળુઓના વિશાળ હિતમા અમદાવાદથી દરરોજ પ્રયાગરાજ એસટી  વોલ્‍વો બસ શરૂ કરવાના નિર્ણય  ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણી એ  રાજકોટ ખાતેથી એસ.ટી. બસ સેવા શરૂ કરવાનો ગળહમંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખી સફળ  રજૂઆત કરી હતી.

રાજકોટ-પ્રયાગરાજ-રાજકોટની મુસાફરી માટે કુલ ૬ બસ ફાળવવામાં આવી છે. રાજકોટથી દરરોજ એક બસ સવારે ૫ કલાકે ઉપડશે અને બીજે દિવસે સાંજે ૭ કલાકે પ્રયાગરાજ ખાતે પહોંચશે. એ પછીના દિવસે બપોરે ૧ કલાકે બસ પ્રયાગરાજથી નીકળશે અને બીજે દિવસે રાત્રે ૨ કલાકે બસ રાજકોટ પહોંચશે. પેકેજ બસના મુસાફરો માટે પ્રથમ અને ત્રીજી રાત્રે રહેવાની વ્‍યવસ્‍થા બારણ (મધ્‍યપ્રદેશ બોર્ડર) મુકામે કરવામાં આવી છે. યાત્રિકોએ પ્રયાગરાજ મુકામે રહેવાની વ્‍યવસ્‍થા પોતાની રીતે કરવાની રહેશે. બસનું વ્‍યક્‍તિદીઠ પેકેજ ભાડું રૂ. ૮,૮૦૦ છે. આ બસનું ઓનલાઈન બુકિંગ એસ.ટી. નિગમની વેબસાઇટ www.gsrtc.in પરથી કરી શકાશે.તેમ યાદીમાં જણાવાયું છે

(3:50 PM IST)