<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th February 2025

હત્‍યાનો પ્રયાસ, રાયોટ સહિત પ૧ ગુનામાં સામેલ

નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇમલો ફરી પાસાના પાંજરે પુરાયો બી.ડીવીઝન પોલીસે વોરંટની બજવણી કરીઃ ચોરીના ત્રણ ગુનામાં સામેલ વનરાજ ઉર્ફે ટકો હાડા સામે ભકિતનગર પોલીસની પાસા હેઠળ કાર્યવાહી કરીઃ બન્નેને અમદાવાદ જેલ હવાલે કર્યા

રાજકોટ, તા. ૬: શહેરના સામાકાઠા વિસ્‍તારમાં હત્‍યાનો પ્રયાસ, રાયોટ, એટ્રોસીટી, મારામારી સહિતના પ૧ ગુનામાં સામેલ અને અગાઉ સાત વખત પાસાની હવાખાઇ ચુકેલા નામચીન શખ્‍સને પોલીસે પકડી ફરી પાસામાં ધકેલી દીધો છે.

મળતી વિગત મુજબ શહેરના જુના મોરબી રોડ વિસ્‍તારમાં હત્‍યાની કોશીશ, રાયોટ, મારામારી, એટ્રોસીટી અને જુગાર સહિત પ૧ ગુનામાં સામેલ તેમજ અગાઉ સાત વખત પાસાની હવા ખાઇ ચુકેલા નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇમલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.વ. ૩પ) (રહે. જુનો મોરબી રોડ ગણેશનગર શેરી નં. ૧૦) ને પાસમાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્‍ચાર્જ પી.આઇ. એમ. આર. ગોંડલીયા તથા હેડ કોન્‍સ. રાજૂભાઇ દહેકવાલ અને ઇન્‍દ્રજીતસિંહ સીસોદીયાએ દરખાસ્‍ત કરતા પોલીસ કમિશનરશ્રી બ્રજેશ ઝાએ વોરંટ ઇસ્‍યુ કરતા બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એસ. એસ. રાણે સહિતના સ્‍ટાફે નામચીન ઇબ્રાહીમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયા (ઉ.૩પ) (રહે. જૂનો મોરબી રોડ ગણેશનગર શેરી નં. ૧૦) ને પાસા તળે અટકાયત કરી વોરંટની બજવણી કરી અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

જયારે ભકિતનગર, તાલુકા અને આજી ડેમ પોલીસ મથકે હેઠળના વિસ્‍તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ શખ્‍સને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝાએ વોરંટ ઇસ્‍યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. મયુરધ્‍વજસિંહ સરવૈયાની રાહબરી હેઠળ વનરાજ ઉર્ફે ટકો સવજીભાઇ ઉર્ફે રવજીભાઇ હાડા (ઉ.ર૦) (રહે. ગોવિંદ રત્‍ન બંગલાની પાસે આર. એમ. સી. કવાર્ટર બ્‍લોક નં. ૧ર રૂમ નં. ૧૬૪૧) ની પાસા હેઠળ અટકાયત કરી પી.આઇ. એમ. એમ. સરવૈયા, એ. એસ. આઇ. નિલેષભાઇ મકવાણા, ભરતભાઇ મકવાણા, હેડ કોન્‍સ. નરેન્‍દ્રભાઇ ગઢવી, હિતેન્‍દ્રસિંહ ઝાલા, પ્રભાતભાઇ મૈયડ, કોન્‍સ. હરવિજયસિંહ ગોહિલ, નીખીલભાઇ પીરોજીયા, અરજણભાઇ પરમાર દેવજીભાઇ તથા હોમગાર્ડ હાર્દિકભાઇ સહિતે વોરંટની બજવણી કરી વનરાજ ઉર્ફે ટકોને અમદાવાદ જેલમાં ધકેલી દીધો હતો.

(4:06 PM IST)