News of Thursday, 6th February 2025
હનુમાન મઢી ચોકમાં કાયમી ભંગાર બજાર-દબાણોના ખડકલા
ગેરકાયદેર બાંધકામ ટીપરવાન, સફાઇ, ન્યુસન્સ સહિતના પ્રશ્નોના ઢગલા, વેસ્ટઝોનનાં ૬ વોર્ડના નગર સેવકો અને અધિકારીઓ સાથે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક : વિવિધ ફરીયાદો તાત્કાલીક દૂર કરવા નયનાબેન, લીલુબેન તથા મનીષભાઇની કડક સૂચના

રાજકોટ, તા. ૬ : મ્યુનિ. કોર્પોરેશનમાં કોર્પોરેટરો દ્વારા મુકવામાં આવતા પ્રજાના કામો, ફરીયાદોનો સમયસર નિકાલ નહી થતો હોવાના પડઘા રૂપે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા ઝોનવાઇઝ અધિકારીઓની મીટીંગ શરૂ કરાઇ છે. જો અન્વેય આજે વેસ્ટ ઝોનમાં વિવિધ વિસ્તારમાં અસ્થાઇ દબાણો, વોંકળા, ડ્રેમેજ સહિતના પ્રશ્નો ઉકેલવા સૂચના આપવામાં આવી છે.
વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી કામો ઝડપથી પૂર્ણ કરી શકાય અને સંકલનના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરી શકાય તે હેતુસર ઝોન વાઈઝ મિટીંગ યોજવાનું નક્કી કરવામાં આવેલ. જે અંતર્ગત ગઈકાલ તા.૦૫ બુધવારના વેસ્ટ ઝોનમાં આવેલ વોર્ડ નં. ૧,૮,૯,૧૦,૧૧,૧૨ કુલ-૬ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં મિટીંગ હોલ, શ્રી હરિસિંહજી ગોહિલ ભવન, વેસ્ટ ઝોન, બિગ બજાર પાછળ આવેલ ઓફીસ ખાતે મિટીંગ યોજાઈ.
આ મિટીંગમાં વોર્ડના સ્થાનિક સંકલનના પ્રશ્નો, રજુઆતો, પ્રગતિ હેઠળના કામો, નવા કામો તેમજ અન્ય બાબતો અંગે સંકલન કરી ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આ મિટીંગમાં વોર્ડ નં.૧મા નવી વોર્ડ ઓફિસ બનાવવી, નવાં ભળેલા વિસ્તારોમાં સફાઇ કામદાર ફાળવવા, એક્શન પ્લાનના કામો શરૂ કરવા, રામાપીર ચોક બ્રિજ પાસે વરસાદી પાણી જમા થવા બાબત, સંતોષ પાર્ક કોમ્યુનિટી હોલની કામગીરી ધીમી છે, નવાં ભળેલા વિસ્તારોમાં ડ્રેનેજના કામો સત્વરે પૂર્ણ કરાવવા, ખુલ્લા પ્લોટમાં બાંધકામ વેસ્ટ નાખતા આસામીઓને અટકાવવા, ટી.પી. પ્લોટમાં ચાપણીયાની દીવાલ કરવી, ગાંધીગ્રામ વિસ્તારમાં ડી.આઈ. પાઇપલાઇનના કામો, આવાસોમાં ચેકિંગ કરાવવું, નવું આરોગ્ય કેન્દ્ર બનાવવું, ડ્રેનેજ સફાઇ ફરીયાદનો તાત્કાલિક નિકાલ કરવો, રોડ ડિવાઈડરની સફાઇ કરાવવી, ડી.આઈ. પાઇપલાઇનના કામો પૂર્ણ થાય ત્યાં ડામર રિ-કાર્પેટ કરવું, નવાં ટીપર વાહન ફાળવવા, રાજનગર ચોક પેટ્રોલ પમ્પની બાજુમાં આવેલ લાઇબ્રેરીનું રીનોવેશન કરવું, ગેરકાયદેસર બાંધકામ અંગે નોટીસ આપવી, ગાંધીગ્રામ-શીવપરા-વિતરાજ નેમીનાથ સોસાયટીમાં સફાઇ કરાવવી અને ન્યૂસન્સ પોઈન્ટની નિયમિત સફાઇ કરવી, હનુમાનમઢી ચોકમાં કાયમી ભંગાર બજાર તથા અસ્થાયી દબાણો દૂર કરવા, સેટેલાઈટ ચોક બગીચામાં દીવાલ કરવી, સાધુ વાસવાણી રોડ આવાસ યોજના કોમન પ્લોટમાં દબાણ દૂર કરવું, ફૂટપાથ પરના દબાણ દૂર કરવા, વોર્ડ નં.૧૦માં સેનેટરી સબ ઇન્સ્પેકટર તથા વર્ક આસીસ્ટન્ટ કર્મચારીઓ ફાળવવા, નાના મૌવા રોડ પર આવેલ પ્લાયવૂડના ગોડાઉન તાત્કાલિક નોટીસ આપી ખાલી કરાવવા, મોકાજી સર્કલથી સ્પીડવેલ ચોક તરફ જતા મંદિર પાસે કાયમી ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરવી, વોર્ડ નં.૧૧માં ન્યુસન્સ પોઈન્ટની સફાઈ માટે વધુ ટ્રેક્ટર ફાળવવા, શનિવારી બજારમાં મુખ્ય રોડ પર ટ્રાફીક ન થાય તે માટે દબાણ હટાવની કામગીરી કરવી, મવડી સ્મશાન પાસે તથા અક્ષર પ્રાઈમ સોસાયટી પાસે બાંધકામ વેસ્ટ નાખતા આસામીઓને અટકાવવા અને દંડ કરવો, રસુલપરામાં આંગણવાડી બાંધકામમાં વિજ વાયર દૂર કરવા પી.જી.વી.સી.એલ. સાથે ફોલોઅપ લેવું, બાપા સીતારામ ચોકથી મવડી ચોક સુધી ડી.આઈ.પાઈપલાઈનનું કામ પૂર્ણ થયેલ હોવાથી ડામર રી-કાર્પેટ તાત્કાલિક કરવો, વોર્ડ નં.૧૨ના નવા વિસ્તારમાં સફાઈની વ્યવસ્થા કરવી, વાવડી ગાર્ડનમાં કસરતના સાધનો રીપેર કરી નવા મુકવા તેમજ ગાર્ડનમાં આવેલ ટોયલેટની નિયમિત સફાઈ કરવી, વાવડી ૪૦ ફૂટ રોડ વળંદાવન ગ્રીન સિટી પાસે સિટી બસ સ્ટોપ છે ત્યાં બસનો સ્ટોપ આપવો, ગોવર્ધન ચોક માધવ ગેઇટ રસ્તો પહોળો કરેલ છે ત્યાં અસ્થાયી દબાણો તથા વાહનો દૂર કરવા, મવડી ચોકડીથી રાવકી જવા માટે સિટી બસની સુવિધા કરવી વગેરે પ્રશ્નો તથા રજુઆતો વોર્ડના કોર્પોરેટરો તરફથી રજુ થયેલ છે.
આ મિટીંગમાં પૂર્વ મેયર અને કોર્પોરેટર ડૉ. પ્રદિપ ડવ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટર દક્ષાબેન વસાણી, હિરેનભાઈ ખીમાણીયા, મિતલબેન લાઠિયા, જીતુભાઈ કાટોડીયા, ડૉ. અલ્પેશભાઈ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, બિપીનભાઈ બેરા, રણજીતભાઈ સાગઠીયા, જ્યોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા, નાયબ કમિશનર ચેતન નંદાણી, ટાઉન પ્લાનિંગ ઓફિસર એસ.એમ.પંડ્યા, ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન ભાવેશ જાકાસણીયા, આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વકાણી, સિટી એન્જીનિયર કુંતેશ મહેતા, પરેશ અઢીયા, સહાયક કમિશનર દિપેન ડોડીયા, વોર્ડ નં.૧,૮,૯,૧૦,૧૧,૧૨ના વોર્ડ એન્જીનિયર, એ.ટી.પી., નાયબ કાર્યપાલક ઈજનેર રોશની રાજેશ જલુ, બિરજુ મહેતા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, પી. એસ. ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, વોર્ડ ઓફિસર, સેનેટરી ઈન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર, ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર, દબાણ હટાવ અધિકારી, ગાર્ડન સુપરવાઈઝર વગેરે ઉપસ્થિત રહેલ હતા.
(2:59 PM IST)










