News of Thursday, 6th February 2025
સમસ્ત મોઢ વણિક જ્ઞાતિના કુળદેવી શ્રી માતંગી માતાજીનો સોમવારે પાટોત્સવઃ પૂજન-મહાપ્રસાદ

રાજકોટઃ સમસ્ત મોઢ વણિક જ્ઞાતિના કુળદેવી શ્રી મોઢેશ્વરી (માતંગી) માતાજીના પાટોત્સવની ઉજવણી દર વર્ષ મુજબ સમસ્ત મોઢ વણિક જ્ઞાતિજનો માટે તા.૧૦ સોમવારે બપોરે ૩ કલાકે પૂજનવિધી અને ૬ :૩૦ કલાકેથી મહાપ્રસાદનું મોઢ વણિક માતંગી પાટોત્સવ સમિતિ દ્વારા આયોજન કરેલ છે.
જેમાં મુખ્ય યજમાન જ્ઞાતિ અગ્રણી મધુબેન જયસુખલાલ છાપીયા પરિવાર આમંત્રણ પત્રિકામાં દર્શાવેલ નજીકના સરનામેથી મહાપ્રસાદના પાસ દીઠ રૂ.૧૦૦ રાખેલ છે તથા ગં.સ્વ. સરયુબેન ઈન્દુભાઈ મહેતા પરિવાર દ્વારા માતંગી માતાજીની પ્રસાદીરૂપી રક્ષાપોટલી ટોકન દીઠ નંગ-૧ મેળવી લેવી.
પાર્ટી પ્લોટ વ્યવસ્થાઃ રાજશ્રુંગાર પાર્ટી પ્લોટ (આશીષભાઈ ભાડલીયા). મહાપ્રસાદ વ્યવસ્થાઃ રાધે કેટરર્સ (ચેતન પારેખ તથા કીશન પારેખ), ફોટોગ્રાફીઃ શ્રીજી ઈલેકટ્રોવિઝન (કેતન પારેખ તથા કમલેશ પારેખ), સાઉન્ડ સીસ્ટમઃ શ્રીનાથજી ડેકોરેશન (કિર્તી રાઠોડ) તથા મંડપ વ્યવસ્થાઃ યંગસ્ટાર ઈવેન્ટ મેનેજમેન્ટ (ચિંતન વોરા)નો સહયોગ મળેલ છે.
રાજકોટના ઈતિહાસમાં મોઢ વણિક જ્ઞાતિજનો માટે ૧૮ વર્ષથી જ્ઞાતિના કુળદેવી મોઢેશ્વરી (માતંગી) માતાજીના પાટોત્સવનો ઘર આંગણે રળીયામણો અને અમૂલ્ય એવો ઉત્સવ ઉજવાય છે, ત્યારે દરેક જ્ઞાતિજનોએ આ પાટોત્સવમાં મહાપ્રસાદ લેવા જ્ઞાતિજનોને આમંત્રણ અપાયું છે.
મોઢ વણિક માતંગી પાટોત્સવ સમિતિના કારોબારી સભ્ય મહેન્દ્રભાઈ મહેતા - વિકાસ પબ્લીસીટી, સુનીલભાઈ મહેતા - શ્રીજી સ્ટીલ, પવનભાઈ પરીખ - એલઆઈસી એજન્ટ, શ્રીમતી પ્રતિમાબેન સતીષભાઈ પારેખ - જ્ઞાતિ અગ્રણી, શ્રી શ્યામભાઈ ગાંધી - મેટલ વુડ ફર્નીચર, તથા શ્રેયાંસ મહેન્દ્રભાઈ મહેતા - વિકાસ પબ્લીસીટી વિશેષ માહિતિ માટે મો. ૯૯૭૯પ ૧૮૧૪૩નો સંપર્ક કરવો.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા સાથે સર્વશ્રી મહેન્દ્રભાઈ મહેતા, પ્રતિમાબેન પારેખ, પવનભાઈ પરીખ, સતિષભાઈ પારેખ, કેતનભાઈ પારેખ, શ્રેયાંસભાઈ મહેતા, સુષ્માબેન મહેતા, પ્રતિક્ષાબેન મોદિ, મીરાબેન વોરા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:45 PM IST)










