News of Friday, 7th February 2025
ભીમનગરના યોગેશ ગલચરની સ્વીફટ કાર પૈસાની લેતીદેતીના ડખ્ખામાં બે મિત્રો લૂંટી ગયા
રાજકોટ રહી ડ્રાઇવીંગ કરતાં મુળ જામનગરના યુવાને લાંબો સમય રાહ જોઇ છતાં કાર પાછી ન આપી :દસ હજાર ઉછીના લીધા હતાં તેની ઉઘરાણી કરી પ્રિન્સ રાઠોડ અને મિલન સોનીએ કાર પડાવી લીધાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ

રાજકોટ તા. ૭ઃ મુળ જામનગરના વતની અને હાલ રાજકોટ બહેન સાથે રહી ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાને મિત્ર પાસેથી છ મહિના પહેલા દસ હજાર રૃપિયા ઉછીના લીધા હોઇ તે પરત ન કરી શકતાં ગત ઓકટોબર મહિનામાં તેને બે મિત્રએ ગાડી લઇને ભીમનગર ચોક શાક માર્કેટ પાસે વાત કરવા બોલાવ્યા બાદ આજે ને આજે હિસાબ પુરો કર તેમ કહી તેની કારની ચાવી પડાવી લઇ બંને કાર લઇ ભાગી જતાં અને આજ સુધી પાછી ન આપતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે નાના મવા રોડ ભીમનગર-૧માં રહેતાં મુળ જામનગર ખોડીયાર કોલોની હનુમાન ટેકરી દલિતનગરના વતની યોગેશ મનોજભાઇ ગલચર (ઉ.વ.૨૩)ની ફરિયાદ પરથી રાજકોટ રહેતાં મુળ અમદાવાદના મિલન સોની અને રાજકોટના પ્રિન્સ રાઠોડ વિરૃધ્ધ ગુનો નોંધ્યો છે.
યોગેશ ગલચરે જણાવ્યું છે કે હું ડ્રાઇવીંગકરી ગુજરાન ચલાવુ છું. હાલમાં રાજકોટ મારા બહેન હીનાબેન સાથે રહુ છું. મારા મોટા ભાઇ રોહિતભાઇની માલિકીની સ્વીફટ કાર જીજે૩૨બી-૬૯૫૯ હં ચલાવુ છું અને આ કારની લોન ચાલુ છે. છએક મહિના પહેલા મારે પૈસાની જરૃર પડતાં મેં મારા મિત્ર મિલન સોની પાસેથી રૃપિયા ૧૦ હજાર ઉછીના લીધા હતાં. આ રકમ મેં તેને હજુ સુધી પાછા આપ્યા નહોતાં.
તે મારી પાસે પૈસાની માંગણી કરતો હોઇ મેં તેને કહેલુ કે બે ત્રણ દિવસમાં હું તમારો હિસાબ પુરો કરી આપીશ. બાદમાં તા. ૧/૧૦/૨૪ના રાતે સવા દસેક વાગ્યે હું મારા બહેનના ઘરે હતો ત્યારે મિત્ર પ્રિન્સ રાઠોડે મને ફોન કરી મિલનભાઇના પૈસાનું શું છે? તેમ પુછતાં મેં તેને હું હિસાબ પુરો કરી દેવાનો છું.
આ પછી પ્રિન્સે કહેલુ કે તું ગાડી લઇ ભીમનગર ચોક શાક માર્કેટ પાસે આવ, મિલન સોની ત્યાં આવેલ છે. જેથી હું મારી સ્વીફટ કાર લઇને ત્યાં જતાં મિલન સાથે વાત કરી હતી અને મેં તેને એકાદ દિવસમાં જ તમને રૃપિયા આપી દઇશ તેવી વાત કરી હતી. પરંતુ મિલન અને પ્રિન્સે મારી કારની ચાવી માંગતા મેં ના પાડતાં ઝપાઝપી કરી બળજબરીથી મારી પાસેથી ચાવી ઝુંટવી મારી ગાડી લઇ ભાગી ગયા હતાં.
તેમજ જતાં જતાં ધમકી આપી હતી કે પૈસા આપી દેજે નહિતર મજા નહિ આવે. હું ગભરાઇ ગયો હોઇ મેં બનાવની જાણ મારા ભાઇને કરી હતી અને ઘરે આવી ગયો હતો. ત્યારબાદ મિલનને વારંવાર ફોન કરતો હતો પણ ફોન બંધ આવતો હતો. આજ સુધી આ બંનેએ મારી કાર પાછી ન આપતાં અંતે મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં યોગેશ ગલચરે કહેતાં તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં હેડકોન્સ. મયુરભાઇ ઠાકરે ગુનો નોંધ્યો હતો. પીએસઆઇ કે. એચ. કારેણાએ વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)
(2:58 PM IST)










