<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th February 2025

શ્રી વિરાટ લક્ષ્મી - નૃસિંહ મહાયજ્ઞ મહોત્સવઃ યજ્ઞશાળાને રંગોળી, આસોપાલવના તોરણથી શણગાર

બહેનો દ્વારા શોભાયાત્રા માટે કળશ અને ઇંઢોણીનો સજાવટ

રાજકોટઃ શ્રી વિરાટ લક્ષ્મી-નૃસિંહ મહાયજ્ઞ મહોત્સવની ચાલી રહેલી તૈયારીઓ- વિશાળ શોભાયાત્રા માટે કશળશ તથા ઇંઢોળી સજાવટ સેવા પૂ.પા.ગો.શ્રી અનિરૃધ્ધકુમાર મહોદયી તથા પૂ.પા. ગો. શ્રી રશેષબાવાશ્રીની નિશ્રામાં સેંકડો બ્હેનો જોડાયા હતા આજે ગુરૃવારે સાંજે ૪ વાગ્યેથી યજ્ઞસ્થળ, યજ્ઞશાળાને રંગોળી તથા આસોપાલવના તોરણોથી શણગારવા અનેક વૈષ્ણવ ભાઇ-બહેનો સેવા કરવા જોડાશે. તેમ યાદીમાં જણાવાયું છે.

આગામી તા. ૧૦ થી તા. ૧ર સુધી રાજકોટ શાસ્ત્રી મેદાન ખાતે સપ્તમપીઠાધીશ્વર પૂ.પા. શ્રી ૧૦૮ શ્રિ વ્રજેશકુમાર મહારાજશ્રી અધ્યક્ષસ્થાને સનાતન ધર્મના રક્ષાણાર્થે-ઉત્થાનથે તથા જન સાધારણને આર્થિક લાભ થાય તે શુભ હેતુથી ભવ્ય અને દિવ્ય શ્રી વિરાટ લક્ષ્મીનૃસિંહ મહાયજ્ઞ મહોત્સવનું આયોજન થયેલ છે. છેલ્લાં એક મહિનાથી મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે.   શોભાયાત્રામાં રપર કળશધારી બહેનો જોડાશે. કળશ (મટુકી) તથા ઇંઢોળીને વિવિધ શણગારથી મઢવા માટે અનેક બહેનો પૂ.પા.ગો.શ્રી અનિરૃધ્ધકુમાર મહોદયશ્રી તથા પૂ.પા. ગો.શ્રી રશેષબાવાશ્રીની નિશ્રામાં સેવાકાર્ય કરી રહયા છે. કળશ તથા ઇંઢોણી શણગાર માટે ગીતાબેન દરજી, ખુશ્બુબેન ખેરડીયા, ધમિષ્ઠાબેન મહેતા, ભારતીબેન સેતા, ચેતનાબેન સેજપાલ નિકીતાબેન સેજપાલ, ઇલાબેન કોટક, ઇલાબેન કારીયા,ઉષાબેન પટેલ, સોનલબેન સોમૈયા, અવનીબેન રાચ્છ, જાગૃતિબેન ખીમાણી, તારાબેન ઝાલા, માલતીબેન જોગી, વર્ષાબેન વાગડીયા, ભાવનાબેન વાગડીયા, મધુબેન આડેસરા, મીનાબેન પારેખ, રેખાબેન આસોડીયા, મીનાબેન મણીયાર, નયનાબેન રાણપરા, સેજલબેન ખેરડીયા, પૂજાબેન રૃપારેલીયા, આશાબેન સવાણી, ભાવનાબેન સીમેજીયા, કલાબેન રાજદેવ,ગીતાબેન લોઢીયા, સરોજબેન ઘુંટલા, સ્મીતાબેન મનાણી, દક્ષાબેન આડઠકકર, ગીતાબેન  રાજા, હર્ષાબેન મહેતા, નીતાબેન વેગડ, કિરણબેન મહેતા, આરતીબેન ટાંક, ભાવનાબેન મીરાણી, રેખાબેન ફીચડીયા, સારીકાબેન રાણપરા, ચંદ્રીકાબેન માંડલીયા, ઉર્મીલાબેન પાટડીયા, માલતીબેન આડેસરા, માલતીબેન પારેખ, મધુબેન મકવાણા, અનિતાબેન કેસરીયા,      હેમલબેન રાણપરા, પાયલબેન રાણપરા, હિનાબેન જાની , ધર્મિષ્ટાબેન બદીયાણી, હિનાબેન બગડાઇ, કૌશિકાબેન ધામેચા, બિનલબેન આડેસરા, શર્મિલાબેન જોષી, ચેતનાબેન સવજાણી, અલ્કાબેન ખગ્રામ, હંસાબેન લાલ, પારૃલબેન લાખાણી, શીતલબેન લાડાણી, પ્રફુલાબેન મણવર, શારદાબેન કાલાવડીયા, વર્ષાબેન ચનીયારા, નીતાબેન, જાવીયા, અનસૂયાબેન ખાંટ, હીનાબેન વેડીયા, દક્ષાબેન વેડીયા, જહાનવીબેન લાલ, આશાબેન ચૌહાણ વિગેરે બહેનો મટુકી ઇંઢોળી શણગાર સેવા જોડાયા હતા.

શ્રી લક્ષ્મી-નૃસિંહ યજ્ઞમાં યજમાન તરીકે બેસવા માટે શ્રીમદનમોહનજી હવેલી- લક્ષ્મીવાડી રોડ મો. ૯૮ર૪ર ૦૦પ૩પ, ૯૮ર૪ર ૦૭૮૧૧, ૯૪ર૯૦ ૪૩૪૯પ, આશાપુરા રોડ, કાર્યાલય -૭૦૧૬૪ પર૬૧૧, ૯૦૯૯૬ પ૬પ૦પ, રણછોડનગર કાર્યાલય- ૭૦૬૯૮ ૯૭ર૯૯ સંપર્ક સાધવો. યજ્ઞનો સમય દરરોજ સવારે ૧૦ થી ૧ તથા બપોરના ૨ થી પ સુધીનો રહેશે. તેમ અરવિંદભાઇ પાટડીયા મો. ૭૦૧૬૪ પર૬૧૧ ની યાદીમાં જણાવાયું છે.

 

(3:23 PM IST)